સાંધાના દુખાવાથી છો છૂટકારો મેળવવો? સ્વામી રામદેવના આ અકસીર ઉપાયો અપનાવો અને હાડકાંને બનાવો વજ્ર જેવા મજબૂત
આજના સમયમાં ખોટી જીવનશૈલી અને પોષણના અભાવે નાની ઉંમરમાં જ લોકો સાંધાના દુખાવા અને હાડકાની નબળાઈનો શિકાર બની રહ્યા છે. સ્વામી રામદેવના જણાવ્યા મુજબ, એક નબળા હાડકાને મજબૂત બનતા ૧૫૦ દિવસ લાગે છે, પરંતુ તેને બગડતા માત્ર ૨૦ દિવસ જ લાગે છે. જો તમે ગઠિયા (Arthritis) કે સાંધાના અસહ્ય દુખાવાથી પરેશાન છો, તો ઓપરેશન કે દવાઓ પહેલા કુદરતી ઉપચાર અને યોગનો આશરો લેવો જોઈએ. યાદ રાખો, જો તમે ૩૫ વર્ષની ઉંમર સુધી હાડકાંનું ધ્યાન રાખશો, તો ઘડપણમાં તમારે લાકડીનો સહારો લેવો નહીં પડે.
હાડકાંની મજબૂતી માટે કસરત અને યોગનું મહત્વ
સ્વામી રામદેવ કહે છે કે હાડકાંને મજબૂત રાખવા માટે તેની ડેન્સિટી (ઘનતા) જળવાવી જરૂરી છે. આ માટે નિયમિત કસરત અને યોગ અનિવાર્ય છે:
- કસરત: સ્કીપિંગ (દોરડા કૂદવા) કરવાથી પેલ્વિક ફ્લોર અને કરોડરજ્જુ મજબૂત બને છે. સીડી ચડવા-ઉતરવાથી ઘૂંટણ, સાથળ અને ઘૂંટીના સ્નાયુઓ શક્તિશાળી બને છે. આ ઉપરાંત પુશ-અપ્સ અને સ્ક્વોટ્સ કરવાથી હાડકાં પર દબાણ આવે છે જે તેને વધુ સખત બનાવે છે.
- યોગાસન: હાડકાંમાં મજબૂતીની સાથે લવચીકતા (Flexibility) હોવી પણ એટલી જ જરૂરી છે. આ માટે તાડાસન, તિર્યક તાડાસન, ઉષ્ટ્રાસન, સેતુબંધાસન અને ચક્રાસન સૌથી શ્રેષ્ઠ છે. અઠવાડિયામાં માત્ર ૫ દિવસ પસેવો પાડવાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ૭૦% સુધી ઘટાડી શકાય છે.
ખાનપાનમાં પરેજી અને સાવધાની
જો તમને સાંધામાં દુખાવો રહેતો હોય, તો માત્ર દવાઓ કામ નહીં કરે, તમારે તમારી ખાણીપીણીમાં પણ ફેરફાર કરવો પડશે:
- શું ન ખાવું: ગઠિયાના દર્દીઓએ ચા, કોફી, ટામેટા અને વધુ પડતી ખાંડ લેવાનું બંધ કરવું જોઈએ. તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ સાંધામાં સોજો વધારે છે, તેથી તેનાથી દૂર રહેવું.
- વજન નિયંત્રણ: વધુ પડતું વજન ઘૂંટણ અને કૂલહાના સાંધા પર દબાણ લાવે છે, જેના કારણે ઘસારો ઝડપથી વધે છે. તેથી વજનને કાબૂમાં રાખવું અત્યંત જરૂરી છે.
- વિટામિન-ડી અને કેલ્શિયમ: દરરોજ સવારના કુમળા તડકામાં બેસવું અને આહારમાં કેલ્શિયમયુક્ત ખોરાક જેમ કે દૂધ, પનીર અને અખરોટનો સમાવેશ કરવો.
સાંધાના દુખાવા માટે ઘરેલું અને આયુર્વેદિક ઉપચાર
સ્વામી રામદેવ કેટલાક એવા અકસીર નુસખા બતાવે છે જે ઘરે બેઠા દુખાવામાં રાહત આપી શકે છે:
- ઘરેલું પીડાંતક તેલ: સરસવ કે તલના તેલમાં અજમો, લસણ, મેથી, સૂંઠ, હળદર, નિર્ગુંડી અને પારિજાતના પાન નાખીને ઉકાળો. આ તેલથી માલિશ કરવાથી સાંધાનો સોજો અને દુખાવો ગાયબ થઈ જાય છે.
- શેક અને માલિશ: ગરમ પાણીમાં સિંધાલૂણ મીઠું નાખીને દુખાવા વાળી જગ્યાએ શેક કરવો અથવા નવશેકા સરસવના તેલની માલિશ કરવી.
- કુદરતી ઉકાળો: ગિલોયનો ઉકાળો, હરસિંગારના ફૂલોનો રસ અથવા હળદર-મેથી-સૂંઠનો પાવડર લેવાથી હાડકાં અંદરથી મજબૂત થાય છે. રાત્રે હળદરવાળું દૂધ પીવું એ હાડકાં માટે અમૃત સમાન છે.
- સફરજનનો સિરકો: નવશેકા પાણીમાં સફરજનનો સિરકો (Apple Cider Vinegar) નાખીને પીવાથી શરીરમાંથી યુરિક એસિડ ઓછું થાય છે, જે સાંધાના દુખાવાનું મુખ્ય કારણ છે.

