નેતન્યાહુ સાથે ખાસ બેઠક: રુબિયોની ઈઝરાયેલ મુલાકાત પાછળનો શું છે અમેરિકાનો ‘માસ્ટર પ્લાન’?

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા: વિદેશ મંત્રી માર્કો રુબિયો આવતા અઠવાડિયે ઈઝરાયેલ જશે, નેતન્યાહુ સાથે કરશે નિર્ણાયક બેઠક

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધની અસરો વર્તાવા લાગી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો આવતા અઠવાડિયે ઈઝરાયેલની મુલાકાત લેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને અમેરિકા-ઈરાન પરમાણુ વાટાઘાટો અંગે અપડેટ આપવાનો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બેઠક 28 ફેબ્રુઆરી ના રોજ યોજાઈ શકે છે.

rubio.jpg

- Advertisement -

પરમાણુ મંત્રણા અને ઈઝરાયેલની ભૂમિકા

તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને બે રાઉન્ડની પરોક્ષ વાતચીત થઈ છે. જોકે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આ મંત્રણાને લઈને આશાવાદી દેખાઈ રહ્યા છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ઈશારો કરી રહી છે. અમેરિકા ઈરાન પર સતત માનસિક દબાણ બનાવી રહ્યું છે અને ઈઝરાયેલ પણ આ વ્યૂહરચનામાં અમેરિકાની સાથે છે. અગાઉ પણ બંને દેશોએ મળીને તેહરાનના પરમાણુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી, અને હવે ફરીથી મોટા હુમલાની તૈયારીઓ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ટ્રમ્પ વહીવટીતંત્રનું કડક વલણ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કેટલીક ‘રેડ લાઈન્સ’ નક્કી કરી છે, જેને ઈરાન અત્યારે સ્વીકારવા તૈયાર નથી. બીજી તરફ, નેતન્યાહુએ પણ ટ્રમ્પને વિનંતી કરી છે કે ઈરાન સાથેના કોઈપણ કરારમાં તેના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ પર લગામ લગાવવી અને હમાસ-હિઝબુલ્લાહ જેવા સંગઠનોનું ફંડિંગ રોકવું અનિવાર્ય હોવું જોઈએ. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંકેત આપ્યા છે કે ઈરાનમાં ‘સત્તા પરિવર્તન’ એ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

- Advertisement -

trump2.jpg

યુદ્ધની તૈયારી: મધ્ય પૂર્વમાં સૈન્ય જમાવડો

માત્ર વાતો જ નહીં, પણ યુદ્ધની તૈયારીઓ પણ દેખાઈ રહી છે. અમેરિકાએ વિશ્વના સૌથી મોટા વિમાનવાહક જહાજ યુએસએસ જેરાલ્ડ આર. ફોર્ડને મધ્ય પૂર્વમાં તૈનાત કરી દીધું છે. એર ટ્રેકિંગ ડેટા મુજબ, અમેરિકા અને યુરોપથી ડઝનબંધ F-35, F-22 અને F-16 ફાઈટર જેટ્સ મધ્ય પૂર્વ તરફ રવાના થયા છે. આ સિવાય મોટી સંખ્યામાં કાર્ગો પ્લેન અને ફ્યુઅલ ટેન્કર્સની અવરજવર પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા કોઈપણ મોટી સૈન્ય કાર્યવાહી માટે સજ્જ છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.