બોર્ડ ઓફ પીસની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય: ગાઝાની વ્હારે આવ્યા વિશ્વના શક્તિશાળી દેશો, જાણો કોણે કેટલી મદદ જાહેર કરી

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

ગાઝાના પુનઃનિર્માણ માટે અમેરિકાની મોટી જાહેરાત: ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ બેઠકમાં શાંતિ સેના અને અબજો ડોલરની મદદનો પ્લાન

ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ બાદ હવે તેના પુનઃનિર્માણ અને શાંતિ સ્થાપવા માટે વૈશ્વિક સ્તરે મોટા પગલાં લેવામાં આવી રહ્યા છે. અમેરિકામાં આયોજિત ‘બોર્ડ ઓફ પીસ’ની પ્રથમ ઐતિહાસિક બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના વિકાસ માટે 10 અબજ ડોલરની જંગી સહાયની જાહેરાત કરી છે. આ રકમનો ઉપયોગ ગાઝામાં રહેણાંક મકાનો અને સામુદાયિક કેન્દ્રો બનાવવા માટે કરવામાં આવશે.

peacee borad.jpg

- Advertisement -

9 મુસ્લિમ દેશોનો આર્થિક સહયોગ

અમેરિકા ઉપરાંત વિશ્વના અન્ય 9 મુસ્લિમ દેશોએ પણ ગાઝાના વિકાસ માટે એકસાથે આવીને 7 અબજ ડોલરની મદદનું વચન આપ્યું છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, આ મદદ કરનારા દેશોમાં કઝાકિસ્તાન, અઝરબૈજાન, સંયુક્ત આરબ અમીરાત (UAE), મોરોક્કો, બહેરીન, કતાર, સાઉદી અરેબિયા, ઉઝબેકિસ્તાન અને કુવૈતનો સમાવેશ થાય છે. ગાઝાના સંપૂર્ણ કાયાકલ્પ માટે તૈયાર કરાયેલા પ્લાન પાછળ અંદાજે 70 અબજ ડોલરનો ખર્ચ થવાની ધારણા છે, જેમાં રસ્તાઓથી લઈને આધુનિક પોર્ટ (બંદર) બનાવવાનો પણ સમાવેશ થાય છે.

શાંતિ સેનાની તૈનાતી અને સુરક્ષાની જવાબદારી

ગાઝામાં માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ‘શાંતિ સેના’ તૈનાત કરવાનો પણ નિર્ણય લેવાયો છે.

- Advertisement -
  • ઇન્ડોનેશિયા: વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા 8,000 શાંતિ સૈનિકો મોકલશે, અને શાંતિ સેનામાં ડેપ્યુટી કમાન્ડરનું પદ પણ સંભાળશે.
  • અન્ય દેશો: મોરોક્કો, કઝાકિસ્તાન, કોસોવો અને અલ્બેનિયા પણ પોતાની સેના મોકલશે. શરૂઆતમાં કુલ 20,000 સૈનિકો તૈનાત કરવામાં આવશે.
  • તાલીમ: આ તમામ સૈનિકોને ઇજિપ્ત (Egypt) દ્વારા તાલીમ આપવામાં આવશે, જે સુરક્ષાની મુખ્ય જવાબદારી સંભાળશે.

peacee borad.jpg

હમાસનું આત્મસમર્પણ અને ભવિષ્યની ચૂંટણી

શાંતિ સેનાનું મુખ્ય કાર્ય સ્થાનિક સુરક્ષા જાળવવાની સાથે હમાસના લડવૈયાઓ પાસે હથિયારો હેઠા મુકાવવાનું રહેશે. એવી યોજના છે કે હમાસના લડવૈયાઓ આ આંતરરાષ્ટ્રીય શાંતિ સેના સમક્ષ આત્મસમર્પણ કરશે. એકવાર ગાઝામાં સ્થિતિ સામાન્ય થઈ જાય અને વિકાસ કાર્યો પૂર્ણ થાય, ત્યારબાદ ત્યાં લોકશાહી ઢબે ચૂંટણીઓ યોજવામાં આવશે. આ ઉપરાંત, પાકિસ્તાને પણ સંકેત આપ્યા છે કે તેઓ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ભવિષ્યમાં પોતાની સેના મોકલી શકે છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.