કચ્છમાં ખનિજ માફિયાઓ પર ફ્લાઇંગ સ્ક્વોર્ડનો ‘સર્જિકલ સ્ટ્રાઈક’: 84.5 લાખનો મુદ્દામાલ જપ્ત!
કચ્છ ફ્લાઇંગ સ્ક્વોર્ડની તપાસ ટીમ દ્વારા આકસ્મિક તપાસ દરમ્યાન મુન્દ્રા તાલુકાના બોરાણા સિમ વિસ્તાર ખાતેથી સાદી રેતી ખનિજનું ગેરકાયદે ખનન કરતાં બે ડમ્પર અને બે લોડર મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા.

હાલ આ તમામ વાહનોને સિઝ કરી મુંદ્રા પોલિસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. જેની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉપરાંત ગઈ કાલે અંજાર વિસ્તારમાંથી સિલિકા ખનિજ જથ્થાનું રોયલ્ટી પાસ વગર વહન કરતાં એક ડમ્પર પકડી લેવાયો હતો. આ ડમ્પરને સિઝ કરી VNS લિઝ, અંજાર ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવયો છે. કચ્છની ફ્લાઇંગ સ્ક્વોર્ડની તપાસટીમ દ્વારા કુલ ૮૪.૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
