આવતીકાલનું રાશિફળ: ૧ એપ્રિલ, ૨૦૨૬; એપ્રિલના પ્રારંભે આ રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો બુધવારનું ભાગ્યફળ
આવતીકાલે ૧ એપ્રિલ છે, અને જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસ અત્યંત પ્રભાવશાળી રહેવાનો છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે અને આ દિવસે સર્જાયેલા શુભ યોગોને કારણે કેટલીક રાશિઓના અટકેલા કાર્યો પૂર્ણ થશે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ ૧૨ રાશિઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે.
મેષ: આર્થિક મજબૂતી
મેષ રાશિના જાતકો માટે દિવસ દોડધામભર્યો રહેશે, પરંતુ આ મહેનત ફળદાયી રહેશે. એકથી વધુ સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ થવાના યોગ છે.
-
શુભ અંક: ૧ | શુભ રંગ: લાલ
વૃષભ: નવી તકો
તમારી પ્રતિભા ખીલશે અને સમાજમાં માન-સન્માન વધશે. બાકી રહેલા નાણાં પરત મળવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવાર સાથે ખાસ સમય વિતાવશો.
-
શુભ અંક: ૨ | શુભ રંગ: સફેદ
મિથુન : મિલકતના પ્રશ્નો ઉકેલાશે
જો કોઈ જમીન કે મિલકતનો વિવાદ ચાલતો હોય તો તેમાં સફળતા મળશે. મિત્રોનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે.
-
શુભ અંક: ૫ | શુભ રંગ: લીલો
કર્ક : વાણી પર સંયમ રાખવો
જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહી શકે છે. કાર્યક્ષેત્રમાં ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ વાતચીત જરૂરી છે. વાણી પર સંયમ રાખવો હિતાવહ છે.
-
શુભ અંક: ૨ | શુભ રંગ: ક્રીમ
સિંહ : પ્રગતિનો પંથ
કરકિર્દીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે છે. કોઈ મોટો બિઝનેસ સોદો ફાઈનલ થઈ શકે છે જે ભવિષ્યમાં મોટો નફો આપશે.
-
શુભ અંક: ૧ | શુભ રંગ: સોનેરી
કન્યા : ખર્ચ પર કાપ મૂકવો
આવતીકાલે બિનજરૂરી ખર્ચ વધી શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું. કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય રહેશે, સાવધ રહેવું.
-
શુભ અંક: ૩ | શુભ રંગ: લીલો
તુલા : ખુશીઓનું આગમન
સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે દિવસ શ્રેષ્ઠ છે. મહેનતનું યોગ્ય ફળ મળશે અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે.
-
શુભ અંક: ૭ | શુભ રંગ: ગુલાબી
વૃશ્ચિક: કાર્યમાં વ્યસ્તતા
અધૂરા કાર્યો પૂરા કરવામાં દિવસ પસાર થશે. બેદરકારીને કારણે આર્થિક નુકસાન થઈ શકે છે, તેથી દરેક નિર્ણય સમજી-વિચારીને લેવો.
-
શુભ અંક: ૯ | શુભ રંગ: ઘેરો લાલ
ધનુ : માનસિક સંતોષ
આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. જૂની ભૂલો સુધારવાની તક મળશે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.
-
શુભ અંક: ૩ | શુભ રંગ: પીળો
મકર : સામાજિક પ્રતિષ્ઠા
સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી સક્રિયતા વધશે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે, પરંતુ ઘરેલું બાબતોમાં કોઈ બહારની વ્યક્તિની દખલ ન થવા દેવી.
-
શુભ અંક: ૮ | શુભ રંગ: આકાશી વાદળી
કુંભ : આર્થિક નફો
રોકાણ કરેલા નાણાંમાંથી સારો નફો મળવાની શક્યતા છે. નવી નોકરી કે ઈન્ટરવ્યૂમાં સફળતા મળવાના પ્રબળ યોગ છે.
-
શુભ અંક: ૪ | શુભ રંગ: વાદળી
મીન : સાવધાની રાખવી
ઓફિસમાં વિવાદોથી દૂર રહેવું. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. જીવનસાથી સાથે મનદુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું.
-
શુભ અંક: ૩ | શુભ રંગ: સોનેરી પીળો


