પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો: ભારતમાં કોન્ડમની અછત અને ભાવવધારાનું જોખમ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

મોંઘવારીનો માર! તેલ અને ગેસ બાદ હવે ગર્ભનિરોધકના ભાવ આસમાને પહોંચશે, શું છે આ પાછળનું અસલી કારણ?

રશિયા-યુક્રેન બાદ હવે પશ્ચિમ એશિયા (West Asia) માં વધતા જતા તણાવની સીધી અસર ભારતીય બજારો પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ઉછાળા બાદ હવે દેશમાં કોન્ડમ (Condoms) ની અછત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાને કારણે આગામી દિવસોમાં ગર્ભનિરોધકના ભાવમાં ૪૦% થી ૫૦% સુધીનો વધારો થઈ શકે છે.

shoratge .jpg

- Advertisement -

કેમ સર્જાઈ રહી છે આ અછત?

ભારતમાં કોન્ડમ બનાવતી અગ્રણી કંપનીઓ જેવી કે HLL લાઈફકેર, મેનકાઈન્ડ ફાર્મા અને ક્યુપિડ લિમિટેડ હાલમાં કાચા માલની તીવ્ર અછતનો સામનો કરી રહી છે. યુદ્ધના કારણે મુખ્યત્વે બે મહત્વની સામગ્રીઓના સપ્લાય પર અસર પડી છે:

૧. એનહાઇડ્રસ એમોનિયા (Anhydrous Ammonia): કોન્ડમ બનાવવા માટે વપરાતા લેટેક્સ (રબર) ને જામી જતું અટકાવવા માટે એમોનિયા અનિવાર્ય છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ ૮૬% એમોનિયા સાઉદી અરેબિયા, કતાર અને ઓમાન જેવા અખાતી દેશોમાંથી આયાત કરે છે.

- Advertisement -

૨. સિલિકોન ઓઈલ: કોન્ડમમાં લ્યુબ્રિકન્ટ તરીકે વપરાતા સિલિકોન ઓઈલના પુરવઠામાં પણ અવરોધ આવ્યો છે.
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં ચાલી રહેલા સંઘર્ષને કારણે માલવાહક જહાજોની અવરજવર અટકી પડી છે, જેના પરિણામે કાચા માલના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

shortage .jpg

જાહેર આરોગ્ય પર ખતરો

આરોગ્ય નિષ્ણાતો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના નિષ્ણાતોનું માનવું છે કે કોન્ડમના ભાવમાં સામાન્ય વધારો પણ ગંભીર પરિણામો લાવી શકે છે:

- Advertisement -
  • અનિચ્છનીય ગર્ભાવસ્થા: ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં ગર્ભનિરોધકનો વપરાશ ઘટી શકે છે.
  • જાતીય રોગો (STI): સુરક્ષિત સંબંધોના અભાવે એચઆઈવી (HIV) અને અન્ય જાતીય રોગોનું જોખમ વધી શકે છે.
  • કુટુંબ નિયોજન: ભારત સરકારના કુટુંબ નિયોજનના લક્ષ્યાંકોને આનાથી મોટો ફટકો પડી શકે છે.

શું કહે છે કંપનીઓ?

જોકે અગ્રણી બ્રાન્ડ્સે અત્યારે સત્તાવાર રીતે કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધવાને કારણે કંપનીઓ પાસે ભાવ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. જો યુદ્ધ લાંબુ ચાલશે તો બજારમાંથી લોકપ્રિય બ્રાન્ડ્સ ગાયબ થઈ જાય તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.