ચેક બાઉન્‍સનો કેસ ફરિયાદીની બેન્‍ક જે વિસ્‍તારમાં હોય ત્‍યાંની કોર્ટમાં જ દાખલ કરી શકાશેઃ સુપ્રીમ કોર્ટ

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
2 Min Read

નાણાં પરત મેળવવાના કેસ: સુપ્રીમ કોર્ટે કહ્યું, જ્યાં ચેક બાઉન્સ થયો તે બેંકના વિસ્તારમાં જ કેસ દાખલ કરવો જરૂરી

ચેક બાઉન્‍સની ટ્રાન્‍સફર થયેલી સંખ્‍યાબંધ અરજીઓનો નિકાલ કરતાં સર્વોચ્‍ચ અદાલતે કાનૂની કોયડાનો કાયમી ઉકેલ આપી દીધો

નવી દિલ્‍હી,: એક મહત્‍વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઠરાવ્‍યું હતું કે ફરિયાદીની બેંક જે વિસ્‍તારમાં આવેલી હોય તે બેંકના હકુમતક્ષેત્રમાં આવેલી કોર્ટમાં જ ચેક બાઉન્‍સની ફરિયાદ દાખલ કરી શકાશે.

- Advertisement -

Supreme Court.1.jpg

નેગોશિયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એક્‍ટ-૧૮૮૧ની પેટા કલમ હેઠળ ચેક બાઉન્‍સનો કેસ દાખલ કરવામાં આવે છે ત્‍યારે વાદી અને પ્રતિવાદી વચ્‍ચે કોર્ટની હકુમત બાબતે વિવાદ સર્જાતો હોય છે. ઉલ્‍લેખનીય છે કે જ્‍યારે બેંક એકાઉન્‍ટમાં પૂરતા બેલેન્‍સના અભાવે જ્‍યારે ચેક બાઉન્‍સ થાય ત્‍યારે આ એક્‍ટની કલમ ૧૩૮ અંતર્ગત કેસ દાખલ થતાં હોય છે.

- Advertisement -

ચેક બાઉન્‍સના કેટલાંક કેસ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્‍સફર કરાયા હતા, તેથી આ કેસની સુનાવણી બાદ ન્‍યાયમૂર્તિ સર્વશ્રી જે.બી પારડીવાલા અને આર. મહાદેવનની બેન્‍ચે આ કાનૂની કોયડાનો કાયમ માટે ઉલેક લાવી દીધો હતો.

Supreme Court Compensation Case

‘સુનાવણી દરમ્‍યાન જે ચર્ચા થઇ જેને ધ્‍યાનમાં રાખતા એક બાબત તદ્દન સ્‍પષ્ટ થઇ જાય છે કે ફરિયાદી પોતાના નાણાં પરત મેળવવા માટે જ્‍યારે દેવાદારે આપેલાં ચેકને બેંકમાં રજૂ કરે છે અને તે ચેક બાઉન્‍સ થાય છે એવા સંજોગોમાં તે એક્‍ટની પેટા કલમ-૧૩૮ અંતર્ગત જે કોર્ટમાં કેસ દાખલ કરે છે તે કોર્ટ વાસ્‍તવમાં બેંકના હકુમતક્ષેત્રમાં જ આવેલી હોવી જરૂરી છે’ એમ બેંચે પોતાનું અવલોકન વ્‍યક્‍ત કરતાં કહ્યું હતું.

- Advertisement -
Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.