ICC પ્લેયર ઓફ ધ મન્થ માટે જબરદસ્ત ટક્કર: પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને અમેરિકાના ખેલાડીઓ વચ્ચે જંગ

3 Min Read

ICCની મોટી જાહેરાત: ‘પ્લેયર ઓફ ધ મંથ’ માટે પાકિસ્તાની, અંગ્રેજ અને યુએસએના ખેલાડીઓ વચ્ચે જંગ

ICC દ્વારા ફેબ્રુઆરી મહિના માટે ‘પ્લેયર ઓફ ધ મંથ’ના નોમિનેશન જાહેર કરવામાં આવ્યા છે. ટી20 વર્લ્ડ કપ 2026ના શાનદાર પ્રદર્શન બાદ આ વખતે યાદીમાં ત્રણ એવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે જેમણે મેદાન પર પોતાની ખાસ ઓળખ બનાવી છે. આ રેસમાં પાકિસ્તાનનો ઓપનર, ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર અને યુએસએનો ફાસ્ટ બોલર સામેલ છે. વિજેતાનું નામ ચાહકોના વોટ અને નિષ્ણાતોની પેનલ બાદ જાહેર કરવામાં આવશે.

સાહિબઝાદા ફરહાન: કોહલીનો રેકોર્ડ તોડીને બન્યો દાવેદાર

પાકિસ્તાની ટીમ ભલે ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલ સુધી ન પહોંચી શકી હોય, પરંતુ તેમના ઓપનર સાહિબઝાદા ફરહાન માટે આ ટૂર્નામેન્ટ ઐતિહાસિક રહી છે. ફરહાને આ વર્લ્ડ કપમાં કુલ 383 રન બનાવીને વિરાટ કોહલીના 2014ના વર્લ્ડ કપના 319 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેણે આ એડિશનમાં નામિબિયા અને શ્રીલંકા સામે સદી ફટકારી હતી. એક જ વર્લ્ડ કપમાં બે સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે, જેના કારણે તે આ એવોર્ડ માટે પ્રબળ દાવેદાર છે.

- Advertisement -

sah.jpg

વિલ જેક્સ: ઈંગ્લેન્ડનો મેચ-વિનર ઓલરાઉન્ડર

ઈંગ્લેન્ડને સેમીફાઈનલ સુધી પહોંચાડવામાં વિલ જેક્સનું યોગદાન અતુલનીય રહ્યું છે. જેક્સે બેટ અને બોલ બંને વડે તરખાટ મચાવ્યો હતો. તેણે આ ગાળામાં 194 રન બનાવવાની સાથે 11 વિકેટ પણ ઝડપી હતી. આ વર્લ્ડ કપ દરમિયાન તેને ચાર વખત ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ મળ્યો હતો, જે એક નવો રેકોર્ડ છે. તેની આ ઓલરાઉન્ડ ક્ષમતા તેને આ યાદીમાં મજબૂત સ્થાન અપાવે છે.

- Advertisement -

શેડલી વેન શાલ્કવિક: યુએસએનો આક્રમક બોલર

યુએસએના ડાબા હાથના ફાસ્ટ બોલર શેડલી વેન શાલ્કવિક આ વખતે આશ્ચર્યજનક પેકેજ સાબિત થયો છે. તેણે વર્લ્ડ કપ દરમિયાન પોતાની બોલિંગથી દિગ્ગજ બેટ્સમેનોને હંફાવ્યા હતા. શાલ્કવિકે ટૂર્નામેન્ટમાં કુલ 13 વિકેટ ઝડપી હતી. ખાસ કરીને ભારત સામેની પ્રથમ મેચમાં ચાર વિકેટ અને ત્યારબાદ બીજી મેચમાં પણ ચાર વિકેટ લઈને તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. એસોસિએટ નેશનના ખેલાડી તરીકે આ યાદીમાં સ્થાન મેળવવું તેના માટે મોટી સિદ્ધિ છે.

eng.jpg

કોણ જીતશે એવોર્ડ?

હવે જોવાનું એ રહેશે કે સાહિબઝાદા ફરહાનની બેટિંગ, વિલ જેક્સનું ઓલરાઉન્ડ પ્રદર્શન કે શાલ્કવિકની ધારદાર બોલિંગ – આ ત્રણમાંથી કયો ખેલાડી ICC પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ પોતાના નામે કરે છે.

- Advertisement -
TAGGED:
Share This Article