દજ્જાલનો ઉદય અને ઈસુનું અવતરણ: ઈસ્લામિક અને ખ્રિસ્તી ધર્મગ્રંથોમાં વર્ણવેલ અંતિમ જંગની વિગતો
હાલમાં ઈરાન સાથે અમેરિકા અને ઈઝરાયલ યુદ્વે ચઢ્યા છે. ઈરાનનાં સુપ્રીમ લીડર સહિત અનેક ધાર્મિક નેતાઓને મોતને ઘાત ઉતારવામાં આવી રહ્યા છે. ઈરાન સાથેનાં યુદ્વ અંગે ઈસ્લામિક એક્સપર્ટ અને હદીસો શું કહે છે તે અંગેનો સંકલિત રિપોર્ટ અત્રે રજૂ કરીએ છીએ. મલહમતુલ કુબ્રાનું યુદ્ધ (અરબી: અલ-મલહમાહ અલ-કુબ્રા) એ ઇસ્લામિક અંતના સમયની પરંપરામાં ઉલ્લેખિત મહાયુદ્ધ છે. કેટલાક તેને આર્માગેડનની ખ્રિસ્તી ખ્યાલ સાથે જોડે છે, પરંતુ બંનેની ધાર્મિક પૃષ્ઠભૂમિ અલગ અલગ છે.
મલહમતુલ કુબ્રાનું યુદ્ધ શું છે?
ઇસ્લામિક હદીસો અનુસાર આ મહા યુદ્ધ છે. કયામત પહેલા લડવામાં આવશે અને હાલમાં જે પ્રકારે ગલ્ફ દેશોમાં જંગની સ્થિતિની છે તે જોતાં આ સ્થિતિને ઈસ્લામિક એક્સપર્ટ મલહમતુલ ક્બ્રા સાથે સરખાવી રહ્યા છે.
આ જંગનોઉલ્લેખ સહીહ હદીસના પુસ્તકોમાં, જેમ કે સહીહ મુસ્લિમમાં છે. યુદ્ધનું સ્થાન ઘણીવાર અમાક અથવા દાબીક (હાલના દાબીક) (સીરિયન પ્રદેશમાં) ના વિસ્તારની નજીક વર્ણવવામાં આવે છે. આ યુદ્ધ મુસ્લિમો અને “રોમ” (ઘણીવાર ખ્રિસ્તી દળો તરીકે સમજવામાં આવે છે) વચ્ચેનો મુકાબલો હશે. હદીસો જણાવે છે કે આ યુદ્ધ ખૂબ લાંબો અને મુશ્કેલ હશે, અને ત્યારબાદ દજ્જલનો ઉદય થશે અને દજ્જાલનો ઉદય ઈઝરાયેલ નજીકથી થશે. ઈઝરાયલે આર્માગેડનની તૈયાર કરી લીધી છે અને દજ્જાલને સત્કારવા માટે પણ તૈયારી કરી છે. દજ્જાલના ઉદય પછી ઈસુ (અ.સ.) ના અવતરણ થશે.
શું મલહમતુલ કુબ્રાની લડાઈ આર્માગેડન કરતાં મોટી લડાઈ છે?
ઇસ્લામિક માન્યતામાં, મલહમતુલ કુબ્રાની લડાઈને ખૂબ જ મોટી અને નિર્ણાયક લડાઈ માનવામાં આવે છે.
ખ્રિસ્તી ધર્મમાં, આર્માગેડન અંતિમ, નિર્ણાયક યુદ્ધ છે. બંને ધર્મોમાં, તે “અંતિમ સમય” નું એક મુખ્ય યુદ્ધ છે, પરંતુ વિગતો અને ધાર્મિક અર્થ અલગ અલગ છે.
આર્માગેડન ક્યારે થશે?
ખ્રિસ્તી ધર્મગ્રંથ, રેવિલેશન બુક, આર્માગેડનનો ઉલ્લેખ કરે છે, પરંતુ કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી.આને “અંતિમ સમય” ની ઘટના તરીકે વર્ણવવામાં આવી છે.
પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વ.અ.વ.) ની ભવિષ્યવાણી
હદીસોમાં જણાવાયું છે પહેલા, મુસ્લિમો અને રોમ વચ્ચે યુદ્ધવિરામ થશે. મુસ્લિમો અને “રોમ” (ઘણીવાર તે સમયની ખ્રિસ્તી શક્તિઓ તરીકે સમજવામાં આવે છે) વચ્ચે શાંતિ સંધિ (સમાધાન) થશે. સાથે મળીને, તેઓ એક સામાન્ય દુશ્મન સામે લડશે અને જીતશે.
વિશ્વાસઘાત
વિજય પછી, “રોમ” ના લોકો એક જગ્યાએ (સીરિયન પ્રદેશ) પોતાનો ધ્વજ ફરકાવશે અને દાવો કરશે કે વિજય તેમના કારણે થયો છે. આનાથી વિવાદ થશે અને કરાર તૂટી જશે. પછી બંને વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઓ શરૂ થશે.
યુદ્ધનું સ્થાન
હદીસમાં યુદ્ધના સ્થાનનો ઉલ્લેખ અમાક અથવા દાબીક તરીકે કરવામાં આવ્યો છે. દાબીક હાલના દાબીક (સીરિયા) ના વિસ્તારમાં છે.
યુદ્ધ કેટલું મોટું હશે?
હદીસ મુજબ દુશ્મન ખૂબ મોટી સંખ્યામાં પહોંચશે (પરંપરામાં 80 ધ્વજનો ઉલ્લેખ છે, દરેક ધ્વજ નીચે 12,000 સૈનિકો હશે – આ સંખ્યાને પ્રતીકાત્મક પણ માનવામાં આવે છે).
આ પછી શું થશે?
જ્યારે મુસ્લિમો વિજયના માલનું વિતરણ કરી રહ્યા હશે, ત્યારે સમાચાર આવશે કે દજ્જાલનો ઉદય થયો છે.
દજ્જાલનો યુગ
અંતે, પયગંબર ઇસા (અ.સ.) પ્રગટ થશે, જે દજ્જાલને મારી નાખશે. તે પછી, થોડા સમય માટે દુનિયામાં શાંતિ અને ન્યાયનો સમયગાળો આવશે.
તારીખ સ્પષ્ટ કરવામાં આવી છે?
પયગંબર (સલ્લલ્લાહુ અલયહિ વ.અ.વ.) એ કોઈ ચોક્કસ તારીખ કે વર્ષ સ્પષ્ટ કર્યું નથી.
આર્માગેડન શું છે?
ખ્રિસ્તી ધર્મમાં આર્માગેડનને સારા અને અનિષ્ટની શક્તિઓ વચ્ચેના “છેલ્લા સમય” નું સૌથી મોટું અને નિર્ણાયક યુદ્ધ માનવામાં આવે છે. “આર્માગેડન” શબ્દ હિબ્રુ શબ્દ “હર-મગિડો” પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે:મગિડોનો પર્વત…
મગિડો એ પ્રાચીન ઇઝરાયલ (હાલના ઇઝરાયલ) માં એક ઐતિહાસિક સ્થળ છે, જ્યાં પ્રાચીન સમયમાં ઘણી મોટી લડાઈઓ થઈ હતી.
ખ્રિસ્તી માન્યતા અનુસાર,આ અંતિમ યુદ્ધ હશે. “ખ્રિસ્તવિરોધી” આ યુદ્ધમાં શૈતાની શક્તિઓનું નેતૃત્વ કરશે.ઈસુ ખ્રિસ્ત આખરે વિજયી થશે. આને ન્યાયનો દિવસ અને નવી દુનિયાની શરૂઆત માનવામાં આવે છે.

