T20 વર્લ્ડ કપ સેમીફાઈનલ માટે ICCની મોટી જાહેરાત: જાણો કોણ હશે અમ્પાયર અને મેચ રેફરી
T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. ખિતાબથી માત્ર બે ડગલાં દૂર ઉભેલી ચાર દિગ્ગજ ટીમો વચ્ચે જંગ જામવાની તૈયારી છે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલાઓ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મહત્વની જાહેરાત કરી છે. સેમીફાઈનલ મેચો માટે અમ્પાયરો અને મેચ રેફરીના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે.
કોલકાતામાં પ્રથમ સેમીફાઈનલ: સાઉથ આફ્રિકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર 4 માર્ચના રોજ પ્રથમ સેમીફાઈનલ રમાશે, જેમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને-સામને હશે. આ મેચમાં મેદાન પર અમ્પાયર તરીકે રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ જવાબદારી સંભાળશે. ભારતના નિતિન મેનન આ મેચમાં થર્ડ અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે મેચ રેફરી તરીકે ભારતના જ ભૂતપૂર્વ ઝડપી બોલર જવગલ શ્રીનાથની નિમણૂક કરવામાં આવી છે.
સેમીફાઈનલ-1 ની વિગતો (4 માર્ચ, કોલકાતા):
ઓન-ફિલ્ડ અમ્પાયર: રિચર્ડ ઇલિંગવર્થ અને એલેક્સ વ્હાર્ફ
થર્ડ અમ્પાયર: નિતિન મેનન
ફોર્થ અમ્પાયર: રોડ ટકર
મેચ રેફરી: જવગલ શ્રીનાથ
મુંબઈમાં મહામુકાબલો: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ
બીજી સેમીફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મેચને લઈને ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ છે. આ મહત્વની મેચમાં ન્યૂઝીલેન્ડના ક્રિસ ગેફની અને સાઉથ આફ્રિકાના અલ્લાઉદ્દીન પલેકર ફિલ્ડ અમ્પાયર તરીકે રહેશે. એન્ડ્રી પાયક્રોફ્ટ મેચ રેફરીની ભૂમિકા ભજવશે.
The #T20WorldCup semi-finals match officials have been confirmed.@emirates | Details 👇https://t.co/OpwxAjyGTJ
— ICC (@ICC) March 3, 2026
સેમીફાઈનલ-2 ની વિગતો (5 માર્ચ, મુંબઈ):
ઓન-ફિલ્ડ અમ્પાયર: ક્રિસ ગેફની અને અલ્લાઉદ્દીન પલેકર
થર્ડ અમ્પાયર: એડ્રિયન હોલ્ડસ્ટોક
ફોર્થ અમ્પાયર: પોલ રિફેલ
મેચ રેફરી: એન્ડ્રી પાયક્રોફ્ટ
