અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા અન્ય OPD પણ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ચૂંટણી પુરી થયાં બાદ હોસ્પિટલમાં ગઈ કાલે એક જ દિવસમાં 30 જેટલા કોરોનાના દર્દીઓ દાખલ થતાં એક વોર્ડ હાઉસફુલ થઈ જતા તંત્ર માં દોડધામ વધી છે.
અમદાવાદ શહેરમાં કોરોના ના કેસો વધી જતાં હવે 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બનાવાયા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે અને
સતત ચાર દિવસથી 70થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે,અન્ય રાજ્યો અને વિદેશમાંથી આવતા મુસાફરોનું સઘન ચેકિંગ પણ ચાલુ કરાયુ છે,અમદાવાદ માં ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.
શહેરમાં 11 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે. ત્યારે નવા 5 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે. જોધપુર, નવરંગપુરા, નારણપુરા, થલતેજ અને ગોતામાં એમ પાંચેય કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 82 ઘરોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે 26 ફેબ્રુઆરી થી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.