મહિલા અનામત: ‘ચાલો આજે ઈતિહાસ રચીયે’ – વોટિંગ પહેલા PM મોદીની વિપક્ષને હૃદયસ્પર્શી અપીલ
ભારતીય લોકશાહીના ઈતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ લખાવા જઈ રહ્યું છે. સંસદમાં ‘નરી શક્તિ વંદન અધિનિયમ’ (મહિલા અનામત બિલ) પર લાંબી ચર્ચા બાદ આજે સાંજે મતદાન થવાનું છે. આ મહત્વપૂર્ણ ક્ષણ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત સંવેદનશીલ પોસ્ટ મૂકીને તમામ રાજકીય પક્ષો અને સાંસદોને પક્ષભક્તિથી ઉપર ઉઠીને દેશની મહિલાઓના હિતમાં નિર્ણય લેવા વિનંતી કરી છે.
રાતભર ચાલી ચર્ચા, હવે નિર્ણયની ઘડી
મહિલા અનામત અને પરિસીમન મુદ્દે ગુરુવારથી સંસદમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. ગઈકાલે રાત્રે ૧ વાગ્યા સુધી ચાલેલી આ ચર્ચામાં સરકાર અને વિપક્ષ વચ્ચે અનેક દલીલો થઈ હતી. વડાપ્રધાન મોદીએ તેમની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે, બિલને લઈને જે કંઈ પણ ભ્રમ કે શંકાઓ હતી, તેનો તર્કબદ્ધ રીતે જવાબ આપવામાં આવ્યો છે. દરેક સભ્યની આશંકાઓનું સમાધાન કરવામાં આવ્યું છે જેથી વોટિંગ સમયે કોઈના મનમાં દ્વિધા ન રહે.
‘ચાર દાયકાની રાજનીતિ હવે બહુ થઈ’
વડાપ્રધાને આકરા શબ્દોમાં કહ્યું કે, “મહિલા અનામતના મુદ્દે છેલ્લા ૪૦ વર્ષોથી દેશમાં ખૂબ રાજનીતિ કરવામાં આવી છે. હવે સમય આવી ગયો છે કે દેશની અડધી વસ્તીને તેમનો હક મળે.” તેમણે ચિંતા વ્યક્ત કરી કે આઝાદીના આટલા દાયકાઓ પછી પણ ભારતની મહિલાઓનું નિર્ણય લેવાની પ્રક્રિયામાં (નિર્ણાયક સ્થાનો પર) આટલું ઓછું પ્રતિનિધિત્વ હોવું એ યોગ્ય નથી. આ સુધારો ભારતની લોકશાહીને વધુ મજબૂત અને સર્વસમાવેશક બનાવશે.
संसद में इस समय नारीशक्ति वंदन अधिनियम में संशोधन पर चर्चा चल रही है। कल रात भी एक बजे तक चर्चा चली है।
जो भ्रम फैलाए गए, उनको दूर करने के लिए तर्कबद्ध जवाब दिया गया है। हर आशंका का समाधान किया गया है। जिन जानकारियों का अभाव था, वो जानकारियां भी हर सदस्य को दी गई हैं। किसी के मन…
— Narendra Modi (@narendramodi) April 17, 2026
માતા-દીકરીને યાદ કરી અંતરાત્માનો અવાજ સાંભળો
વડાપ્રધાન મોદીએ સાંસદોને ભાવુક અપીલ કરતા લખ્યું કે:
“હું તમામ સાંસદોને એ જ કહીશ કે તમે તમારા ઘરમાં માતા, બહેન, દીકરી અને પત્નીને યાદ કરીને તમારા અંતરાત્માનો અવાજ સાંભળો. આ દેશની નારીશક્તિની સેવા કરવાનો અને તેમના વંદન કરવાનો બહુ મોટો અવસર છે. તેમને નવા અવસરોથી વંચિત રાખશો નહીં.”
તેમણે ઉમેર્યું કે દેશની કરોડો મહિલાઓની નજર અત્યારે સંસદ પર છે. તેઓ જોઈ રહી છે કે અમારા પ્રતિનિધિઓની દાનત શું છે અને તેઓ અમારા ભવિષ્ય માટે શું નિર્ણય લે છે. કંઈ પણ એવું ન કરવું જોઈએ જેનાથી દેશની નારીશક્તિની લાગણી દુભાય.
मैं सभी सांसदों से कहूंगा…
आप अपने घर में मां-बहन-बेटी-पत्नी सबका स्मरण करते हुए अपनी अंतरात्मा को सुनिए …
देश की नारीशक्ति की सेवा का, उनके वंदन का ये बहुत बड़ा अवसर है।
उन्हें नए अवसरों से वंचित नहीं करिए।
ये संशोधन सर्वसम्मति से पारित होगा, तो देश की नारीशक्ति और सशक्त…
— Narendra Modi (@narendramodi) April 17, 2026
સર્વસંમતિથી ઈતિહાસ રચવાની આહવાન
પીએમ મોદીએ આશા વ્યક્ત કરી છે કે આ સુધારો બિલ માત્ર બહુમતીથી નહીં પણ ‘સર્વસંમતિ’ થી પસાર થશે. જો દેશના તમામ પક્ષો એકસાથે મળીને આ બિલ પસાર કરશે, તો તે માત્ર એક કાયદો નહીં પણ ભારતીય સ્ત્રીઓના સન્માનનો દસ્તાવેજ બની રહેશે. તેમણે તમામ રાજકીય પક્ષોને પૂરી સંવેદનશીલતા સાથે નિર્ણય લેવા અને મહિલા અનામતના પક્ષમાં મતદાન કરવા અનુરોધ કર્યો છે.
