રેરાનો મોટો નિર્ણય: દરેક બાંધકામ સાઈટ પર હવે ફરજિયાત માહિતી બોર્ડ અને QR કોડ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
1 Min Read

નિયમનો ભંગ થાય તો દંડ, ગ્રાહકોને મળશે પારદર્શિતા

રાજ્યમાં રેરાએ બાંધકામ ક્ષેત્રે ગ્રાહકોને સરળ સેવા મળે તે માટે મહત્વપૂર્ણ નિયમ અમલમાં મૂક્યો છે. હવે કોઈપણ ચાલુ પ્રોજેક્ટ વિશે માહિતી મેળવવા માટે બિલ્ડર, ઓફિસ અથવા વેબસાઈટ પર નિર્ભર રહેવું ફરજિયાત નહીં રહે. 1 ડિસેમ્બરથી અમલમાં આવેલા નવા નિયમ મુજબ દરેક સાઈટ પર માહિતી દર્શાવતું બોર્ડ ફરજિયાત રહેશે. તેમાં પ્રોજેક્ટ અને ડેવલપર સંબંધિત જરૂરી વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવાની રહેશે.

RERA construction info QR code 1.png

પ્રોજેક્ટ સ્થળે માહિતી બોર્ડ અને QR કોડ ફરજિયાત

રેરાના નવા હુકમ મુજબ હવે દરેક બાંધકામ સાઈટ પર મોટું બોર્ડ લગાવવું પડશે, જેમાં પ્રોજેક્ટનું નામ, મંજૂરીના કાગળો, ડેવલપરની વિગતો સહિત QR કોડ મૂકવો ફરજિયાત થશે. ગ્રાહક કોડ સ્કેન કરી પ્રોજેક્ટ વિશે તમામ માહિતી મેળવી શકશે. જો બિલ્ડર આ નિયમનું પાલન ન કરે તો એની સામે દંડની કાર્યવાહી થઈ શકે છે. નિયમના અમલથી બિલ્ડર-ડેવલપર માટે પારદર્શિતા વધશે.

- Advertisement -

RERA construction info QR code 2.png

નિયમનો મુખ્ય હેતુ ગ્રાહકને સહુલિયત આપવાનો

હાલ સુધી પ્રોજેક્ટ વિશેની માહિતી મળવા માટે નાગરિકોને ઓફિસો પર જવું પડતું અથવા વેબસાઈટ શોધવી પડતી. ઘણી વખત પૂરતી વિગતો ન મળતાં તેમને પરેશાની અનુભવતી હતી. હવે એક નજરે પ્રોજેક્ટ વિશેની માહિતી પ્રોજેક્ટ સાઈટ પર જ ઉપલબ્ધ રહેશે. QR કોડ દ્વારા વધુ માહિતી તરત મેળવી શકાશે, જેમાંથી હેરાનગતિ ઘટશે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.