પાકિસ્તાને બલૂચિસ્તાનમાં વાપર્યા અમેરિકી F-16 જેટ્સ: ભીષણ નરસંહાર પર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂપ કેમ?

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

ક્યાં છે અમેરિકા, બોલી કેમ નથી રહ્યું? બલુચિસ્તાનમાં F-16 થી નરસંહાર બાદ ટ્રમ્પની ચૂપકીદી પર ઉઠ્યા સવાલો

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં માનવાધિકારોના ખુલ્લેઆમ ઉલ્લંઘન અને સૈન્ય અત્યાચારો વચ્ચે હવે અમેરિકા અને ટ્રમ્પ પ્રશાસનની ભૂમિકા પર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. બલૂચ સંગઠનો અને નેતાઓનો આરોપ છે કે અમેરિકી શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેના બલુચિસ્તાનની નિર્દોષ જનતાનો અવાજ દબાવી રહી છે, પરંતુ વોશિંગ્ટન (અમેરિકા) ની આ મુદ્દે મૌનતા ઘણી શંકાઓ જન્માવે છે.

હાલમાં જ થયેલા ભીષણ હવાઈ હુમલાઓમાં મોટાભાગે સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે આ લોહિયાળ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી જ્યારે બલૂચ જનતા પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવી રહી હતી.

- Advertisement -

અમેરિકી F-16 ફાઇટર જેટના ઉપયોગ પર ગંભીર સવાલો

આ જીવલેણ હુમલા માટે પાકિસ્તાને અમેરિકા દ્વારા નિર્મિત F-16 ફાઇટર જેટ્સનો ઉપયોગ કર્યો હતો. બલૂચ સંગઠનો અને તેમના નેતૃત્વનું કહેવું છે કે આતંકવાદ સામે લડવાના નામે અમેરિકા તરફથી પાકિસ્તાનને જે સૈન્ય શક્તિ અને ફાઇટર જેટ્સ મળ્યા છે, તેનો ઉપયોગ નિર્દોષ મહિલાઓ અને બાળકોના કતલેઆમ માટે થઈ રહ્યો છે. આ અગાઉ પણ ખૈબર-પખ્તુનખ્વા વિસ્તારમાં આવા જ વિમાનોના ઉપયોગના ગંભીર આરોપો લાગી ચૂક્યા છે.

parkistan.jpg

- Advertisement -

ટ્રમ્પ પ્રશાસન સમક્ષ બલૂચ નેતાઓની આકરી અપીલ

આ ઘટના બાદ જાણીતા બલૂચ નેતા મીર યાર બલૂચે સીધા જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસનને કઠોડામાં ઊભું કર્યું છે. બલૂચ નેતૃત્વએ ટ્રમ્પ પ્રશાસન પાસે કેટલીક આકરી માંગણીઓ કરી છે:

સૈન્ય મદદ પર તુરંત રોક: પાકિસ્તાનને આપવામાં આવતા તમામ સંરક્ષણ ઉપકરણો, શસ્ત્રો અને નાણાકીય સહાયની તુરંત સમીક્ષા કરીને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે.

F-16 નો ટેકનિકલ સપોર્ટ બંધ થાય: પાકિસ્તાની એરફોર્સ પાસે રહેલા F-16 વિમાનોના એન્જિન સપોર્ટ, અપગ્રેડ પ્રોગ્રામ અને સ્પેરપાર્ટ્સની સપ્લાય પર અમેરિકા તુરંત રોક લગાવે.

- Advertisement -

યુદ્ધ અપરાધોની જવાબદેહી: બલૂચ નાગરિકો પર આચરવામાં આવેલા માનવાધિકાર ભંગ અને યુદ્ધ અપરાધો (War Crimes) માટે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદાર ઠેરવવામાં આવે.

આતંકવાદી પ્રાયોજક દેશ જાહેર કરવો: પાકિસ્તાન પર કડક આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે અને તેને સત્તાવાર રીતે આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ (State Sponsor of Terrorism) જાહેર કરવામાં આવે.

આંતરરાષ્ટ્રીય મંચ પર ન્યાયની ગુહાર

માત્ર રાજકીય વિરોધ સુધી સીમિત ન રહેતા, બલૂચ નેતૃત્વએ હવે વૈશ્વિક સ્તરે હસ્તક્ષેપની માંગ ઝડપી બનાવી છે. અમેરિકા ઉપરાંત અફઘાનિસ્તાન અને અન્ય પાડોશી દેશોને પણ આંતરરાષ્ટ્રીય અદાલતો (International Courts) અને વૈશ્વિક મંચો પર બલુચિસ્તાનનો સાથ આપવા માટે અપીલ કરવામાં આવી છે.

હુમલા બાદ સામે આવેલી ભયાનક તસવીરોની સરખામણી ગાઝામાં થયેલી તબાહી સાથે કરવામાં આવી રહી છે અને માનવાધિકારોના નામે અમેરિકા તુરંત આ મામલે મધ્યસ્થતા કરે તેવી આજીજી કરવામાં આવી છે.

Trump

શું ટ્રમ્પ પ્રશાસન પોતાની નીતિ બદલશે?

બલૂચ નેતૃત્વ હવે પાકિસ્તાનના સ્થાનિક દમન સામે ચૂપ બેસવા તૈયાર નથી અને તેઓ આ મુદ્દાને ગ્લોબલ લેવલ પર લઈ ગયા છે. કેમ કે અમેરિકા પાસે પાકિસ્તાનના સૈન્ય માળખા (વિશેષ કરીને F-16 ના કાફલા) ને ટેકનિકલ રીતે કંટ્રોલ કરવાની ક્ષમતા છે, તેથી આખી દુનિયાની નજરો હવે વ્હાઇટ હાઉસ અને ડોનાલ્ડ ટ્રમ્પના આગામી પગલાં પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે અમેરિકા માનવાધિકારોના મુદ્દે પાકિસ્તાન સામે કોઈ આકરું વલણ અપનાવશે કે પછી હંમેશાની જેમ આંખ આડા કાન કરશે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.