મુંબઈ : અભિનેત્રી દીપિકા ચીખલીયા ફિલ્મ સરોજિનીને લઈને ચર્ચામાં છે. આ બાયોપિક ફિલ્મ છે. આ ફિલ્મમાં તે સરોજિની નાયડૂનો રોલ કરશે. રાનુ મંડલ તેની ફિલ્મમાં ગીતો ગાઇ રહી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી છે.
દીપિકાની ફિલ્મમાં રાનુ મંડલે ગીતો ગાયા
દીપિકાએ લખ્યું- મારી ફિલ્મ … સરોજિની …માં ધીરજ મિશ્રા દ્વારા લખાયેલા ગીતોને રાનુ મંડલ ગાઇ રહી છે. આ સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં રાનુ મંડલ જણાવી રહી છે કે તે ધીરજ મિશ્રા સાથે કામ કરી રહી છે. તે સરોજિનીનાં ગીતો ગાઇ રહી છે. તે ફિલ્મના તમામ ગીતો ગાઇ રહી છે. રાનુએ કહ્યું- મને આશા છે કે તમે મને જે પ્રેમ અને સન્માન આપી રહ્યા છો તે મને મળતો રહેશે.
My movie ….Sarojini …written by Dhiraj Mishra songs to be sung by ranu Mandal @DhirajM61408582 pic.twitter.com/a6TpbrfT7G
— Dipika Chikhlia Topiwala (@ChikhliaDipika) November 10, 2020
ઉલ્લેખનીય છે કે, મીડિયા સાથેની વાતચીતમાં દીપિકાએ ફિલ્મ વિશે કહ્યું હતું કે – મને સરોજિની નાયડુની બાયોપિકની ઓફર કરવામાં આવી છે, જોકે મેં હજી સુધી સહી કરી નથી. આ ફિલ્મ ધીરજ મિશ્રાએ લખી છે અને તે ડાયરેક્શન કરશે. પરંતુ લોકડાઉનને કારણે, ધીરજે હજી સુધી મને સ્ટોરી સંભળાવી નથી. અમારે વિગતો પર ધ્યાન આપવું પડશે. જ્યારે આ લોકડાઉન સમાપ્ત થાય છે, ત્યારે અમે સ્ટોરી સેશન માટે સાથે મળીને બેસીશું. જો બધું બરાબર થઈ જાય, તો હું આ ફિલ્મ કરવા વિશે વિચારી રહી છું.