મૌલાના ગુલામ વસ્તાનવી સ્થાપિત JIIU સંસ્થા ED ના સકંજામાં: વિદેશી ભંડોળના કથિત દુરુપયોગ બદલ દરોડા
ડિરેક્ટોરેટ ઑફ એન્ફોર્સમેન્ટ (ED), મુંબઈ ઝોનલ ઑફિસે 01/12/2025 ના રોજ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ જામિયા ઈસ્માલીયા ઈશાતુલ ઉલૂમ (JIKIU) અને યમની નેશનલ ટ્રસ્ટના કેસમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે નંદુરબાર, મુંબઈ અને બાડમેરમાં 12 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વિદેશી યોગદાનના સંચાલન અને વિતરણ સાથે જોડાયેલા ઉલ્લંઘનોના આરોપો સંદર્ભે સર્ચ કાર્યવાહી દરમિયાન 9 લાખ રૂપિયાની રોકડ રકમ, વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે.જામિયા ઈસ્માલીયા ઈશાતુલ ઉલૂમ (JIKIU) ની સ્થાપના મૌલાના ગુલામ વસ્તાનવી દ્વારા કરવામાં આવી હતી. પાછલા વર્ષે તેઓ જન્નતનશીન થયા હતા.
ઇડીએ એફઆઇઆર નંબર 0030/2025 તારીખ 11.02.2025 અને અક્કલકુવા પીએસ, જિલ્લા નંદુરબાર દ્વારા તારીખ 11.04.2025ની ચાર્જશીટના આધારે અલ-ખાદામી ખાલેદ ઇબ્રાહિમ સાલેહ, ખાલેદ ઇબ્રાહીમ અલ-નશ્હમીની ખદીજા ઇબ્રાહિમ કાસિમ અલ-નશહમીની શોધખોળ શરૂ કરી હતી. બન્ને યમની નાગરિક હોવાનું તપાસમાં ખલ્યું છે. ગુલામ મોહમ્મદ રાંધેરા વસ્તાનવી (સ્થાપક, જામિયા ઈસ્લામિયા ઈશાતુલ ઉલૂમ)નું નામ આરોપી તરીકે એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે. જોકે ગુલામ મોહમ્મદ રાંધેરા(વસ્તાનવી)નું હવે નિધન થયું છે.
ઈડીની પ્રેસ રિલીઝ મુજબ યમનીના નાગરિકોને તેમના વિઝાની મુદત પૂરી થયા પછી ભારતમાં ગેરકાયદેસર રીતે ઓવરસ્ટેઈંગ કરવામાં આ લોકોએ મદદ કરી હતી. સહ-આરોપીઓએ આધાર, PAN, જન્મ પ્રમાણપત્ર અને બેંક ખાતા ખોલાવીને છેતરપિંડી કરી સરકારી સુવિધાઓ પણ મેળવી હતી. JIIU એ ઉચ્ચ વિદેશી ભંડોળ આકર્ષવા માટે, દાતાઓને વિદેશી સ્ટાફનું ખોટું ચિત્રણ કરવા માટે મદરેસા શિક્ષક તરીકે અલ-ખાદમીની કથિત રીતે નિમણૂક કરી હતી.
ઈડી મુજબ PMLA હેઠળની પ્રાથમિક પૂછપરછ દર્શાવે છે કે કુવૈત, બોત્સ્વાના, યુકે, મોરેશિયસ, સ્વિટ્ઝર્લેન્ડ, સેશેલ્સ, પનામા વગેરેમાંથી વિદેશી દાન પેટે (2014-15 થી 2023 24)માં 406 કરોડ રુપિયા JIIU ને રોકડમાં પણ નોંધપાત્ર રકમ મળી અને તેનો ઉપયોગ કર્યો. પ્રારંભિક તારણો સૂચવે છે કે દાન ભંડોળને વૈધાનિક ધોરણોના ઉલ્લંઘનમાં બિન-મંજૂર ઉપયોગો માટે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
ઈડી મુજબ જપ્ત કરાયેલા પુરાવાઓ “સંસ્થાકીય સ્વ-ભંડોળ માટે રાષ્ટ્રીય સંશોધન પ્રોત્સાહનો” નો દુરુપયોગ પણ સૂચવે છે, કારણ કે તેને અન્ય ટ્રસ્ટ-એનજીઓ તરફથી દાન મળ્યું છે. અગાઉ, ગૃહ મંત્રાલયે તેના 15.07.2024 ના આદેશ દ્વારા JIIU ના FCRA નોંધણી પ્રમાણપત્રને રદ કર્યું છે કારણ કે ટ્રસ્ટ વિદેશી યોગદાન ભંડોળને અન્ય નોન-FCRA રજિસ્ટર્ડ NGOને ચેનલાઇઝ કરવામાં સામેલ છે.
વધુ તપાસ ચાલુ છે.
