IPL 2026: ઈજાના ગ્રહણે બગાડી ટીમોની રમત, ટુર્નામેન્ટ પહેલા જોઈ લો તમામ 10 ટીમોના અપડેટેડ સ્ક્વોડ
ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનું રણશિંગુ 28 માર્ચથી ફૂંકાવા જઈ રહ્યું છે. જોકે, મેદાન પર પ્રથમ બોલ ફેંકાય તે પહેલા જ ઘણી ફ્રેન્ચાઇઝીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હરાજી બાદ તૈયાર કરવામાં આવેલી ટીમોમાં ઈજા અને અંગત કારણોસર મોટા ફેરફારો જોવા મળ્યા છે.
ઇજા બની ફ્રેન્ચાઇઝીઓ માટે માથાનો દુખાવો
IPL 2026 ના પ્રારંભ પહેલા જ ઘણા સ્ટાર ખેલાડીઓ આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે, તો કેટલાક ખેલાડીઓ શરૂઆતની મેચો ગુમાવશે. આ વખતે સૌથી વધુ ફટકો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને પડ્યો છે, જેના બે મહત્વના ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ ઉપરાંત, શ્રીલંકન પેસર મથિશા પથિરાના પણ શરૂઆતની કેટલીક મેચોમાં ઉપલબ્ધ રહેશે નહીં.
CSK, RCB અને DC ની ચિંતામાં વધારો
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે નાથન એલિસ ઈજાના કારણે બહાર થઈ ગયા છે, તેમની જગ્યાએ સ્પેન્સર જોહ્ન્સનને ટીમમાં સામેલ કરાયા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના જોશ હેઝલવુડ શરૂઆતની મેચોમાં ગેરહાજર રહેશે, જ્યારે ઝડપી બોલર યશ દયાલ આખી સીઝનમાંથી બહાર થઈ ગયા છે.
દિલ્હી કેપિટલ્સ (DC) ની વાત કરીએ તો મિશેલ સ્ટાર્કની ઉપલબ્ધતા અંગે હજુ સસ્પેન્સ છે, જ્યારે ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટનું નામ પાછું ખેંચવું ટીમ માટે ચિંતાનો વિષય છે.
કેપ્ટનોની ઈજા અને નવા રિપ્લેસમેન્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ના નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ઈજાના કારણે શરૂઆતની મેચો રમી શકશે નહીં. જેક એડવર્ડ્સના સ્થાને ડેવિડ પેનને ટીમમાં લેવામાં આવ્યા છે. રાજસ્થાન રોયલ્સ (RR) ના સેમ કરન ગ્રોઈન ઈન્જરીના કારણે બહાર થતા દાસુન શનાકાને રિપ્લેસમેન્ટ તરીકે તક મળી છે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના જોશ ઈંગ્લિસે અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
IPL 2026: તમામ 10 ટીમોના અપડેટેડ સ્ક્વોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની, સંજુ સેમસન, ડેવાલ્ડ બ્રેવિસ, આયુષ મ્હાત્રે, કાર્તિક શર્મા, સરફરાઝ ખાન, ઉર્વિલ પટેલ, અંશુલ કંબોજ, જેમી ઓવરટન, રામકૃષ્ણ ઘોષ, પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, અમન ખાન, જેક ફોલ્ક્સ, શિવમ દુબે, ખલીલ અહેમદ, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, સ્પેન્સર જોહ્ન્સન, શ્રેયસ ગોપાલ, ગુરજાપનીત સિંહ, અકીલ હુસૈન, મેટ હેનરી, રાહુલ ચાહર.
દિલ્હી કેપિટલ્સ (DC)
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, કરુણ નાયર, ડેવિડ મિલર, પથુમ નિસાંકા, સાહિલ પારખ, પૃથ્વી શો, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપ્રાજ નિગમ, અજય મંડલ, ત્રિપુરાના વિજય, માધવ તિવારી, આકિબ ડાર, નીતીશ રાણા, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, દુષ્મંત ચમીરા, લુંગી એનગિડી, કાયલ જેમીસન, કુલદીપ યાદવ.
ગુજરાત ટાઇટન્સ (GT)
શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, ટોમ બેન્ટન, ગ્લેન ફિલિપ્સ, નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ અરશદ ખાન, સાઈ કિશોર, જયંત યાદવ, જેસન હોલ્ડર, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, માનવ સુથાર, ગુરનૂર સિંહ બ્રાર, ઈશાંત શર્મા, અશોક શર્મા, કુલવંત ખેજરોલિયા, લ્યુક વુડ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
અજિંક્ય રહાણે (કેપ્ટન), રિંકુ સિંહ, અંગકૃષ રઘુવંશી, મનીષ પાંડે, કેમેરોન ગ્રીન, ફિન એલન, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી, ટિમ સીફર્ટ, રોવમેન પોવેલ, અનુકૂલ રોય, સાર્થક રંજન, દક્ષ કામરા, રચિન રવીન્દ્ર, રમનદીપ સિંહ, બ્લેસિંગ મુઝરબાની, વૈભવ અરોરા, મથિશા પથિરાના, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, સૌરભ દુબે, નવદીપ સૈની, ઉમરાન મલિક, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી.
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, રોબિન મિંજ, શરફેન રધરફોર્ડ, રિયાન રિકલટન, ક્વિન્ટન ડી કોક, દાનિશ માલેવાર, તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટનર, રાજ અંગદ બાવા, અથર્વ અંકોલેકર, મયંક રાવત, કોર્બિન બોશ, વિલ જેક્સ, શાર્દુલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કન્ડે, દીપક ચાહર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, મોહમ્મદ ઇઝહાર, એએમ ગઝનફર, જસપ્રીત બુમરાહ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
રજત પાટીદાર (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, જીતેશ શર્મા, જોર્ડન કોક્સ, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, જેકબ બેથલ, વગેરે.

