મહિલા T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જંગ, 217 મેચનો અનુભવ ધરાવતી ખેલાડીને સોંપાઈ કમાન

3 Min Read

વુમન્સ ટી20 વર્લ્ડ કપ પહેલા વેસ્ટ ઈન્ડિઝ ટીમની જાહેરાત: 217 મેચનો અનુભવ ધરાવતી ખેલાડી સંભાળશે સુકાન

આગામી જૂન મહિનામાં ઈંગ્લેન્ડની યજમાનીમાં રમાનારા આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માટે તમામ ટીમોએ કમર કસી લીધી છે. આ મેગા ઈવેન્ટ પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 શ્રેણી રમાશે. આ મહત્વની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે શક્તિશાળી ટીમની જાહેરાત કરી દીધી છે. ઓક્ટોબર 2023 પછી આ પ્રથમ વખત હશે જ્યારે કેરેબિયન ટીમ મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કરશે.

હેલી મેથ્યુઝના હાથમાં ટીમની કમાન

તાજેતરમાં શ્રીલંકા સામેની શ્રેણીમાં 2-0થી પરાજયનો સામનો કરવા છતાં, વેસ્ટ ઈન્ડિઝના પસંદગીકારોએ વર્તમાન ટીમ પર વિશ્વાસ જાળવી રાખ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાનારી શ્રેણી માટે ટીમમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. ટીમના સુકાની તરીકે ફરી એકવાર અનુભવી ઓલરાઉન્ડર હેલી મેથ્યુઝની પસંદગી કરવામાં આવી છે. મેથ્યુઝ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહોળો અનુભવ છે; તેણે અત્યાર સુધી 102 વનડે અને 115 ટી20 મેચો સહિત કુલ 217 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે.

- Advertisement -

west.jpg

અનુભવ અને યુવા પ્રતિભાનું સંગમ

વેસ્ટ ઈન્ડિઝની આ ટીમમાં અનુભવી ખેલાડીઓ અને ઉભરતા સ્ટાર્સનું શાનદાર મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટીમમાં સ્ટેફની ટેલર, શેમેન કેમ્પબેલ અને ડાએન્ડ્રા ડોટિન જેવી દિગ્ગજ ખેલાડીઓ છે, જે ગમે તેવી પરિસ્થિતિમાં મેચ પલટવાની ક્ષમતા ધરાવે છે. આ સાથે જ પસંદગીકારોએ એબોની બ્રેથવેટ અને જહઝારા ક્લેક્સટન જેવી યુવા ખેલાડીઓને પણ તક આપી છે, જેથી વર્લ્ડ કપ પહેલા ટીમને મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ મળી શકે.

- Advertisement -

શ્રેણીનું શેડ્યૂલ અને તૈયારીઓ

બંને ટીમો વચ્ચે ટી20 શ્રેણીનો પ્રારંભ 19 માર્ચથી થશે. ત્યારબાદ 21 અને 23 માર્ચના રોજ બાકીની બે મેચો રમાશે. આ તમામ મેચો કિંગ્સ્ટનના આર્નોસ વેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનાર છે. ટી20 શ્રેણી પૂર્ણ થયા બાદ ત્રણ વનડે મેચોની શ્રેણી પણ રમાશે. નોંધનીય છે કે, આ પ્રવાસમાં એક ટેસ્ટ મેચ પણ યોજાવાની હતી, પરંતુ વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને યજમાન ટીમે વ્હાઇટ બોલ ક્રિકેટ (T20 અને ODI) ને પ્રાથમિકતા આપતા ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લીધો છે.

aus.jpg

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝનું સ્ક્વોડ:

હેલી મેથ્યુઝ (કેપ્ટન), ચિનેલે હેનરી, આલિયા એલેને, એબોની બ્રેથવેટ, શેમેન કેમ્પબેલ, જહઝારા ક્લેક્સટન, ડાએન્ડ્રા ડોટિન, અફી ફ્લેચર, જેનિલિયા ગ્લાસગો, શૌનીશા હેક્ટર, ઝૈદા જેમ્સ, કિયાના જોસેફ, મેન્ડી મંગરુ, કરિશ્મા રામહરૈક, સ્ટેફની ટેલર.

- Advertisement -
Share This Article