કાવ્યા મારન અને લલિત મોદી વચ્ચે શું વાતચીત થશે? પાકિસ્તાની બોલર અબરાર અહેમદના મામલે લલિત મોદી મેદાનમાં ઉતર્યા

3 Min Read

‘મને કોલ કરો’: અબરાર અહમદ વિવાદમાં લલિત મોદીની એન્ટ્રી, કાવ્યા મારન પર સાધ્યું નિશાન

ક્રિકેટ જગતમાં પાકિસ્તાની ખેલાડી અબરાર અહમદની પસંદગીને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ વિવાદમાં હવે IPLના પૂર્વ ચેરમેન લલિત મોદી કૂદી પડ્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીની સહ-માલિક કાવ્યા મારનને સીધી સલાહ આપી છે અને આ સમગ્ર મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

શું છે સમગ્ર વિવાદ?

તાજેતરમાં ઇંગ્લેન્ડમાં રમાનારી ‘ધ હન્ડ્રેડ 2026’ ટુર્નામેન્ટની હરાજી યોજાઈ હતી. જેમાં ભારતીય માલિકીની ફ્રેન્ચાઇઝી ‘સનરાઇઝર્સ લીડ્સ’ (જે સન ટીવી નેટવર્કની માલિકીની છે) એ પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર અબરાર અહમદને £190,000 (આશરે ₹2.34 કરોડ) માં સાઈન કર્યો હતો. આ નિર્ણય બાદ ભારતીય ક્રિકેટ ચાહકો અને પૂર્વ ક્રિકેટરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમયથી ભારતીય લીગમાં પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ છે.

- Advertisement -

 lalit.jpg

લલિત મોદીની આકરી પ્રતિક્રિયા: “મને કોલ કરો”

લલિત મોદીએ સોશિયલ મીડિયા પર આ વિવાદ સાથે જોડાયેલો એક વીડિયો શેર કરતા કાવ્યા મારનને સંબોધીને લખ્યું હતું કે:

- Advertisement -

“જ્યારે ચાહકો પહેલેથી જ નારાજ છે, ત્યારે એક પાકિસ્તાની ખેલાડી પર ₹2.34 કરોડનું રોકાણ કરવું? મને ‘ઓપ્ટિક્સ’ (જાહેર અભિપ્રાય) સંભાળવા અને મોટા સામ્રાજ્ય બનાવવા વિશે થોડી ઘણી જાણકારી છે. મને કોલ કરો.”

લલિત મોદીનું માનવું છે કે ભારતીય ફ્રેન્ચાઇઝી હોવાને નાતે ચાહકોની લાગણીઓનું ધ્યાન રાખવું જરૂરી હતું અને આ પ્રકારનો નિર્ણય બ્રાન્ડની છબીને નુકસાન પહોંચાડી શકે છે.

સુનિલ ગાવસ્કરે પણ કર્યા આકરા પ્રહારો

માત્ર લલિત મોદી જ નહીં, પરંતુ ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ આ પગલાની કડી ટીકા કરી છે. ગાવસ્કરે પોતાના કોલમમાં લખ્યું કે, પાકિસ્તાની ખેલાડીઓને અપાતી ફી પરોક્ષ રીતે ભારતીય સૈનિકો અને નાગરિકોના જીવ લેનારા તત્વોને મદદરૂપ થઈ શકે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ભલે તે વિદેશી સબસિડિયરી કંપની હોય, પણ જો માલિક ભારતીય હોય તો તેમણે જવાબદારી સમજવી જોઈએ.

kavya.jpg

- Advertisement -

ફ્રેન્ચાઇઝી માટે મુશ્કેલ સ્થિતિ

બીજી તરફ, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ પહેલેથી જ ચેતવણી આપી હતી કે ખેલાડીઓની પસંદગીમાં રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ‘ધ હન્ડ્રેડ’ માં આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ IPL સાથે જોડાયેલી ફ્રેન્ચાઇઝીએ પાકિસ્તાની ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો હોય.

TAGGED:
Share This Article