શું રિયાન પરાગ સાબિત થશે યોગ્ય કેપ્ટન? શ્રીકાંતે ઉઠાવ્યા ગંભીર સવાલો

2 Min Read

‘રિયાન પરાગને રાજાની જેમ રાખવામાં આવે છે’ – RR ના નવા કેપ્ટન પર ભડક્યા કે. શ્રીકાંત

આઈપીએલ 2026 પહેલા રાજસ્થાન રોયલ્સની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજ ખેલાડીના આગમન અને સંજુ સેમસનની વિદાય બાદ ટીમે યુવા રિયાન પરાગને સુકાની પદ સોંપ્યું છે. જોકે, પૂર્વ ભારતીય કેપ્ટન કે. શ્રીકાંત આ નિર્ણયથી જરાય ખુશ નથી અને તેમણે ફ્રેન્ચાઈઝીના અભિગમ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

પરાગની કેપ્ટનશીપ પર શ્રીકાંતનો આક્રોશ

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા શ્રીકાંતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રિયાન પરાગને ટીમમાં જરૂર કરતા વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, “રિયાન પરાગને ત્યાં એક રાજાની જેમ ટ્રીટ કરવામાં આવી રહ્યો છે. તે કેવી રીતે કેપ્ટન બન્યો તે સૌ કોઈ જાણે છે. આ ફ્રેન્ચાઈઝીનો પોતાનો નિર્ણય હોઈ શકે છે, પરંતુ જ્યારે ટીમમાં વધુ અનુભવી ખેલાડીઓ હાજર હોય, ત્યારે પરાગને કેપ્ટન બનાવવો તે ખરેખર આશ્ચર્યજનક છે.”

- Advertisement -

ryan.jpg

શ્રીકાંતે પરાગના અસ્થિર પ્રદર્શન તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે ઉમેર્યું કે ગત સીઝન પરાગ માટે સારી રહી ન હતી, તેમ છતાં તેને આટલી મોટી જવાબદારી સોંપવી તે સમજાતું નથી.

- Advertisement -

રાજસ્થાન રોયલ્સની તાકાત અને નબળાઈ

ટીમના પ્રદર્શન વિશે વાત કરતા શ્રીકાંતે જણાવ્યું હતું કે રાજસ્થાન પાસે એક મજબૂત સ્ક્વોડ છે, પરંતુ તેમાં સ્થિરતાનો અભાવ છે. તેમના મતે, યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીની ઓપનિંગ જોડી આ ટીમનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. જો આ જોડી ચાલે તો તે એકલે હાથે મેચ જીતાડી શકે છે.

ryan1.jpg

શું રાજસ્થાન ચેમ્પિયન બની શકશે?

શ્રીકાંતે રાજસ્થાન રોયલ્સના ભવિષ્ય અંગે નકારાત્મક આગાહી કરતા કહ્યું કે, “રાજસ્થાન એક સારી ટીમ છે પણ ખતરનાક નથી. મને નથી લાગતું કે તેઓ ચેમ્પિયનશિપ જીતી શકશે. પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે પણ તેમના ચાન્સ માત્ર 50-50 ટકા જ છે.” તેમના મતે ટીમ ગમે ત્યારે ઉલટફેર કરી શકે છે, પરંતુ તે પોતાની જાતે જ મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી ટીમ પણ છે

- Advertisement -
TAGGED:
Share This Article