એશિયા કપ 2026નો 28 ઓગસ્ટથી પ્રારંભ: જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચેની મહાજંગ!

3 Min Read

મહિલા એશિયા કપ ૨૦૨૬: ૨૮ ઓગસ્ટથી દુબઈમાં થશે ધમાકેદાર આગાઝ, ૫ સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મહામુકાબલો

એશિયાઈ ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. મહિલા એશિયા કપ ૨૦૨૬ની તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે અને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની શરૂઆત ૨૮ ઓગસ્ટથી થવા જઈ રહી છે. આ વખતે આખી ટુર્નામેન્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ શહેરમાં યોજાશે. હરમનપ્રીત કૌરની કપ્તાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ એશિયાઈ કપ જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચાહકો જે મુકાબલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો ૫ સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે.

૨૮ ઓગસ્ટે ઓપનિંગ મેચ, ૩૦ ઓગસ્ટે ભારતનું પહેલું અભિયાન

૮ ટીમો વચ્ચે રમાનારા આ મહિલા એશિયા કપનો ઉદઘાટન મુકાબલો શુક્રવાર, ૨૮ ઓગસ્ટના રોજ થાઈલેન્ડ અને હોંગકોંગ ચીન વચ્ચે રમાશે. ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત રવિવાર, ૩૦ ઓગસ્ટના રોજ થાઈલેન્ડ સામેની મેચથી કરશે. આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે ૮:૦૦ વાગ્યે શરૂ થશે.

- Advertisement -

harman.jpg

લીગ સ્ટેજમાં ભારતીય ટીમને પાકિસ્તાન અને થાઈલેન્ડ સાથે એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત પોતાની બીજી લીગ મેચ ૩ સપ્ટેમ્બરે હોંગકોંગ ચીન સામે રમશે. ત્યારબાદ શનિવાર, ૫ સપ્ટેમ્બરે રાત્રે ૮:૦૦ વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. લીગ તબક્કાની છેલ્લી મેચ ૮ સપ્ટેમ્બરે યોજાશે. ત્યારબાદ ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે સેમિફાઇનલ મેચો રમાશે, જ્યારે ટુર્નામેન્ટની ગ્રાન્ડ ફાઇનલ ૧૩ સપ્ટેમ્બરે રમાશે. જો ભારત અને પાકિસ્તાન બંને ટીમ સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચે છે, તો ફેન્સને આ ટુર્નામેન્ટમાં એકથી વધુ વાર ભારત-પાક ટક્કર જોવા મળી શકે છે.

- Advertisement -

જેમીમા રોડ્રિગ્સ ઈજાગ્રસ્ત થઈ બહાર, પ્રતિકા રાવલને મળ્યો મોકો

એશિયા કપ શરૂ થાય તે પહેલા જ ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમના મજબૂત મિડલ ઓર્ડર બેટ્સમેન જેમીમા રોડ્રિગ્સ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટ દરમિયાન રમતી વખતે જેમીમાને હેમસ્ટ્રિંગ (સ્નાયુ)ની ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે માત્ર એશિયા કપ જ નહીં પરંતુ આગામી એશિયન ગેમ્સમાંથી પણ બહાર થઈ ગઈ છે.

જેમીમાનું બહાર થવું એ ભારતીય બેટિંગ લાઈન-અપ માટે મોટો ફટકો માનવામાં આવે છે. પસંદગીકારોએ તેના સ્થાન પર પ્રતિકા રાવલને ભારતીય ટીમમાં સામેલ કરી છે. હરમનપ્રીત કૌર ટીમની કપ્તાની સંભાળશે, જ્યારે વિસ્ફોટક ઓપનર સ્મૃતિ મંધાના વાઈસ-કેપ્ટન તરીકે જવાબદારી નિભાવશે.

મહિલા એશિયા કપ ૨૦૨૬ માટે ભારતનું સંપૂર્ણ શિડ્યુઅલ અને ટીમ

ભારતીય ટીમનું લીગ શિડ્યુઅલ (સમય: રાત્રે ૮:૦૦ વાગ્યાથી):

- Advertisement -

૩૦ ઓગસ્ટ: ભારત વિરુદ્ધ થાઈલેન્ડ

૩ સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ હોંગકોંગ ચીન

૫ સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન (દુબઈ)

harman0.jpg

સેમિફાઇનલ અને ફાઇનલ:

પ્રથમ સેમિફાઇનલ: ૧૦ સપ્ટેમ્બર

બીજી સેમિફાઇનલ: ૧૧ સપ્ટેમ્બર

ફાઇનલ: ૧૩ સપ્ટેમ્બર

એશિયા કપ માટે ભારતીય મહિલા સ્કવોડ:

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, જી. કમલિની, અરુંધતી રેડ્ડી, પ્રેમા રાવત, રાધા યાદવ, શ્રી ચરાણી, રેણુકા ઠાકુર, નન્તિ ઠાકુર, પ્રતિકા રાવલ, મન્નાત કશ્યપ.

Share This Article