CWG 2026 ભારતીય શિડ્યુલ: જાણો ભારતના તમામ મેચ અને લાઈવ ટેલિકાસ્ટની વિગતો
વિશ્વના સૌથી મોટા રમત મહોત્સવોમાંનો એક એવો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ નો ૨૩ જુલાઈથી સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે. ૨ ઓગસ્ટ સુધી ચાલનારા આ રમતોત્સવમાં વિશ્વભરના દેશોના એથ્લેટ્સ પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરશે. અગાઉ આ ગેમ્સ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં ૨૧ રમતો સાથે આયોજિત થવાની હતી, પરંતુ હોસ્ટિંગ ખર્ચ અતિશય વધી જવાના કારણે વિક્ટોરિયાએ આયોજનમાંથી પીછેહઠ કરી હતી. ત્યારબાદ ગ્લાસગોએ આ રમતોનું યજમાનપદ સંભાળ્યું છે.
આ વખતે રમતોના કાર્યક્રમમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ગ્લાસગોમાં યોજાનારી આ આવૃત્તિમાં ૧૦ મુખ્ય રમતોની ૨૧૫ મેડલ ઇવેન્ટ્સ આયોજિત થશે. ભારત તરફથી ૧૨૪ ખેલાડીઓનું મજબૂત દળ (ટુકડી) આ ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. ૨૩ જુલાઈના રોજ રાત્રે ૧૦:૩૦ વાગ્યે યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેન ભારતીય ટુકડીના ફ્લેગ બેરર (ધ્વજવાહક) તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરશે.

ભારતમાં ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લાઇવ પ્રસારણ?
સ્કોટલેન્ડના સમય અને ભારતીય સમય વચ્ચે તફાવત હોવાથી રમતોનું પ્રસારણ ભારતમાં બપોરથી લઈને મોડી રાત સુધી અલગ-અલગ સમયે થશે. ભારતીય ફેન્સ આ તમામ ઇવેન્ટ્સનું લાઇવ ટેલિકાસ્ટ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) ની વિવિધ ચેનલો પર જોઈ શકશે. આ ઉપરાંત DD Free Dish ના યુઝર્સ માટે ડીડી સ્પોર્ટ્સ (DD Sports) ચેનલ પર મફત લાઇવ કવરેજ ઉપલબ્ધ રહેશે. ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઇન સ્ટ્રીમિંગ માટે ચાહકો સોનીલીવ (SonyLIV) એપ પર લોગ-ઈન કરીને મેચોનું સીધું પ્રસારણ નિહાળી શકશે.
નીરજ ચોપરા અને મીરાબાઈ ચાનુ પર સૌની નજર
આ વખતની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર જેવેલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપરા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. નીરજ ચોપરા ૩૦ જુલાઈના રોજ પોતાની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. તે જ રીતે ૨૬ જુલાઈએ વેઈટલિફ્ટિંગમાં ટોક્યો ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનુ (૪૮ કિગ્રા) દેશ માટે મેડલ જીતવા માટે એક્શનમાં જોવા મળશે. આ સિવાય બોક્સિંગમાં પ્રીતિ પવાર, જેસ્મીન લમ્બોરિયા અને લવલીના બોરગોહેન પાસેથી પણ દેશને ભારે અપેક્ષાઓ છે.
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬: ભારતનું સંપૂર્ણ સમયપત્રક (Schedule)
૨૪ જુલાઈ:
પેરા પાવરલિફ્ટિંગ: અશોક મલિક, પરમજીત કુમાર, સુમન દેવી.
બોક્સિંગ: પ્રીતિ પવાર (૫૪ કિગ્રા), જેસ્મીન લમ્બોરિયા (૫૭ કિગ્રા), સુમિત કુંડુ (૭૦ કિગ્રા).
૨૫ જુલાઈ:
સ્વિમિંગ: ધક્ષણ શશીકુમાર, ચૈતન્ય કુલકર્ણી.
કલાત્મક જિમ્નેસ્ટિક્સ: મહિલા ટીમ ક્વોલિફિકેશન (પ્રણતિ નાયક, નિષ્કા અગ્રવાલ).
૩x૩ બાસ્કેટબોલ: ભારત વિરુદ્ધ વેલ્સ.
બોક્સિંગ: લવલીના બોર્ગોહેન, પરવીન હુડા, અરુંધતી ચૌધરી.
૨૬ જુલાઈ:
વ્હીલચેર બાસ્કેટબોલ: ભારત વિરુદ્ધ સ્કોટલેન્ડ.
વેઈટલિફ્ટિંગ: મીરાબાઈ ચાનુ (મહિલા ૪૮ કિગ્રા), ઋષિકાંત સિંહ (પુરુષ ૬૦ કિગ્રા), એમ. રાજા (૬૫ કિગ્રા).
બોક્સિંગ: કપિલ પોખરીયા, નરેન્દ્ર બરવાલ.
𝐑𝐞𝐚𝐝𝐲, 𝐬𝐞𝐭… 𝐬𝐚𝐯𝐞 𝐭𝐡𝐞 𝐝𝐚𝐭𝐞𝐬! 🔔
Swipe to see Team India’s discipline-wise competition dates ⏩
Watch the Commonwealth Games Glasgow 2026 exclusively on Sony Sports Network TV channels and Sony LIV. #SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/NoqrtDoXFq
— Sony Sports Network (@SonySportsNetwk) July 22, 2026
૨૭ જુલાઈ:
વેઈટલિફ્ટિંગ: જ્ઞાનેશ્વરી યાદવ, બિંદ્યારાણી દેવી.
એથ્લેટિક્સ: તેજસ્વિન શંકર, મુરલી શ્રીશંકર (લોંગ જમ્પ), પૂજા સિંહ (હાઈ જમ્પ), મહિલા શોટ પુટ ફાઇનલ.
સ્વિમિંગ: સાજન પ્રકાશ (૨૦૦ મીટર બટરફ્લાય).
૨૮ જુલાઈ:
સ્વિમિંગ: શ્રીહરિ નટરાજ (૧૦૦ મીટર બેકસ્ટ્રોક).
બાઉલ્સ: નવનીત સિંહ / દિનેશ કુમાર (પુરુષ જોડી).
વેઈટલિફ્ટિંગ: હરજિન્દર કૌર (૬૯ કિગ્રા).
એથ્લેટિક્સ: સીમા પુનિયા (ડિસ્કસ થ્રો), મનજીત કૌર (શોટ પુટ).
૨૯ જુલાઈ:
વેઈટલિફ્ટિંગ: સંજના (૭૭ કિગ્રા), દિલબાગ સિંહ (૯૪ કિગ્રા).
એથ્લેટિક્સ: સમરદીપ ગિલ, તજિન્દરપાલ સિંહ (શોટ પુટ), અનિમેષ કુજુર (૨૦૦ મીટર).
સ્વિમિંગ: આર્યન નેહરા, સુયશ જાધવ.
૩૦ જુલાઈ:
એથ્લેટિક્સ: નીરજ ચોપરા, રોહિત યાદવ (જેવેલીન થ્રો), તેજસ્વિન શંકર.
વેઈટલિફ્ટિંગ: માર્ટિના દેવી (+૮૬ કિગ્રા), લવપ્રીત સિંહ (+૧૧૦ કિગ્રા).
ટ્રેક સાયકલિંગ: સેકોન સિંઘ.
૩૧ જુલાઈ:
ટ્રેક સાયકલિંગ: દિનેશ કુમાર, રોજન યંગલેમ.
એથ્લેટિક્સ: મિશ્ર ૪x૪૦૦ મીટર રિલે, તેજસ્વિન શંકર.
જુડો: અસ્મિતા દેવ, શ્રદ્ધા ચોપડે, યામિની મૌર્ય.
૧ ઓગસ્ટ:
જુડો: અરુણ કુમાર, ઉન્નતિ શર્મા, હર્ષ ટોકસ.
એથ્લેટિક્સ: શુભમ જુયાલ (શોટ પુટ), પ્રિયંકા ગોસ્વામી (રેસ વોક).
૨ ઓગસ્ટ:
જુડો: અવતાર સિંહ (પુરુષ -૧૦૦ કિગ્રા) અને યશ ઘંઘાસ (પુરુષ +૧૦૦ કિગ્રા – પ્રારંભિક રાઉન્ડ, ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને રેપેચેજ).