સામરપાડામાં ખેડૂતોને બ્રહ્માસ્ત્ર અને જીવામૃતનું પ્રેક્ટિકલ શિક્ષણ અપાયું
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સામરપાડા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં એગ્રી. આસિસ્ટન્ટ સોહિલ ગાંવિત, કૃષિ સખી અંબાબેન અને (કોમ્યુનિટી રિસોર્સ પર્સન) CRP મહેન્દ્રભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે પણ સમજણ આપવામાં આવી હતી. જેમાં જીવામૃત ,ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદાન, મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને સમજણ આપી હતી. સાથે સાથે બ્રહ્માસ્ત્ર કેવી રીતે બનાવવું એ અંગે પ્રેક્ટીકલ કરીને ખેડૂતોને સમજણ આપવામાં આવી હતી આ સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી.
