સુરત એરપોર્ટ પર અચાનક ગાય દોડતા પાર્કિંગમાં મચી અફરાતફરી, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

2 Min Read

સુરત એરપોર્ટના પાર્કિંગ ગાર્ડન વિસ્તારમાં ગાય દોડતી હોવાનો વિડીયો વાયરલ: મુસાફરોમાં ફેલાયો ગભરાટ, સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

ગુજરાતના અગ્રણી અને ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગની બહર અને પાર્કિંગ ગાર્ડન વિસ્તારમાં અચાનક એક રખડતી ગાય ઘૂસી આવવાને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. એરપોર્ટ જેવા અત્યંત સંવેદનશીલ અને હાઈ-સિક્યુરિટી ઝોનમાં અચાનક પશુ આવી પહોંચતા મુસાફરો અને આગંતુકોમાં ક્ષણિક ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

airport.jpg

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત એરપોર્ટના ટર્મિનલની બહાર મુસાફરોની અવરજવર ચાલુ હતી ત્યારે અચાનક એક ગાય દોડાદોડ કરતી અંદર ઘૂસી આવી હતી. પાર્કિંગ અને ગાર્ડન વિસ્તારમાં ગાયને આમ અચાનક દોડતી જોઈને ત્યાં ઉપસ્થિત લોકો ડર ગયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે લોકોએ તાત્કાલિક સાવચેતી રાખી હતી. સદનશીબે આ આખી ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઇજા થયાના અહેવાલ નથી, પરંતુ આ ઘટનાએ એરપોર્ટ પરિસરમાં સુરક્ષામાં રહેલી મોટી ચૂક તરફ ધ્યાન દોર્યું છે. આસપાસના લોકો દ્વારા આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલના કેમેરામાં રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો, જે બાદ તે સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો છે.

વીડિયો વાયરલ થયા બાદ એરપોર્ટ ઓથોરિટી હરકતમાં આવી હતી અને તાત્કાલિક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ને આ બાબતની સત્તાવાર જાણ કરવામાં આવી હતી. એરપોર્ટ પ્રશાસનની સૂચનાના પગલે મનપાની ઢોર પકડ પાર્ટી તુરંત જ એરપોર્ટ પરિસરમાં દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે એરપોર્ટ વિસ્તારની બહાર ખસેડવામાં સફળતા મેળવી હતી.

- Advertisement -
Share This Article