કચ્છના સુરજબારી હાઇવે પર LPG ટેન્કર પલટી જતા ભયાનક બ્લાસ્ટ, 10 જેટલા વાહનો ખાખ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

ફાયર ટીમોની સાડા ત્રણ કલાકની મહેનત બાદ આગ કાબૂમાં

વહેલી સવારે સુરજબારી હાઇવે પર એક ભયાનક અકસ્માત સામે આવ્યો, જ્યાં LPG ભરેલું ટેન્કર ગાંધીધામથી મોરબી તરફ જતા જતા અચાનક પલટી ગયું. ઘટના સવારે અંદાજે 4:30 થી 5:00 વચ્ચે બની હોવાનું જાણવા મળ્યું છે. ટેન્કર પલટતા જ આગ ફાટી નીકળી અને થોડા જ સમયમાં આગ વધુ વિકરાળ બની ગઈ. આશરે 15 થી 20 મિનિટમાં ભારે ધડાકા સાથે વિસ્ફોટ થયો, જેના કારણે ટેન્કરના ભાગો બે કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા.

kutch lpg tanker blast 1.png

બ્લાસ્ટ બાદ આસપાસના વાહનો પણ બળી ગયા

આ ઘટનામાં આગની જ્વાળાઓ નજીકમાં આવેલી હાઇવે હોટેલના પાર્કિંગ સુધી પહોંચતા અનેક વાહનો તેની ઝપેટમાં આવી ગયા. પ્રાથમિક અંદાજ પ્રમાણે ટેન્કર ઉપરાંત 8 થી 10 જેટલા અન્ય હેવી વાહનો ધૂળ થઈ ચૂક્યા છે. ટેન્કર ચાલકના મૃત્યુની આશંકા વ્યક્ત થઈ રહી છે, જોકે તેનો પત્તો હજી સુધી મળ્યો નથી. PI વી.કે. ગઢવીએ જણાવ્યું કે ટેન્કરને આગ લાગ્યા પછી જલ્દીજ મોટો બ્લાસ્ટ થયો અને હાઇવેના એક તરફનો માર્ગ ભારે નુકસાનથી બંધ પડી ગયો. ધુમાડાના ઘેરા વાદળો દૂર સુધી દેખાતા હતા જેને કારણે 10 થી 12 કિમી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો.

- Advertisement -

kutch lpg tanker blast 2.png

આગ કાબૂમાં લાવવા સાડા ત્રણ કલાકની મહેનત

આ ઘટના બાદ ભચાઉ અને મોરબીની ફાયર ફોર્સ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચવા રવાના થઈ, સાથે નજીકની ઉદ્યોગ એકમોમાંથી પણ ફાયર-ફાઇટર મદદ માટે આવ્યા. ટ્રાફિક અવરોધને કારણે મોરબી ફાયર ટીમને સ્થળે પહોંચવામાં વિલંબ થયો, તેમ છતાં સતત કામગીરી બાદ લગભગ સવારે 8:30 વાગ્યે આગ સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી લેવાઈ. આ દરમિયાન પોલીસ અને હાઇવે પેટ્રોલીંગ દ્વારા ટ્રાફિક કંટ્રોલ શરૂ કરવામાં આવ્યો અને ધીમે ધીમે જામ ઘટાડવામાં સફળતા મળી. હાલ ઘટના અંગે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.