સાવધાન! વોટ્સએપ અને ટેલિગ્રામ વાપરનારાઓ માટે બદલાયા નિયમ, એક ભૂલ અને એકાઉન્ટ થશે બંધ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

સરકારનો માસ્ટર પ્લાન: હવે સિમ કાર્ડ વિના નહીં ચાલે WhatsApp, જાણો શું છે નવો SIM-Binding નિયમ.

ભારતમાં ડિજિટલ સુરક્ષાને મજબૂત કરવા માટે સરકાર અને ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે WhatsApp, Telegram કે Signal જેવી મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરો છો, તો હવે તમારે સાવધાન રહેવાની જરૂર છે. 1 માર્ચ, 2026 થી ‘સિમ-બાઈન્ડિંગ’ (SIM-binding) નિયમ પૂરો જોશમાં અમલી બની ગયો છે. આ નવા નિયમ મુજબ, જો તમારા મોબાઈલમાં તે ફિઝિકલ સિમ કાર્ડ હાજર નહીં હોય જેના પર તમારું એકાઉન્ટ રજીસ્ટર થયેલું છે, તો તમારું એકાઉન્ટ આપોઆપ બંધ થઈ જશે.

social.jpg

- Advertisement -

સિમ-બાઈન્ડિંગ નિયમ શું છે? જૂની સિસ્ટમથી કેટલો અલગ?

અત્યાર સુધીની સિસ્ટમ એવી હતી કે તમે એકવાર તમારા મોબાઈલ નંબર પર આવતા OTP દ્વારા વોટ્સએપ કે ટેલિગ્રામ એકાઉન્ટ એક્ટિવ કરી લો, પછી ભલે તમે તે સિમ કાર્ડ ફોનમાંથી કાઢી નાખો તો પણ વાઈ-ફાઈના સહારે એપ ચાલતી રહેતી હતી. સાયબર ગુનેગારો આ જ છીંડાનો લાભ લેતા હતા. તેઓ બીજાના નામે સિમ લઈને એકવાર એકાઉન્ટ વેરીફાય કરી લેતા અને પછી સિમ ફેંકી દેતા અથવા બદલી નાખતા, છતાં તેમનું ફેક એકાઉન્ટ ચાલુ રહેતું.

નવા ‘સિમ-બાઈન્ડિંગ’ નિયમ હેઠળ, હવે મેસેજિંગ એપ અને સિમ કાર્ડ વચ્ચે સતત ટેકનિકલ લિંક હોવી અનિવાર્ય છે. એપ્લિકેશન હવે સમયાંતરે બેકગ્રાઉન્ડમાં ચેક કરશે કે રજીસ્ટર્ડ સિમ ફોનમાં એક્ટિવ છે કે નહીં. જો તમે સિમ કાઢી નાખશો, તો એપ તરત જ ‘ડી-એક્ટિવેટ’ થઈ જશે.

- Advertisement -

કયા સંજોગોમાં તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે?

આ નવા કાયદાની અમલીકરણની 90 દિવસની મુદત 28 ફેબ્રુઆરીએ પૂરી થઈ ગઈ છે. હવે નીચે મુજબની સ્થિતિમાં તમારું એકાઉન્ટ જોખમમાં મુકાઈ શકે છે:

  1. સિમ કાર્ડ કાઢી નાખવું: જો તમે પ્રાયમરી સિમ કાર્ડ ફોનમાંથી કાઢી લો છો અને ફોન માત્ર વાઈ-ફાઈ પર ચલાવો છો, તો થોડા સમયમાં તમારું મેસેજિંગ એકાઉન્ટ લોક થઈ જશે.

  2. સિમ બદલવું: જો તમે એક સ્લોટમાંથી સિમ કાઢીને બીજા સ્લોટમાં નાખો છો અથવા બીજું સિમ કાર્ડ વાપરો છો, તો એપ ફરીથી વેરીફિકેશન માંગશે.

  3. સિમ ઇન-એક્ટિવ થવું: જો તમે લાંબા સમય સુધી રિચાર્જ નથી કરાવ્યું અને તમારું સિમ કાર્ડ કંપની દ્વારા બંધ કરવામાં આવ્યું છે, તો તેની સાથે જોડાયેલું વોટ્સએપ કે ટેલિગ્રામ એકાઉન્ટ પણ બંધ થઈ જશે.

સરકારનું માનવું છે કે આ નિયમથી ફેક એકાઉન્ટ્સ દ્વારા થતા સાયબર ફ્રોડ, છેતરપિંડી અને ખોટી અફવાઓ ફેલાવતા તત્વો પર લગામ કસાશે. હવે દરેક એકાઉન્ટ પાછળ એક એક્ટિવ સિમ હોવું જરૂરી હોવાથી ગુનેગારોની ઓળખ કરવી સરળ બનશે.

Fake Trading Apps

- Advertisement -

યુઝર્સે શું સાવચેતી રાખવી જોઈએ?

સામાન્ય યુઝર્સે ગભરાવાની જરૂર નથી, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું હિતાવહ છે. જો તમે તમારો ફોન બદલો છો અથવા નવું સિમ કાર્ડ લો છો, તો જૂના એકાઉન્ટનો ડેટા બેકઅપ લઈને નવા સિમ સાથે તેને લિંક કરવાની પ્રક્રિયા તરત જ પૂરી કરી લેવી જોઈએ. ખાસ કરીને જે લોકો બે ફોન વાપરે છે અને એકાઉન્ટ બીજા ફોનના નંબર પર ચલાવે છે, તેમણે હવે તે સિમ કાર્ડ એ જ મોબાઈલમાં રાખવું પડશે જેમાં એપ ઇન્સ્ટોલ કરેલી છે.

આ ડિજિટલ યુગમાં સુરક્ષા અને સુવિધા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. સિમ-બાઈન્ડિંગ નિયમ ભલે થોડો કડક લાગે, પણ તે આપણા ઓનલાઈન એકાઉન્ટ્સને હેકિંગ અને દુરુપયોગથી બચાવવા માટે એક મજબૂત કવચ સાબિત થશે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.