સુરત: ઓલપાડમાં વિદેશી યુવતીઓ સાથે ચાલતું હતું ગેરકાયદેસર કુટણખાનું

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

સુરત: ઓલપાડમાં વિદેશી યુવતીઓ સાથે ચાલતું હતું ગેરકાયદેસર કુટણખાનું

“સુરત ગ્રામ્યમાંથી આ ક્ષણના સૌથી ચોંકાવનારા સમાચાર…
લક્ઝરી, લાઈટ્સ અને મોજશોખની આડમાં સમાજને કલંકિત કરતો ગંદો ગોરખધંધો ખુલ્લો પડ્યો છે!
ઓલપાડ તાલુકાના જોથાણગામ વિસ્તારમાં આવેલ અક્ષય રિસોર્ટ — જ્યાં બહારથી લક્ઝરી દેખાય… પરંતુ અંદર ચાલતો હતો હાઈપ્રોફાઈલ દેહવ્યાપાર!
સુરત ગ્રામ્ય પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં દરોડો પાડી થાઈલેન્ડથી લાવવામાં આવેલી 8 વિદેશી યુવતીઓ સાથે ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યું છે.
ગ્રાહકો પાસેથી રૂ. 2 હજારથી 8 હજાર સુધીની રકમ વસુલ કરી ‘શરીરસુખ’ની સોદાબાજી ચાલી રહી હતી!

આ દરોડામાં રિસોર્ટના માલિક સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સુત્રધાર સુનીલ યાદવ હજુ પોલીસના હાથથી દૂર છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રિસોર્ટના રૂમો કોઈ ઓળખ પુરાવા લીધા વિના ભાડે અપાતા હતા. CCTV, કાર, બાઇક, મોબાઈલ અને 20 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisement -

 

Screenshot 2025 12 21 144402.png

- Advertisement -

પ્રશ્ન એ છે કે —

રીસોર્ટની આડમાં સમાજને ઝેર ફેલાવતું આ ગોરખધંધું અત્યાર સુધી કેવી રીતે ધમધમતું રહ્યું?
અને શું આવા બીજા રિસોર્ટો પણ પોલીસની નજરમાં આવશે?
સુરત ગ્રામ્ય પોલીસ કહે છે —
કાયદાનો હાથ લાંબો છે…
લક્ઝરીના પડદા પાછળ છુપાયેલા આવા ગુનાઓ હવે બચી નહીં શકે!”

 

View this post on Instagram

 

A post shared by Satya Day Surat (@surat.satyaday)

પકડાયેલ મુદ્દામાલ

રોકડા રૂપિયા: ₹76,630 + ₹8,000 (ડમી ગ્રાહક)
ફોરવ્હીલ કાર: 2 (₹15 લાખ)
બાઈક/મોપેડ: 3
મોબાઈલ ફોન: 13
CCTV DVR: 4
કુલ મુદ્દામાલ કિંમત: ₹20.62 લાખથી વધુ

- Advertisement -

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રિસોર્ટના માલિકે મુખ્ય સુત્રધાર સુનીલ યાદવને રૂમો ભાડે આપી દેહવ્યાપાર ચલાવવા સહકાર આપ્યો હતો. સમગ્ર નેટવર્ક રિસોર્ટ માલિકની સીધી સંડોવણી હેઠળ ચાલતું હોવાનું પોલીસનું કહેવું છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.