ટ્રમ્પની ખુલ્લી ધમકી: “ઈરાન અત્યારે જ સરેન્ડર કરે, નહીંતર ધૂળમાં મેળવી દઈશું”, હુમલા બાદ અમેરિકાનો રૌદ્ર અવતાર!

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

‘ઈરાન તાત્કાલિક શરણાગતિ સ્વીકારે, નહીંતર ધૂળમાં મેળવી દઈશું’: હુમલા બાદ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા

અમેરિકા અને ઈઝરાયેલની સેનાએ સંયુક્ત રીતે ઈરાન પર ભીષણ હુમલો કર્યા બાદ વિશ્વના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ સૈન્ય કાર્યવાહી બાદ વોશિંગ્ટનથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક નિવેદન જારી કર્યું છે. ટ્રમ્પે ઈરાનને દુનિયાનો ‘નંબર વન આતંકી દેશ’ ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેઓ શરણાગતિ નહીં સ્વીકારે તો તેમણે મોતનો સામનો કરવો પડશે.

અમેરિકાની સુરક્ષા માટે સૈન્ય અભિયાન

હુમલા બાદ પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે કહ્યું કે, “થોડા સમય પહેલા યુનાઈટેડ સ્ટેટ્સની સેનાએ ઈરાનમાં મોટા પાયે સૈન્ય અભિયાન શરૂ કર્યું છે. અમારો ઉદ્દેશ્ય ઈરાની શાસન દ્વારા ઉભા થતા ખતરાઓને ખતમ કરીને અમેરિકી લોકોની રક્ષા કરવાનો છે. આ શાસન ક્રૂર અને નિર્મમ લોકોનું જૂથ છે, જેમની પ્રવૃત્તિઓ સીધી રીતે અમેરિકા, અમારી સેના અને વિદેશમાં સ્થિત અમારા સૈન્ય મથકો માટે જોખમી છે.”

- Advertisement -

us4.jpg

ઈરાની સૈનિકોને ખુલ્લી ધમકી

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સૈન્ય દળોને સીધી ધમકી આપતા કહ્યું કે, “ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ના સભ્યો, સશસ્ત્ર દળો અને તમામ પોલીસકર્મીઓને હું કહું છું કે કાં તો તમે શરણાગતિ સ્વીકારી લો અને સંપૂર્ણ માફી (Immunity) મેળવી લો, નહીંતર મોતનો સામનો કરવા તૈયાર રહો.” ટ્રમ્પે ઉમેર્યું કે ઈરાન પોતાના હથિયારો નીચે મૂકી દે, નહીંતર તેની મિસાઈલોને ધૂળમાં મેળવી દેવામાં આવશે.

ઈરાનની જનતાને સંબોધન

ટ્રમ્પે ઈરાનના સામાન્ય નાગરિકોને ઉદ્દેશીને કહ્યું કે, “તમારી આઝાદીનો સમય આવી ગયો છે. સુરક્ષિત રહો અને પોતાના ઘર ન છોડો, કારણ કે બહાર ખૂબ જોખમ છે અને દરેક જગ્યાએ બોમ્બ પડશે. જ્યારે અમારું કામ પૂરું થઈ જાય, ત્યારે તમારી સરકાર સંભાળી લેજો. આઝાદી હવે તમારે જ મેળવવી પડશે. ઘણા વર્ષોથી તમે અમેરિકા પાસે મદદ માંગી હતી, પરંતુ જે કોઈ રાષ્ટ્રપતિ કરવા તૈયાર નહોતા, તે હું આજે કરવા તૈયાર છું.”

- Advertisement -

પરમાણુ હથિયારો પર લાલ આંખ

ટ્રમ્પે ઈરાન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આ આતંકવાદી સરકાર પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવા જોઈએ. અમે તેમને વારંવાર ચેતવણી આપી હતી અને સમજૂતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાને દાયકાઓથી ચાલી આવતી તેની જિદ છોડી નહીં. તેમણે પોતાના પરમાણુ ઈરાદાઓ છોડવાની દરેક તક ઠુકરાવી દીધી છે, જે હવે અમે સહન નહીં કરીએ.

તેમણે વધુમાં જણાવ્યું કે ઈરાન એવી લાંબી અંતરની મિસાઈલો બનાવી રહ્યું છે જે યુરોપમાં અમારા મિત્રો અને વિદેશમાં તૈનાત અમારા સૈનિકો માટે ખતરો બની શકે છે. આ મિસાઈલો ટૂંક સમયમાં અમેરિકા સુધી પહોંચી શકે તેવી શક્યતા હોવાથી અમે આ જોખમને જડમૂળથી ખતમ કરવાનું નક્કી કર્યું છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.