અંકલેશ્વર નજીક બે બાળકો સાથે માતાએ ટ્રેન નિચે પડતું મુકીને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણે જણના મોત નીપજ્યા છે. આ અંગે જાણ થતાં અંકલેશ્વ રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચીને માતા- બે બાળકોના મૃતદેહને અંકલેશ્વર રેલવે સ્ટેશનને લાવી આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર નજીક શનિવારે મોડી રાત્રે બે બાળકો સાથે માતાએ ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી હતી.આ ઘટનામાં બંને બાળકો સહિત માતાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લીધો હતા. સાથે સાથે આત્મહત્યા કરવા પાછળનું કારણ પણ તપાસી રહી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.