ગલ્ફ દેશોમાં અટવાયેલા ગુજરાતીઓ માટે સાંસદ ધવલભાઈ પટેલની મોટી પહેલ
વર્તમાન આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ પરિસ્થિતિના કારણે હવાઈ મુસાફરીમાં ઉભી થયેલી કટોકટીને ધ્યાનમાં રાખીને, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના અનેક યાત્રીઓ અત્યારે ગલ્ફ દેશોમાં અટવાયા છે. આ ચિંતાજનક સ્થિતિને ગંભીરતાથી લઈને સાંસદ ધવલભાઈ પટેલ અને તેમનું કાર્યાલય સતત કાર્યરત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પૂરતા સહયોગ સાથે, અટવાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે પરત લાવવા અથવા તેમને જરૂરી તમામ મદદ પહોંચાડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જો તમારા પરિવારના કોઈ સભ્યો અથવા પરિચિતો આ વિસ્તારોમાં અટવાયેલા હોય, તો ગભરાવાની જરૂર નથી. મદદ મેળવવા માટે સાંસદ કાર્યાલય દ્વારા એક વિશેષ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આપ નીચે મુજબની વિગતો તૈયાર કરી સાંસદ ઓફિસ હેલ્પલાઇન નંબર: 8140347713 પર મોકલી શકો છો, જેથી વહીવટી સ્તરે ત્વરિત કાર્યવાહી કરી શકાય:
જરૂરી વિગતો: પ્રવાસીનું નામ, હાલ જે દેશમાં અટવાયેલા હોય તેનું નામ, ફ્લાઇટની વિગતો, પાસપોર્ટ નંબર, કુલ પ્રવાસીઓની સંખ્યા, વતનમાં રહેતા સંબંધીનું નામ અને મોબાઈલ નંબર તથા રહેઠાણનું સરનામું.
આપના સેવક તરીકે, ધવલભાઈ પટેલ અને તેમની ટીમ આ મુશ્કેલ સમયમાં પ્રત્યેક નાગરિકની સાથે છે અને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપે છે.