રિચાર્ડ નગારવા કરશે ટેસ્ટ કેપ્ટન તરીકે ડેબ્યૂ, 15 સભ્યોની ટીમ જાહેર
ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે આગામી ૨૮ જૂનથી શરૂ થઈ રહેલી એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચ માટે ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે પોતાની ૧૫ સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરી દીધી છે. હરારે સ્પોર્ટ્સ ક્લબના મેદાન પર રમાનારી આ મેચ પહેલા જાહેર કરાયેલી ટીમમાં ઘણા મોટા અને ચોંકાવનારા ફેરફારો જોવા મળ્યા છે. આ શ્રેણીમાં ઝિમ્બાબ્વેની ટીમ એક તદ્દન નવા નેતૃત્વ હેઠળ મેદાનમાં ઉતરશે, જ્યારે ટીમનો સૌથી મોટો મેચ-વિનર ખેલાડી આ મહત્વની મેચમાંથી બહાર થઈ ગયો છે.
સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝા ટીમમાંથી બહાર, આ છે મોટું કારણ
ઝિમ્બાબ્વે ક્રિકેટ દ્વારા જાહેર કરાયેલી ટીમમાં સૌથી મોટો ઝાટકો સિકંદર રઝાના ચાહકોને લાગ્યો છે. ઝિમ્બાબ્વે ક્રિકેટની કરોડરજ્જુ ગણાતો અનુભવી અને સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝા આ બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં રમતો જોવા મળશે નહીં.
તેને ટીમમાંથી બહાર રાખવા પાછળનું કારણ કોઈ ઈજા કે ખરાબ ફોર્મ નથી, પરંતુ તેની અન્ય વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓ છે. સિકંદર રઝા હાલમાં ઇંગ્લેન્ડની પ્રખ્યાત ‘T20 બ્લાસ્ટ’ ટુર્નામેન્ટમાં વોર્સેસ્ટરશાયર કાઉન્ટી ટીમ તરફથી રમી રહ્યો છે. આ કરારબદ્ધ પ્રતિબદ્ધતાઓને કારણે તે રાષ્ટ્રીય ટીમ માટે ઉપલબ્ધ રહી શક્યો નથી, જે ઝિમ્બાબ્વે માટે મિડલ ઓર્ડરમાં એક મોટો આંચકો સાબિત થઈ શકે છે.
રિચાર્ડ નગારવાના ખભા પર કેપ્ટનશીપની મોટી જવાબદારી
ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે ટીમના પ્રભાવશાળી ફાસ્ટ બોલર રિચાર્ડ નગારવા પર ભરોસો મૂકીને તેને ટેસ્ટ ટીમની કમાન સોંપી છે. નગારવા માટે આ મેચ અત્યંત ખાસ અને યાદગાર બની રહેશે. વાસ્તવમાં, ડિસેમ્બર ૨૦૨૫માં પૂર્વ કેપ્ટન ક્રેગ એર્વિન પાસેથી વ્હાઇટ-બોલ (વનડે અને ટી૨૦) ફોર્મેટની કેપ્ટનશીપ મેળવ્યા બાદ, નગારવા હવે બાંગ્લાદેશ સામે રેડ-બોલ ક્રિકેટ એટલે કે ટેસ્ટ મેચમાં સુકાની તરીકે પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
🚨 JUST IN: Richard Ngarava set to captain Zimbabwe in one-off Test vs Bangladesh
The hosts will be without Sikandar Raza who has been granted permission to fulfill his commitment with Worcestershire for the remainder of the 2026 Blast campaign in England pic.twitter.com/FjFTPcLpiH
— Cricbuzz (@cricbuzz) June 23, 2026
રિચાર્ડ નગારવા હાલમાં શાનદાર ફોર્મમાં છે. ઓક્ટોબર ૨૦૨૫માં અફઘાનિસ્તાન સામે રમાયેલી ઐતિહાસિક ટેસ્ટ મેચમાં તેણે ઘાતક બોલિંગ કરીને ૫ વિકેટ ઝડપી હતી અને ઝિમ્બાબ્વેને એક ઇનિંગ્સ અને ૭૩ રનથી ભવ્ય વિજય અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે ઐતિહાસિક મેચમાં બેન કુરનની શાનદાર સદી અને બ્રેડ ઇવાન્સની કાતિલ બોલિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ટીમમાં પાંચ ધુરંધર ખેલાડીઓની વાપસી
બાંગ્લાદેશ સામેની આ ઘરઆંગણાની શ્રેણી માટે પસંદગીકારોએ સ્થાનિક ક્રિકેટ (Domestic Cricket) માં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર સવિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અફઘાનિસ્તાન સામેની પાછલી ટેસ્ટ ટીમનો હિસ્સો ન હોય તેવા ૫ સ્ટાર ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે. જેમાં:
૧. ઇનોસન્ટ કૈયા
૨. ગ્રીમ ક્રેમર
૩. તાદિવાનાશે મારુમાની
૪. વેસ્લી માધેવેરે
૫. ન્યુમેન ન્યામહુરી
આ તમામ ખેલાડીઓને તાજેતરની સ્થાનિક ટૂર્નામેન્ટોમાં રન અને વિકેટોનું અંબાણ ઉભું કરવા બદલ પુરસ્કાર સ્વરૂપે ટીમમાં સ્થાન અપાયું છે, અને મેનેજમેન્ટને આશા છે કે તેઓ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈને ટીમની તાકાત બમણી કરશે.
Ngarava takes charge as Zimbabwe name squad for Bangladesh Test
Details 🔽https://t.co/4RMDbVU9En pic.twitter.com/2i1KbtueSR
— Zimbabwe Cricket (@ZimCricketv) June 23, 2026
