[slideshow_deploy id=’39584′] મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અભિયાન અંતર્ગત ગાંધીનગરના શેરથા ગામે તળાવ ઊંડું કરવાના કામનો પ્રારંભ પોતે જાતે જે.સી.બી. મશીન ચલાવીને કરાવ્યો હતો.મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે સુજલામ સુફલામ જળ અભિયાનનો લોક સહયોગથી શરૂ થયેલો મહાયજ્ઞ ગુજરાતને પાણીદાર બનાવશે જ.
મુખ્યમંત્રી એ આગામી ચોમાસા પહેલા રાજ્યમાં 13 હજાર જેટલા તળાવો ચેક ડેમ જળાશયો ઊંડા કરવાના તેમજ રાજ્યની 32 જેટલી નદીઓ ને પુનઃ જીવિત કરીને અને પરંપરાગત જળ સ્ત્રોત ના નવીનીકરણ નવસાધ્યકરણ દ્વારા 11હજાર લાખ ઘન ફુટ થી વધુ વરસાદી પાણીના સંગ્રહ ના આયોજનમાં જન શક્તિને જોડાઈ જવા આહવાન કર્યું હતું.
ગાંધીનગર જિલ્લામાં આ સુજલામ સુફલામ જળ અભિયાન દરમ્યાન 138તળાવો ઊંડા ઉતારવાના કામો 40 ખેત તલાવડી ના કામો અને ખારી નદી પુનઃ જીવિત કરવાના કામો 138 જે.સી બી 79 ડમ્પર ટ્રેક્ટરના ઉપયોગથી હાથ ધરાવાનાં છે. આ અવસરે રાજ્ય આયોજન પંચ ઉપાધ્યક્ષ નરહરિ અમીન.ધારાસભ્ય શમ્ભુજી ઠાકોર.ગાંધીનગર ના મેયર પ્રવીણ ભાઈ તેમજ અગ્રણીઓ અને ગ્રામજનો જોડાયા હતા.