જ્હોન સીના 17માં વર્લ્ડ ટાઈટલને લઈને થઈ મોટી ભવિષ્યવાણી, WWEમાં કોઈ નહીં તોડી શકે આ રેકોર્ડ

3 Min Read

‘WWEમાં આ રેકોર્ડ કોઈ નહીં તોડી શકે’, જોન સીનાના 17મા વર્લ્ડ ટાઇટલને લઈને દિગ્ગજ રેસલરે કરી મોટી ભવિષ્યવાણી

WWE ના ઈતિહાસમાં જ્હોન સીના એક એવું નામ છે જેણે સફળતાના તમામ શિખરો સર કર્યા છે. ગયા વર્ષે કોડી રોડ્સને હરાવીને સીનાએ તેના કરિયરમાં 17મી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. હવે જ્યારે સીનાએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે, ત્યારે ફેન્સના મનમાં એક જ સવાલ છે કે શું ભવિષ્યમાં કોઈ આ 17 ટાઇટલનો રેકોર્ડ તોડી શકશે? આ અંગે WWE ના દિગ્ગજ રેન્ડી ઓર્ટને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

જ્હોન સીનાની નિવૃત્તિ અને 17મું ટાઇટલ

જ્હોન સીનાએ 2025ના અંતમાં ગુન્થર સામે પોતાની કારકિર્દીની છેલ્લી મેચ લડી અને પ્રો-રેસલિંગને અલવિદા કહી દીધું. તેની વિદાય પહેલા તેણે રિક ફ્લેરના 16 વર્લ્ડ ટાઇટલના રેકોર્ડને તોડીને 17મી વખત ચેમ્પિયન બનીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી હતી. રેસલમેનિયામાં કોડી રોડ્સ સામે મળેલી એ જીત આજે પણ ચાહકોના મનમાં તાજી છે. હાલમાં એક્ટિવ રેસલર્સમાં માત્ર રેન્ડી ઓર્ટન જ એવો ખેલાડી છે જે 14 ટાઇટલ સાથે સીનાની સૌથી નજીક છે.

- Advertisement -

wwe11.jpg

રેન્ડી ઓર્ટને શું કહ્યું?

તાજેતરમાં ‘ધ પેટ મેકાફી શો’ (The Pat McAfee Show) માં મહેમાન બનેલા રેન્ડી ઓર્ટનને જ્યારે સીનાના રેકોર્ડ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “મને નથી લાગતું કે જ્હોન સીનાના રેકોર્ડને ભવિષ્યમાં કોઈ તોડી શકશે. કોઈ પણ 17 થી આગળ નહીં જાય.” ઓર્ટનના આ નિવેદને સંકેત આપ્યા છે કે કદાચ WWE મેનેજમેન્ટ અથવા ટ્રિપલ એચ ભવિષ્યમાં કોઈ પણ રેસલરને 17 થી વધુ વખત ચેમ્પિયન બનાવવાની યોજના ધરાવતા નથી.

- Advertisement -

રેન્ડી ઓર્ટન પાસે હજુ પણ છે તક

ભલે રેન્ડી ઓર્ટન પોતે એવું માનતો હોય કે રેકોર્ડ નહીં તૂટે, પણ તેની પાસે હજુ 4-5 વર્ષનું કરિયર બાકી છે. હાલમાં 2026 ના ‘એલિમિનેશન ચેમ્બર’ માં ઓર્ટનનો જલવો જોવા મળી શકે છે. જો તે આ મેચ જીતે છે, તો તેને રેસલમેનિયા 42 માં ડ્રૂ મેકઇન્ટાયર સામે વર્લ્ડ ટાઇટલ માટે મેચ લડવાની તક મળશે. જો ત્યાં તે જીતશે, તો તે તેના કરિયરનું 15મું ટાઇટલ હશે અને તે સીનાના રેકોર્ડની વધુ નજીક પહોંચી જશે.

WWE ઈતિહાસમાં સૌથી વધુ વર્લ્ડ ટાઇટલ જીતનાર ખેલાડીઓ:

  • જ્હોન સીના: 17 ટાઇટલ
  • રિક ફ્લેર: 16 ટાઇટલ
  • રેન્ડી ઓર્ટન: 14 ટાઇટલ
  • ટ્રિપલ એચ: 14 ટાઇટલ
TAGGED:
Share This Article