મહાશિવરાત્રી રાશિફળ ૨૦૨૬: ભોલેનાથની કૃપાથી ૫ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો તમારો આજનો શુભ અંક અને રંગ.
આજે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ અને રવિવારનો પવિત્ર દિવસ છે. આજના દિવસે આખું ભારત મહાશિવરાત્રીના ઉત્સવમાં મગ્ન છે. જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આજે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છે, જે સાંજે ૫:૦૫ સુધી રહેશે. આજે ‘વ્યતિપાત’ યોગ અને ‘ઉત્તરાષાઢ’ નક્ષત્રનો સુંદર સંયોગ રચાયો છે. શિવજીની આરાધનાના આ મહાપર્વે ગ્રહ-નક્ષત્રોની ચાલ કઈ રાશિના જાતકો માટે નસીબના દ્વાર ખોલશે, ચાલો જાણીએ સચોટ રાશિફળ.
મેષ (Aries):
આજનો દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે. મહાશિવરાત્રીનો પ્રભાવ તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. વ્યવસાયિક ભાગીદારી માટે શ્રેષ્ઠ સમય છે અને આર્થિક લાભ અપેક્ષા કરતા વધુ થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૬
વૃષભ (Taurus):
વ્યવસાયમાં આજે સામાન્યથી વધુ નફો થવાની સંકેત છે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા થોડી વધુ મહેનત કરવી પડશે. નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૮
મિથુન (Gemini):
આજે નવો ઉત્સાહ અનુભવાશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર બિનજરૂરી વિવાદ થઈ શકે છે. માનસિક ચિંતાઓ દૂર થશે અને શિવ ભક્તિમાં મન લાગશે.
શુભ રંગ: કાળો | શુભ અંક: ૨
કર્ક (Cancer):
સકારાત્મક પરિણામોનો દિવસ છે. ઓફિસમાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને આજે મોટો ફાયદો થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં નવી તાજગી આવશે.
શુભ રંગ: સોનેરી | શુભ અંક: ૨
સિંહ (Leo):
વડીલોના આશીર્વાદ ફળશે. જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા મળશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ થઈ શકે છે, પરંતુ તેનાથી ભવિષ્યમાં સારો લાભ મળશે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૩
કન્યા (Virgo):
કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને નવું વાહન ખરીદવાના યોગ છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા લાવનારો રહેશે.
શુભ રંગ: સોનેરી | શુભ અંક: ૯
તુલા (Libra):
અટકેલા પ્રોજેક્ટ્સ ફરી શરૂ થશે. ઓફિસમાં કામનું ભારણ વધી શકે છે, તેથી સમયસર કામ પૂર્ણ કરવું. જીવનસાથી સાથે લોંગ ડ્રાઈવ પર જવાનો પ્લાન બની શકે છે, જે સંબંધોને મજબૂત બનાવશે.
શુભ રંગ: વાદળી | શુભ અંક: ૩
વૃશ્ચિક (Scorpio):
આજનો દિવસ શાંતિપૂર્ણ રહેશે. ધાર્મિક યાત્રાના યોગ છે. મિત્રો સાથે જૂની યાદો તાજી થશે અને શિવરાત્રીના પર્વે ભક્તિમાં લીન રહેશો. જીવનસાથી તમારી લાગણીઓનું સન્માન કરશે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૬
ધનુ (Sagittarius):
પરિવારમાં સુખ-શાંતિ રહેશે. આત્મવિશ્વાસ સાથે બાકી રહેલા કામો પૂર્ણ કરશો. રાજકીય સંપર્કોથી લાભ થશે. ગાયની સેવા કરવી તમારા માટે ફળદાયી રહેશે. નસીબ સાથ આપશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૮
મકર (Capricorn):
મન પ્રસન્ન રહેશે અને ઓટોમોબાઈલ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને મોટો નફો થશે. વહીવટી સેવાઓ સાથે જોડાયેલા લોકોની મદદ મળશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.
શુભ રંગ: સોનેરી | શુભ અંક: ૭
કુંભ (Aquarius):
બીજાની મદદ કરવાથી તમને આંતરિક સંતોષ મળશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. નવા સંબંધોની શરૂઆત થઈ શકે છે. સંતાનની કારકિર્દી અંગેની ચિંતા દૂર થશે. પ્રેમી પંખીડાઓ માટે સારો દિવસ.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૩
મીન (Pisces):
બાકી રહેલા કામો આજે પૂરા થશે. ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે, તેથી બજેટ પર ધ્યાન આપવું. માતાને ભેટ આપવી શુભ રહેશે. સાહિત્ય કે કલા સાથે જોડાયેલા લોકોને આજે કોઈ મંચ પર સન્માન મળી શકે છે.
શુભ રંગ: ચાંદી | શુભ અંક: ૪
આ વર્ષની મહાશિવરાત્રી તમામ ૧૨ રાશિઓ માટે કંઈક નવું લઈને આવી છે. ભગવાન શિવની આરાધના અને દાન-પુણ્ય કરવાથી ગ્રહદોષ દૂર થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. ઓમ નમઃ શિવાય!



