હાર્દિક પંડ્યા તોડશે રાહુલનો રેકોર્ડ: T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં મેળવશે મોટી સિદ્ધિ

2 Min Read

IND vs ENG: હાર્દિક પંડ્યા ઇતિહાસ રચવાથી માત્ર 23 રન દૂર, કેએલ રાહુલને પછાડી હાંસલ કરશે મોટું સ્થાન

T20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જંગ જામવાનો છે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે એક મોટી વ્યક્તિગત સિદ્ધિ હાંસલ કરવાની સુવર્ણ તક છે. હાર્દિક આ મેચમાં થોડા રન બનાવતાની સાથે જ ભારતના દિગ્ગજ બેટ્સમેનોની યાદીમાં ઉપર આવી જશે.

har.jpg

- Advertisement -

કેએલ રાહુલનો રેકોર્ડ જોખમમાં

હાર્દિક પંડ્યા અત્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં પાંચમા ક્રમે છે. ઇંગ્લેન્ડ સામેની આ મહત્વની મેચમાં જો હાર્દિક 23 રન બનાવી લે છે, તો તે કેએલ રાહુલને પાછળ છોડી દેશે. રાહુલના નામે 72 મેચમાં 2265 રન છે, જ્યારે હાર્દિક અત્યારે 2243 રન પર છે. આ 23 રન પૂરા કરતાની સાથે જ હાર્દિક ભારત માટે સૌથી વધુ T20I રન બનાવનારો ચોથો ખેલાડી બની જશે.

અદ્ભુત ઓલરાઉન્ડર: 2000 રન અને 100 વિકેટનો રેકોર્ડ

હાર્દિક પંડ્યા ભારતનો એકમાત્ર એવો ઓલરાઉન્ડર છે જેણે T20I ક્રિકેટમાં 2000 થી વધુ રન બનાવવાની સાથે 111 વિકેટ પણ ઝડપી છે. તેની નજર હવે એક એવા વર્લ્ડ રેકોર્ડ પર છે જે અત્યાર સુધી કોઈ ખેલાડી કરી શક્યું નથી તે છે 2500 રન અને 150 વિકેટનો આંકડો. આગામી સમયમાં હાર્દિક આ પરાક્રમ કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બની શકે છે. હાલમાં તે 2500 રનના આંકડાથી માત્ર 257 રન દૂર છે.

- Advertisement -

hardik.jpg

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ટોચના ભારતીય બેટ્સમેનો

ભારત માટે T20 ફોર્મેટમાં રન બનાવવાની બાબતમાં રોહિત શર્મા હજુ પણ દુનિયામાં નંબર વન છે. જુઓ ટોપ-5 ની યાદી:

ખેલાડીનું નામ રન
રોહિત શર્મા 4231
વિરાટ કોહલી 4188
સૂર્યકુમાર યાદવ 3261
કેએલ રાહુલ 2265
હાર્દિક પંડ્યા 2243

Share This Article