ODI World Cup 2027: વર્લ્ડ કપ જીતવા ટીમ ઈન્ડિયાનો માસ્ટર પ્લાન, આ ખેલાડી હવે T20 નહીં રમે

3 Min Read

ODI વર્લ્ડ કપ 2027: ટીમ ઈન્ડિયાનો આ દિગ્ગજ ખેલાડી હવે T20I નહીં રમે, વનડે વિશ્વ કપ માટે અત્યારથી જ શરૂ કરી તૈયારીઓ

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 માં ભારતની ભવ્ય જીત બાદ હવે ક્રિકેટ જગતની નજર આગામી મોટા ટાર્ગેટ એટલે કે ‘વનડે વર્લ્ડ કપ 2027’ પર ટકેલી છે. ભારતીય ટીમ અત્યારથી જ આ મેગા ટૂર્નામેન્ટની તૈયારીઓમાં લાગી ગઈ છે. આ કવાયતના ભાગરૂપે ટીમ ઇન્ડિયાના મુખ્ય હથિયાર ગણાતા જસપ્રીત બુમરાહને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, હવે બુમરાહ ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં ભાગ લેવાને બદલે પોતાનું સંપૂર્ણ ધ્યાન વનડે અને ટેસ્ટ ક્રિકેટ પર કેન્દ્રિત કરશે.

int.jpg

- Advertisement -

વર્કલોડ મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન

જસપ્રીત બુમરાહ ભારતનો સૌથી કિંમતી ફાસ્ટ બોલર છે અને તેની ફિટનેસ જાળવી રાખવી બીસીસીઆઈ (BCCI) માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. ત્રણેય ફોર્મેટમાં રમવાને કારણે ખેલાડીઓ પર વધતા કામના ભારને જોતા, બુમરાહના વર્કલોડનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. હવે તે ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં ભાગ્યે જ જોવા મળશે, જેથી તે ટેસ્ટ અને વનડે વર્લ્ડ કપ માટે ફિટ રહી શકે.

2023 ફાઈનલ બાદ એક પણ વનડે રમ્યા નથી બુમરાહ

તમને જાણીને નવાઈ લાગશે કે 2023ના વનડે વર્લ્ડ કપની ફાઈનલ બાદ બુમરાહે અત્યાર સુધી એક પણ વનડે મેચ રમી નથી. છેલ્લા કેટલાક સમયમાં તેણે 21 ટેસ્ટ અને 21 ટી20 ઇન્ટરનેશનલ એમ કુલ 42 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, પરંતુ 50 ઓવરના ફોર્મેટથી તે દૂર રહ્યો હતો. હવે જ્યારે આગામી વર્ષે વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે ભારત પાસે વનડે માટે બોલરોનો બહુ મોટો પૂલ નથી. આ સ્થિતિમાં બુમરાહની હાજરી અનિવાર્ય બની જાય છે.

- Advertisement -

રોહિત-વિરાટ સાથે ફરી મેદાનમાં જોવા મળશે

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે તેઓ માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં જ રમી રહ્યા છે. હવે બુમરાહ પણ આ યાદીમાં જોડાશે. માર્ચના અંતથી મે મહિના સુધી આઈપીએલ (IPL 2026) માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યા બાદ, જૂન મહિનાથી જ્યારે ટીમ ઈન્ડિયા ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે, ત્યારે રોહિત, વિરાટ અને બુમરાહ ફરી એકસાથે વનડે મેદાન પર જોવા મળી શકે છે.

in.jpg

આઈપીએલ બાદ નક્કી થશે નવી વ્યૂહરચના

બીસીસીઆઈ આગામી આઈપીએલ સીઝન બાદ ભારતીય ટીમનું ભવિષ્યનું માળખું તૈયાર કરશે. કયો ખેલાડી કયા ફોર્મેટમાં રમશે તેની સ્પષ્ટતા તે સમયે કરવામાં આવશે. એશિયન ગેમ્સ જેવી ટુર્નામેન્ટમાં પણ બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટનો હેતુ સ્પષ્ટ છે: ‘મિશન 2027’ માટે ભારતના શ્રેષ્ઠ બોલરોને ફ્રેશ અને ઇન્જરી-ફ્રી રાખવા.

- Advertisement -
TAGGED:
Share This Article