Sawan Somwar 2025: શિવ પૂજન વિધી અને ઉપવાસ નિયમો જાણો

Roshani Thakkar
4 Min Read

Sawan Somwar 2025: શ્રાવણ સોમવારે કેવી રીતે કરવી ભગવાન શિવની આરાધના?

Sawan Somwar 2025: શ્રાવણ મહિનામાં સોમવારના દિવસનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભક્તો પોતાના આરાધ્ય ભગવાન ભોળેનાથ માટે ઉપવાસ, વ્રત અને ધ્યાન આદિ કરે છે. આવો જાણીએ શ્રાવણ સોમવારના વ્રતની યોગ્ય વિધિ, પૂજા પદ્ધતિ અને ધાર્મિક અનુષ્ઠાનો.

Sawan Somwar 2025: શિવ શક્તિ અને ભક્તિનો પવિત્ર મહિનો સાવન, જેને શ્રાવણ તરીકે પણ ઓળખવામાં આવે છે, હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. સામાન્ય રીતે આ મહિનો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં આવે છે. ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે, કારણ કે આ પવિત્ર સમયધોરીમાં આધ્યાત્મિક વિકાસ, આત્મમંથન, નવી ઉર્જા અને ભક્તિભાવથી જોડાવાનું વિશેષ મહત્વ હોય છે.

આ વર્ષે શ્રાવણની શરૂઆત શુક્રવાર, 11 જુલાઈથી થઈ ગઈ છે અને તેનો સમાપન શનિવાર, 9 ઓગસ્ટ 2025ના રોજ થશે. જો કે સાવનનો દરેક દિવસ તહેવાર જેટલો પવિત્ર હોય છે, પરંતુ શ્રાવણ સોમવારનું મહત્વ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે. શ્રાવણ સોમવારના દિવસે ભક્તો ઉપવાસ અથવા વ્રત રાખે છે, તથા જલાભિષેક અને રુદ્રાભિષેક જેવા ધાર્મિક કાર્યક્રમો અને અનુષ્ઠાનોનું આયોજન કરે છે.

lord shiv21.jpg

જાણવા જેવું છે કે આ વર્ષે  શ્રાવણ મહિનામાં કુલ ૪ સોમવાર આવશે. જેમાં પહેલો શ્રાવણ સોમવાર વ્રત 14 જુલાઈના રોજ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદના ત્રણ  શ્રાવણ  સોમવારના વ્રત ક્રમશઃ 21 જુલાઈ, 28 જુલાઈ અને 4 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે.

ચાલો હવે જાણીએ કે  શ્રાવણ સોમવારના દિવસે કેવી રીતે કરવું શિવ પૂજન, તથા શું છે વ્રત અને અનુષ્ઠાનની યોગ્ય વિધિ.

Share This Article