BJP: ભાજપની હારના કારણો તપાસવા જેવા છે.
લોકસભામાં સ્પર્ધા થાય તમામ તક અને સમાન વ્યવસ્થા મળવી જોઈએ, તો જ સાચી-સ્પર્ધા કહેવાય. લોકશાહીની આપણા બંધારણમાં વિશેષ જોગવાઈ કરી છે કે, ચૂંટણી જાહેર થયા પછી તમામ સરખા. હોય છે પણ અહીં મોદી અને અમીત શાહ વિશેષ હતા.
સત્તાનો બેફામ ઉપયોગ
વડાપ્રધાન પક્ષના નેતા પણ એક સરખી લાઈનમાં આવે અને કોઈ વિશિષ્ટ સેવા ના મળે. પરંતુ નરેન્દ્ર મોદીએ અને ભાજપ પક્ષ દ્વારા સમાન રીતે લડી શકીએ લેવું ન રહેવા દઈને લોકશાહીને કલંકિત કર્યુ હતું. ભાજપના મૂળભૂત સિદ્ધાંતોને અને તેની વિચારધારાને કાયમ વળગી રહ્યાં નથી. શું જરૂર હતી કોંગ્રેસમુક્ત ભારત કરવાની? ભાજપે લીટી મોટી કરવાની જગ્યાએ બીજાની લીટી નાની કરવા કામ કર્યું હતું.
અહંકાર
400ને પારની જેમ અતિ આત્મવિશ્વાસ હારનું કારણ બને છે. ભલે NDAની સરકાર બને પણ મોદી માટે તો હાર છે. હવે હિંમતભેર બધા નિર્ણયો લઈ નહીં શકાય. ગઠબંધનના સાથીઓની દખલગીરી રહેશે. કોંગ્રેસને ઉમેદવાર ન મળે, પક્ષાંતર કરાવાયા, ઉમેદવારી પરત ખેંચાવી, 26માંથી 26 બેઠક, દેશમાં 400થી વધારે બેઠક, 5 લાખ મતોની સરસાઈ જીત, કોંગ્રેસ વાળાની ડીપોઝીટ જપ્ત થશે આવી વાતો ભાજપે કરી હતી. એક બેઠક આપીને ગુજરાતના મતદારોએ ભાજપનો અહંકાર તોડ્યો છે. બે બેઠક સિવાય ક્યાંય 5 લાખથી વધુ લીડ ન થઈ શકી. બનાસકાંઠામાં મતદારોએ ગેનીબેન ઠાકોરને જીતાડ્યા. ભાજપના અહંકારની પડતીની શરૂઆત બનાસકાંઠાએ કરી છે. વિપક્ષને કચડવાનો શક્ય તમામ પ્રયાસ કર્યો. ભાજપે અત્યાચારના માર્ગે ચાલવાની ભૂલ કરી.
આર્થિક આતંકવાદ
પ્રજાની ઉપેક્ષા ક્યારેય ના કરવી જોઈએ. કોઈની પણ હાય ના લેવી જોઈએ. આર્થિક આતંકવાદના પરિણામે ઉદભવેલ અગ્નિકાંડો અને અકસ્માત કાંડોના આરોપીઓને સમયસર સજા ના કરાવાતા નિર્દોષ બાળકો અને તેમના પીડિત પરિવારોને નિષ્ઠુરતા દાખીને તેમને સાંભળવામાં આવ્યા નથી. સારા ને યોગ્ય કાર્યકર્તાને તક આપવાની જગ્યાએ આર્થિક આતંકવાદ કરવાવાળા ઉમેદવારોને મોટેભાગે તક આપી હતી. અનીતિના માર્ગે આવેલો અતિ પૈસો હારનું મૂળ બની શકે છે. ચુંટણી ફંડના નામે આર્થિક આતંકવાદ ને વધાર્યો છે.
ફંડ
ભાજપ પાસે સત્તાવાર રૂ. 82 અબજ 52 કરોડ રૂપિયા ચૂંટણી લડવા માટે હતા. કોંગ્રેસ પક્ષ પાસે બેન્કમાં એકાઉન્ટમાં પૈસા હતા તે સીઝ કરી દેવાયા હતા. 2017-18માં કોંગ્રેસ પક્ષના સાંસદ સભ્યએ રૂ. 14 લાખ 56 હજાર રોકડા આપ્યા કહીને કોંગ્રેસ પક્ષના 11 બેંક ખાતામાંથી નાણાં હતા તે ખાલસા કર્યા. થાપણો હતી, તે રોકી દીધી હતી.
ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો.
આ વખતે ભાજપ સિવાય બીજા કોઈ પાસે પૈસા નહોતા. તો કાર્યકર્તાઓએ પોતાના પૈસા વાપર્યા હતા. તેમની મુડી એ તાકાત બની હતી.
અનૈતિક
સુરતનું અનૈતિક પ્રકરણ કોઈ ભૂલી શકે તેમ નથી. લોકસભાની બેઠકનું અપહરણ કરીને લોકશાહીની હત્યા કરી હતી. સત્તા પડાવી લેવાનો સંઘર્ષ છે. ગુજરાતમાં પાંચ લાખથી વધુ સરસાઈના લક્ષ્યાંકને પાર પાડવા વિચારધારાના અને નીતિ સાથે તડજોડ કરીને બધી હદ પાર કરી હતી. પ્રામાણિક અને લાયક કાર્યકર્તા હતાશ હતા.
મજબુતીથી મન મક્કમતાથી સત્ય માટે, સિધ્ધાંત માટે લડે તેનો ઈતિહાસ બને છે.
રામ મંદિર
વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાને સાથે લઈને ચાલવું જરૂરી હતું.
ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચાર અને મોંઘવારી પર લગામ રાખી નથી. રાજ્ય સભાના ગુજરાતના સાંસદ રામ મોકરિયા એ કબૂલ્યું કે લાંચ વગર ગુજરાતમાં કોઈ કામ નથી થતું.
રાષ્ટ્રવાદ
રાષ્ટ્રવાદના વિચારો રહ્યાં નથી. રાષ્ટ્રવાદના નામે રમત રમાતી રહી હતી. સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, મોરબીનો ઝૂલતા પુલ કાંડ, વડોદરાનો હરણી બોટ કાંડ, રાજકોટનો ગેમ ઝોન કાંડ.
ભય
પ્રજાને બીવડાવી છે. લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયા પર ભાજપ અંકુશ રાખે છે.
મોદીની ખીચડી સરકાર
લોકસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને 300 થી 350 બેઠકો મળવાનો અંદાજ હતો. એવી ધારણા હતી કે ભાજપ ફરી એકવાર બહુમતી મેળવશે પરંતુ અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગે છે કે ભાજપ માટે પોતાના દમ પર બહુમતનો આંકડો પાર કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં 10 વર્ષ બાદ દેશમાં ફરી એકવાર ખીચડી સરકાર સત્તામાં આવી શકે છે.