Gen Z આંદોલનની અસર: ભાજપમાં મોટો ફેરફાર; તેજસ્વી સૂર્યા અને અમિત માલવિયાની કેમ થઈ છુટ્ટી

4 Min Read

જનરલ ઝેડ ચળવળ બાદ ભાજપ સંગઠનમાં મોટો ફેરબદલ: તેજસ્વી સૂર્યા અને અમિત માલવિયાની છુટ્ટી પાછળનું અસલી કારણ

ભારતીય જનતા પાર્ટીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરીને પક્ષના દ્રષ્ટિકોણમાં મોટો ફેરબદલ કર્યો છે. આ નવી ટીમમાં સૌથી વધુ ચર્ચા યુવા મોરચા (BJYM) ના પ્રમુખ તેજસ્વી સૂર્યા અને ભાજપના આઈટી સેલ તથા સોશિયલ મીડિયાના વડા અમિત માલવિયાને હોદ્દા પરથી હટાવવાની થઈ રહી છે.

નવી રચનામાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીને યુવા મોરચાના નવા રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે છત્તીસગઢના નેતા દીપક મ્હસ્કેને સોશિયલ મીડિયા સેલના નવા રાષ્ટ્રીય સંયોજક નિયુક્ત કરાયા છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ બે મોટા ચહેરાઓની વિદાય પાછળ તાજેતરના દિવસોમાં દેશભરમાં ચર્ચાયેલી ‘જનરલ ઝેડ’ (Gen Z) ચળવળ દરમિયાન બંને નેતાઓની નિષ્ફળતા મુખ્ય કારણ બની છે.

- Advertisement -

gen z.jpg

1. તેજસ્વી સૂર્યા: યુવા મોરચાની નિષ્ક્રિયતા અને જનરેશન ઝેડ સાથે તૂટેલો સંપર્ક

તેજસ્વી સૂર્યા ભાજપ યુવા મોરચાના નેતૃત્વમાં હતા, પરંતુ જ્યારે દેશના યુવાનો અને ‘જનરલ ઝેડ’ પીઢી પોતાની માંગણીઓને લઈને જંતર-મંતરથી લઈને શેરીઓ સુધી વિરોધ પ્રદર્શન કરી રહી હતી, ત્યારે યુવા મોરચો આંદોલનના સ્થળેથી સંપૂર્ણપણે ગાયબ જોવા મળ્યો હતો.

- Advertisement -

વાતચીતનો અભાવ: જે સમયે પક્ષના યુવા મોરચાએ પ્રદર્શનકારી યુવાનો વચ્ચે જઈને તેમનો અવાજ સાંભળવો જોઈતો હતો કે ભાજપનો પક્ષ રજૂ કરવો જોઈતો હતો, ત્યારે તેજસ્વી સૂર્યાનું નેતૃત્વ યુવાનો સાથે સકારાત્મક સંવાદ સ્થાપવામાં નિષ્ફળ નીવડ્યું.

ટોચના નેતૃત્વએ મોરચો સંભાળવો પડ્યો: સંગઠનની આ નિષ્ક્રિયતાના કારણે સ્થિતિ એવી ઊભી થઈ કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે યુવાનો સાથે સીધો સંવાદ સાધવા આગળ આવવું પડ્યું.

નવી વ્યૂહરચના: આગામી વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ યુવા મતદારોને ગુમાવવા માંગતું નથી. વડોદરાના સાંસદ હેમાંગ જોશી જેવા નમ્ર અને ગ્રાઉન્ડ લેવલના યુવા ચહેરાને લાવીને પક્ષ જનરલ ઝેડ મતદારો સાથે નવેસરથી જોડાણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. (અલબત્ત, એવી અટકળો પણ ચાલી રહી છે કે તેજસ્વી સૂર્યાને ભવિષ્યમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં કોઈ ભૂમિકા મળી શકે છે).

- Advertisement -

2. અમિત માલવિયા: સોશિયલ મીડિયા પર કાઉન્ટર-નેરેટિવ બનાવવામાં નિષ્ફળતા

છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ભાજપના ડિજિટલ અને આઈટી સેલનું નેતૃત્વ કરી રહેલા અમિત માલવિયાની વિદાયે સૌને ચોંકાવી દીધા છે. પરંપરાગત રીતે જે સોશિયલ મીડિયાને ભાજપનો સૌથી મજબૂત કિલ્લો માનવામાં આવતો હતો, તે જ મોરચે પક્ષ નબળો સાબિત થયો.

gen z amit.jpg

ઓનલાઈન મેસેજિંગમાં નબળાઈ: ‘જનરલ ઝેડ’ આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલા નેરેટિવ્સ અને વિપક્ષ દ્વારા કરવામાં આવતા પ્રહારો સામે ભાજપની ડિજિટલ ટીમ તથ્યાત્મક અને અસરકારક કાઉન્ટર-અટેક કરી શકી નહીં.

વિપક્ષી આક્રમકતા સામે નિષ્ક્રિયતા: 2014 પછી પ્રથમ વખત એવું જોવા મળ્યું કે ભાજપની સોશિયલ મીડિયા વિંગ કોંગ્રેસ અને અન્ય વિપક્ષોના નેરેટિવ સામે ડિફેન્સિવ (બચાવત્મક) મોડમાં આવી ગઈ હતી. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નવોદિત યુવાનોના મુદ્દાઓનો યોગ્ય જવાબ આપવામાં આઈટી સેલ નિષ્ફળ નીવડ્યો.

પીએમની સીધી એન્ટ્રી: જનરલ ઝેડ યુવાનો ડિજિટલ સ્પેસ પર વધુ સક્રિય હોવાથી તેમની સુધી પહોંચવા માટે આઈટી સેલ કામ ન કરી શક્યો, જેના કારણે વડાપ્રધાન મોદીએ પોતે ઇન્સ્ટાગ્રામ અને ડિજિટલ માધ્યમોથી યુવાનો સાથે સીધો સંપર્ક બનાવવો પડ્યો.

નવા સંયોજક દીપક મ્હસ્કે: છત્તીસગઢ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સોશિયલ મીડિયા કેમ્પેઇનનો મોટો અનુભવ ધરાવતા દીપક મ્હસ્કેને હવે ભાજપની ઓનલાઈન ઈમેજ સુધારવાની અને આક્રમક રણનીતિ ઘડવાની નવી જવાબદારી સોંપાઈ છે.

Share This Article