જસપ્રિત બુમરાહનો મોટો નિર્ણય: 2027 વર્લ્ડ કપ માટે T20I કરિયર પર લાગી શકે છે બ્રેક!

3 Min Read

જસપ્રીત બુમરાહ હવે T20I ને બદલે વનડે પર આપશે ધ્યાન, BCCI એ તૈયાર કર્યો ખાસ ‘વર્કલોડ પ્લાન’

ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ હવે પોતાની કારકિર્દીના એક નવા અને મહત્વના વળાંક પર છે. તાજેતરમાં પોતાનો બીજો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ, બુમરાહનું આગામી લક્ષ્ય દક્ષિણ આફ્રિકામાં યોજાનાર 2027 વનડે વર્લ્ડ કપ છે. આ મોટા લક્ષ્યને હાંસલ કરવા માટે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બુમરાહ સંયુક્ત રીતે તેના કાર્યભાર (Workload) ને મેનેજ કરવા માટે વ્યૂહરચના બદલી રહ્યા છે.

વનડે અને ટેસ્ટ ક્રિકેટને મળશે પ્રાથમિકતા

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI) ના અહેવાલ મુજબ, આગામી 18 મહિનામાં બુમરાહ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઓછો જોવા મળશે. તેનું મુખ્ય ફોકસ રેડ-બોલ ક્રિકેટ (ટેસ્ટ) અને વનડે ફોર્મેટ પર રહેશે. ખાસ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ અને 2027 ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બુમરાહને T20I માંથી આરામ આપવામાં આવશે.

- Advertisement -

 bumrah.jpg

BCCI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, “બુમરાહની ફિટનેસ ભારતની કોઈપણ વૈશ્વિક ટુર્નામેન્ટ માટે કરોડરજ્જુ સમાન છે. ટેસ્ટ ક્રિકેટ તો તે રમશે જ, પરંતુ હવે આગામી વનડે વર્લ્ડ કપ સાયકલ હેઠળ તે વનડે મેચો પર વધુ ધ્યાન આપશે. આ સાયકલ દરમિયાન લગભગ 30-35 વનડે મેચો રમાશે અને બોર્ડ બુમરાહની બાબતમાં કોઈ જોખમ લેવા માંગતું નથી.”

- Advertisement -

ઈજાનો ઈતિહાસ અને સાવચેતી

બુમરાહની પીઠની ઈજાનો ઈતિહાસ જોતા આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે. ભૂતકાળમાં તે 2022 નો T20 વર્લ્ડ કપ અને ગત વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટ ગુમાવી ચૂક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂરા કરવા છતાં, બુમરાહ હજુ સુધી વનડે વર્લ્ડ કપ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી શક્યો નથી. આથી, તેની પાસે રહેલી ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે તેને બચાવી રાખવો જરૂરી છે.

ભવિષ્યનો રોડમેપ: ગંભીર, લક્ષ્મણ અને ગિલની ભૂમિકા

IPL 2026 પછી ભારતીય ક્રિકેટનો સંપૂર્ણ નકશો બદલાશે. હેડ કોચ ગૌતમ ગંભીર, NCA હેડ વીવીએસ લક્ષ્મણ અને ટેસ્ટ/વનડે કેપ્ટન શુભમન ગિલ આગામી દોઢ વર્ષ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહ્યા છે. ભારતનું વનડે શિડ્યુલ હવે વધુ વ્યસ્ત થવા જઈ રહ્યું છે. જોકે ભારત એશિયન ગેમ્સ અને અન્ય ટી20 સીરીઝ રમશે, પરંતુ બુમરાહ તેમાં ભાગ લે તેવી શક્યતા નહિવત છે.

bumrah1.jpg

- Advertisement -

IPL બાદ શરૂ થશે નવો અભિગમ

હાલમાં બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL રમે તેવી અપેક્ષા છે, જ્યાં તેણે ઓછામાં ઓછી 14 મેચો રમવી પડશે. આ સીઝન પૂરી થયા પછી તરત જ બુમરાહનું ‘વર્કલોડ મેનેજમેન્ટ’ સક્રિય થઈ જશે. રિપોર્ટ્સ એમ પણ જણાવે છે કે બુમરાહ 2028 ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં રમવા માટે પણ ઉત્સુક છે, પરંતુ હાલમાં તેનું તાત્કાલિક લક્ષ્ય માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતને ચેમ્પિયન બનાવવાનું છે.

Share This Article