રાજકોટમાં નિવૃત્ત શિક્ષક દંપતી ડિજિટલ એરેસ્ટના જાળમાં, 1 કરોડથી વધુની ઠગાઈનો ચોંકાવનારો બનાવ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

6 દિવસ સુધી વીડિયો કોલ પર કેદ રાખી કરોડોની રકમ ઉડાવનાર ઠગો સામે સાયબર પોલીસની તપાસ શરૂ

રાજકોટ શહેરના એક નિવૃત્ત શિક્ષક અને તેમની પત્ની ગંભીર પ્રકારની ડિજિટલ ઠગાઈનો ભોગ બન્યા છે. અજાણ્યા ગેંગે તેમને “ડિજિટલ એરેસ્ટ”ના નામે દરરોજ વીડિયો કોલ પર નજર રાખીને કુલ 1 કરોડ 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ગેંગે દંપતીને આતંકવાદી પ્રવૃત્તિ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા ભયાનક આરોપોથી ડરાવીને આખા છ દિવસ સુધી માનસિક દબાણમાં રાખ્યા હતા. ઘટના સામે આવતાં શહેરમાં ચિંતા ફેલાઈ છે.

પોલીસ અધિકારીઓના નામે ખોટો આરોપ મુકીને ડરાવાયા

દંપતીને મળેલા શરૂઆતના ફોનમાં પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો અધિકારી ગણાવતા ઠગોએ જણાવ્યું કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે. બાદમાં વીડિયો કોલથી જ દંપતીને ઘરમાં જ રોકાવી રાખ્યા અને કોઈને વાત ન કરવાની મનાઈ ફરમાવી. અલગ અલગ નકલી દસ્તાવેજો અને કોર્ટના ઓર્ડરની નકલ બતાવીને ઠગોએ વિશ્વાસ જમાવ્યો હતો. દબાણ વધારતા “તમારું ખાતું બ્લોક થઈ જશે, કેસ બંધ કરાવવા માટે ફંડ જમા કરાવો” કહી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતા.

digital arrest fraud Gujarat 1.png

- Advertisement -

છ દિવસ પછી સાચી હકીકત ખુલતા ફરિયાદ નોંધાઈ

જ્યારે દંપતીને શંકા આવી અને તેમણે વિશ્વાસુ પરિચિતોને વાત કરી ત્યારે સ્પષ્ટ થયું કે તેમને કોઈ વાસ્તવિક પોલીસ વિભાગનો ફોન નહોતો આવ્યો. તરત જ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને કાર્યવાહી શરૂ કરાઈ. પોલીસના જણાવ્યા મુજબ રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની ઠગાઈ ઝડપથી વધી રહી છે અને આરોપીઓ વિવિધ નામો લઈને લોકોમાં ભય ઉભો કરે છે.

digital arrest fraud Gujarat 2.png

- Advertisement -

સાયબર પોલીસની કડક ચેતવણી

રાજકોટ પોલીસે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરતા કહ્યું કે કોઈ અજાણ્યો વ્યક્તિ પોલીસ અથવા કોર્ટના નામે ફોન કરે તો તરત જ 1930 હેલ્પલાઈન પર ચકાસણી કરાવવી જોઈએ. કોઈપણ દસ્તાવેજ કે દબાણને આધારે મોટી રકમ ટ્રાન્સફર કરવી અત્યંત જોખમી છે. સરકાર દ્વારા કોલર ટ્યુનથી પણ અવરનેસ આપવામાં આવે છે, છતાં ઠગો વિવિધ ટેકનિકથી સામાન્ય લોકોને ફસાવવા નવો રસ્તો શોધી રહ્યા છે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.