“પીળો રંગ જૂનો થયો, હવે ગુલાબી ગમે છે” CSK છોડ્યા બાદ RR તરફ ઈશારો

3 Min Read

‘યલો જૂનું થઈ ગયું, પિંક સરસ લાગે છે’ – CSK છોડ્યા બાદ રવીન્દ્ર જાડેજાનું ભાવુક અને ચોંકાવનારું નિવેદન

આઈપીએલ 2026 (IPL 2026) ની સીઝન શરૂ થતા પહેલા જ ક્રિકેટ જગતમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો હતો, જ્યારે ‘સર’ રવીન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો સાથ છોડીને પોતાની જૂની ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) માં પરત ફર્યા. વર્ષો સુધી મહેન્દ્ર સિંહ ધોનીના માર્ગદર્શન હેઠળ ચેન્નાઈ માટે અનેક મેચો જીતનાર જાડેજા હવે ગુલાબી જર્સીમાં જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ પોતાની જૂની ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યા બાદ જાડેજાએ આપેલા એક નિવેદને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

ચેન્નાઈ સાથે 13 વર્ષનો નાતો અને વિદાયની વેદના

રવીન્દ્ર જાડેજા 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન હિસ્સો રહ્યા છે. આ મુસાફરી દરમિયાન તેમણે CSK ને 2018, 2021 અને 2023 એમ ત્રણ વખત ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપ્યો હતો. જાડેજાએ CSK માટે 150 થી વધુ વિકેટ ઝડપી છે અને 2300 થી વધુ રન બનાવ્યા છે.

- Advertisement -

 jadeja.jpg

પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા જાડેજાએ કહ્યું, “શરૂઆતમાં આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો. મેં મારી કારકિર્દીના 12-13 વર્ષ આ ટીમને આપ્યા છે, તેથી ભાવુક થવું સ્વાભાવિક હતું. પરંતુ મેં આ ફેરફારને રમતની સફરના એક ભાગ તરીકે સ્વીકાર્યો છે.”

- Advertisement -

રાજસ્થાન રોયલ્સમાં વાપસી: ‘ઘર વાપસી’ જેવો અહેસાસ

જાડેજા માટે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાવા પાછળ એક ખાસ કારણ એ પણ છે કે તેમણે પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત અહીંથી જ કરી હતી અને 2008 માં શેન વોર્નની કેપ્ટન્સીમાં પહેલું ટાઈટલ જીત્યું હતું. જાડેજાએ મજાકિયા અંદાજમાં કહ્યું કે, “ગુલાબી રંગ હવે સરસ લાગે છે; પીળો રંગ થોડો જૂનો થઈ ગયો છે.”

તેમણે ઉમેર્યું કે રાજસ્થાનમાં તેમનું ‘શાહી સ્વાગત’ કરવામાં આવ્યું છે. નવા ગ્રુપની એનર્જી અને યુવા ખેલાડીઓ સાથે પોતાનો અનુભવ શેર કરવો તેમને ખૂબ ગમી રહ્યું છે.

ધોની સાથે વાત થઈ કે નહીં?

જ્યારે જાડેજાને પૂછવામાં આવ્યું કે શું તેમણે આટલા મોટા ફેરફાર બાદ પોતાના જૂના કેપ્ટન એમએસ ધોની સાથે વાત કરી હતી? તો તેમણે હસતા હસતા જવાબ આપ્યો, “ના, મેં માહી ભાઈ સાથે વાત નથી કરી. માહી ભાઈ તો અત્યારે પણ પોતાનો ફોન બંધ રાખે છે! જ્યારે પણ હું તેમને મેદાન પર મળીશ, ત્યારે અમે મન ભરીને વાતો કરીશું.”

- Advertisement -

jadeja1.jpg

જૂની ટીમ સામે જ મચાવ્યો કહેર

ટ્રેડ થયા બાદ પહેલીવાર જ્યારે જાડેજા પોતાની જૂની ટીમ ચેન્નાઈ સામે મેદાનમાં ઉતર્યા, ત્યારે તેમણે બતાવ્યું કે કેમ તેઓ દુનિયાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તેમણે પોતાની સ્પિન જાળમાં ફસાવીને શિવમ દુબે અને સરફરાઝ ખાન જેવી મહત્વની વિકેટો ઝડપી હતી. ખાસ કરીને શિવમ દુબેને આઉટ કર્યા બાદ જાડેજાનું જે ‘સેશન’ જોવા મળ્યું, તેણે મેચનો માહોલ ગરમાવી દીધો હતો.

ટ્રેડની પાછળનું ગણિત

તમને જણાવી દઈએ કે આ ટ્રેડ ડીલ ખૂબ જ જટિલ હતી. ચેન્નાઈએ સેમ કરન અને રવીન્દ્ર જાડેજાને રિલીઝ કરીને રાજસ્થાન રોયલ્સમાંથી સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન સંજુ સેમસનને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ ફેરફારથી બંને ટીમોના સમીકરણો બદલાઈ ગયા છે.

TAGGED:
Share This Article