સ્પીડ પોસ્ટ કરવાનું થયું મોંઘું, પોસ્ટલ ડિપાર્ટમેન્ટે 30 ટકાનો ભારે વધારો કર્યો

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
5 Min Read

નવા ડિસ્ટન્સ સ્લેબ સાથે સ્પીડ પોસ્ટના દરોમાં ફેરફાર: જાણો નવો ચાર્જ

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે તેના સ્પીડ પોસ્ટના ચાર્જમાં અંદાજે 25થી 30 ટકાનો વધારો કરી દીધો છે. પચાસ ગ્રામ સુધીના વજનના લોકલ સ્પીડપોસ્ટ પાર્સલ માટે રૂ.15 લેવાતા હતા તે વધારીને રૂ.19 કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત જૂના અને નવા ડિસ્ટન્સના સ્લેબમાં 201થી 500 કિલોમીટરનો અને 501થી 1000 કિલોમીટરનો મળીને બે નવા સ્લેબ ઉમેરવામાં આવ્યા છે અને તેના સ્પીડ પોસ્ટના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. ત્રીજું, સરકારે સ્પીડપોસ્ટના ચાર્જમાં વધારો કર્યો હોવા છતાંય ખાનગી કુરિયર કંપનીઓના ચાર્જની સરખામણીમાં સ્પીડપોસ્ટના ચાર્જ ઘણા જ ઓછા છે. ખાનગી કંપનીઓ તહેવારોની સીઝનમાં અને તેમાંય ખાસ કરીને રક્ષા બંધ અને દિવાળીના તહેવારોમાં તો બેફામ ચાર્જ વસૂલે છે. તેના પર સરકારનો કોઈ જ અંકુશ ન હોવાથી ખાનગી કુરિયર કંપનીઓ તેનો ગેરલાભ પણ ઊઠાવે છે.’

post office

- Advertisement -

પોસ્ટલ ડિપાર્ટમેન્ટના નવા ચાર્જ મુજબ જો સ્થાનિક સ્તરે એટલે કે પોતાના જ શહેરમાં ડિલિવરી કરવા માટે સ્પીડપોસ્ટમાં 50 ગ્રામ સુધીના વજનનુ પાર્સલ આપે તો પહેલા રૂ. 15નો ચાર્જ લેવાતો હતો. તેને બદલે હવે રૂ. 19 લેવામાં આવશે. આમ 50 ગ્રામ વજન સુધીના સ્પીડપોસ્ટના પાર્સલને પોતાના જ શહેરમાં મોકલવું હોય તો તેના પહેલા રૂ. 15 લેવાતા હતા તેમાં અંદાજે 25થી 27 ટકાનો વધારો કરી દઈને રૂ.19 કરી દેવામાં આવ્યા છે.

જ્યાંરે 50 ગ્રામ વજનનુ આ જ પાર્સલ 200થી માંડીને 2000 કિલોમીટર સુધીના ત્રણ જુદાં જુદાં અંતરે મોકલવાનું હોય તો તેને માટેનો ચાર્જ રૂ. 35નો હતો. પરંતુ નવા ચાર્જની સિસ્ટમમાં 200 કિલોમીટર201થી 500 કિલોમીટર, 501થી 1000 અને 1000થી 2000 કિલોમીટર એમ પાંચ તબક્કામાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે. 200 કિલોમીટર સુધી તે ચાર્જ રૂ. 47, 201થી 2000 કિલોમીટરના તમામ સ્સ્લેબ માટે રૂ. 47નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આમ તેમાં રૂ. 12નો વધારો કરવામાં આવ્યો છે. જે અંદાજે 30થી 31 ટકાનો વધારો દર્શાવે છે.

- Advertisement -

51 ગ્રામથી 200 ગ્રામ સુીના પાર્સલની લોકલ ડિલીવરી હોય તો રૂ. 25 લેવામાં આવતા હતા. હવે 51 ગ્રામથી માંડીને 250 ગ્રામ વજનના પાર્સલની લોકલ ડિલીવરી રૂ. 24માં કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ પોતાના જ શહેરમાં તેની ડિલીવરી કરવાનો ચાર્જમાં રૂ. 1નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સામે 200 કિલોમીટર સુધી સ્પીડપોસ્ટ મોકલવાનો ચાર્જ રૂ. 35થી વધારીને રૂ.59 કરી દેવામાં આવ્યો છે. આ વધારો અદાજે 75 ટકાનો છે.

post office 1

જૂના ચાર્જની સિસ્ટમમાં 51 ગ્રામથી 200 ગ્રામનો સ્લેબ હતો તે બદલીને 51 ગ્રામથી 250 ગ્રામનો સ્લેબ કરવામાં આવ્યો છે. 250 ગ્રામ સુધીના સ્પીડપોસ્ટના પાર્સલ પોતાના જ શહેરમાં મોકલવાના હશે તો તેને માટે માત્ર રૂ. 24નો ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ સ્પીડપોસ્ટમાં 250 ગ્રામ સુધીનું પાર્સલ 200 કિલોમીટર સુધી મોકલવાના રૂ.59 લેવામાં આવશે. 201થી 500 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી 250 ગ્રામ સુધીનું પાર્સલ મોકલવાના રૂ. 63 લેવામાં આવશે. તેમ જ 501થી 1000 કિલોમીટરના ડિસ્ટન્સ સુધી મોકલવાના રૂ. 68, 1000થી 2000 કિલોમીટર સુધી આ પાર્સલ મોકલવાનાર રૂ. 72 અને 2000 કિલોમીટરથી વધુ લાંબા અંતેરે 250 ગ્રામનું પાર્સલ મોકલવાના રૂ. 77 લેવામાં આવશે. જૂની વ્યવસ્થા હેઠળ સ્પીડ પોસ્ટનું 200 ગ્રામ વજન સુધીનું પાર્સલ હોય તો તેન પોતાના જ શહેરમાં મોકલવાના રૂ.25, 201થી 500 કિલોમીટરનું હોય તો રૂ. 35, 201થી 1000 કિલોમીટરના અંતર સુધી મોકલવાના રૂ. 40, 1001થી 2000 કિલોમીટરનું અંતર હોય તો રૂ. 60 અને 2000 કિલોમીટરથી વધુ ડિસ્ટન્સ હોય તો સ્પીડ પોસ્ટના રૂ. 70 લેવામાં આવતા હતા.

- Advertisement -

251 ગ્રામથી 500 ગ્રામ સુધીના સ્પીડપોસ્ટના પોર્સલ પોતાને જ શહેરમાં મોકલવાના રૂ.30 લેવાતા હતા. હવે નવી સિસ્ટમમાં તેના ચાર્જ રૂ. 28 કરી દેવામાં આવ્યા છે. પરંતુ 200 કિલોમીટર સુધીના અંતર માટે પહેલા રૂ.50, 201થી 1000 કિલોમીટર સુધીના અંતર માટે પહેલા રૂ. 60, 1001થી 2000 કિલોમીટરના રૂ. 80 અને 2000 કિલોમીટરથી લાંબા અંતર માટે રૂ. 90 વસૂલવામાં આવતા હતા. પરંતુ નવી વ્યવસ્થા હેઠળ સ્પીડ પોસ્ટમા 200 કિલોમીટર દૂર 500 ગ્રામ વજનનું સ્પીડપોસ્ટનું પાર્સલ મોકલવા માટે રૂ. 70,, 201થી 500 કિલોમીટર માટે રૂ. 75, 510થી 100 કિલોમીટર માટે રૂ. 82, 1001થી 2000 કિલોમીટર માટે રૂ. 85 અને 2000 કિલોમીટરથી વધુ અંતર માટે રૂ. 93 લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.