નાયબ મામલતદારના બેડરૂમમાંથી ૬૭.૫૦ લાખની રોકડ જપ્ત
અમદાવાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વ્યવહાર અને બિનખેતી મંજૂરી આપવામાં કરોડોના કૌભાંડની તપાસ પરોઢિયે પાંચ વાગે 23 ડિસેમ્બર 2025ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા થઈ. કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેકટરના પીએ રવિરાજસિંહ ઝાલા, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઇકોર્ટના ડી. ચેતન કણઝરીયા વકીલ સહિત પાંચ વ્યક્તિ હતા. રાત્રે 10 વાગ્યા સુધી આ પાંચેયના નિવાસસ્થાને તપાસ ચાલી હતી. ઈડી દ્વારા મની લોન્ડરિંગ અંગે તપાસ હતી. EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરના અધિકારીઓ હતા.
વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ ચાલી હતી. આઠ વાહનો અને પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ કાર્યવાહી શરૂ કરાઈ હતી.
1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હતા.
દિલ્હીમાં ફરિયાદ
દિલ્હી પોલીસમાં નોંધાયેલી એક ખંડણીની ફરિયાદની તપાસ દરમિયાન આ કૌભાંડના તાર ગુજરાતના અધિકારીઓ સાથે જોડાયા હોવાની કડીઓ મળી હતી, જેના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી.
એક શીટ મળી હતી. કમિશન-દલાલો નામ લખેલા કાગળો મળ્યા હતા.
સોલાર કંપનીઓ
સોલર કંપનીને જમીન આપવામાં કૌભાંડની શંકા છે.
100 ફાઈલ
17 કલાક સુધી કલેક્ટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ઈડીએ કલેક્ટર રાજેન્દ્ર કુમારના બંગલામાંથી 100 ફાઈલ જપ્ત કરી હતી. કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારની તપાસ શરૂ થઈ. રૂ. 1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે લાંચ રૂશ્વત બ્યુરોમાં ફરિયાદ થઈ હતી.
જમીન
કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળ સરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલાર પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદન કારણ છે. કલેક્ટર ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા.
બેનામી સંપત્તિના કેસમાં ઈડીએ તપાસ કરી ત્યારે કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર એમ. પટેલના મોસાળ વિરમગામના ડુમાણા અને વતન માંડલના ટેન્ટમાં અંદાજે 70થી 75 વીઘા જેટલી જમીન ઓનલાઇન સરકારી એપ્લીકેશનમાં તેમના નામે જોવા મળી હતી. દિવસે વતન ટેન્ટમાં પણ તપાસ કરી હતી. કલેકટરના નામે અમદાવાદમાં ફ્લેટ, અન્ય સ્થળે પાંચ કરોડની જમીન છે. વર્ષ 2015ની આઇએએસ બેચમાં પાસ થયેલા ડો.રાજેન્દ્રકુમાર એમ. પટેલે હિંમતનગર, સુરત બાદ ફેબ્રુઆરીમાં સુરેન્દ્રનગર કલેકટર પદે આવ્યા હતા.
હીરાસર હવાઈ મથકનું રૂ. 800 કરોડની જમીન કૌભાંડ. બંદૂકનાં લાઇસન્સ સુધીનાં કૌભાંડ, સહી માટે ભ્રષ્ટ અધિકારીઓના કરોડોના સોદા, ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં એપી સેન્ટર બન્યું સુરેન્દ્રનગર બની ગયું છે.
કલેક્ટરની બદલી
ગુજરાત સરકારે કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલની બદલી કરી હતી. તેમની નોકરી આગામી આદેશ સુધી સામાન્ય વહીવટ વિભાગને સોંપી હતી. સુરેન્દ્રનગરના જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકને કલેક્ટર તરીકેનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. 24 ડિસેમ્બર 2025થી અમલમાં આવ્યો હતો.
ડો. રાજેન્દ્ર પટેલ
કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ 2015 ની બેંચના આઈએએસ અધિકારી છે. 1 ફેબ્રુઆરી 2025થી રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલને સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરથી બદલીને સુરેન્દ્રનગર કલેક્ટર ભૂપેન્દ્ર પટેલે બનાવ્યા હતા. સુરતના નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર વધારાનો હવાલો સોંપાયો હતો.
ઈડી
ઈડીએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા નિવેદનમાં વિગતો બહાર આવી હતી.
કોની સામે ફરિયાદ નોંધાઇ
- ડો.રાજેન્દ્રકુમાર પટેલ – જિલ્લા કલેક્ટર, સુરેન્દ્રનગર
- ચંદ્રસિંહ મોરી – નાયબ મામલતદાર, સુરેન્દ્રનગર
- જયરાજસિંહ ઝાલા – પી.એ., જિલ્લા કલેક્ટર
- મયુરસિંહ ગોહિલ – ક્લાર્ક, ક્લેક્ટર કચેરી
કૌભાંડની પદ્ધતિ
વચેટિયાઓ અને એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરાવવાનું મોટું નેટવર્ક ચાલતું હતું.જમીન NA કરાવવામાં સુરેન્દ્રનગર કલેકટર ઓફિસના કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.
વોટસએપમાં નાણાંકીય વ્યવહારોની ચિઠ્ઠીઓ અને જમીનો એન.એ. કરવા માટેના દસ્તાવેજો મળ્યા હતા. વોટસએપમાં નાણાંકીય વ્યવહારોની ચિઠ્ઠીઓ અને જમીનો એન.એ. કરવા માટેના દસ્તાવેજો મળ્યા હતા.
લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. તેમજ મોબાઈલમાંથી પણ પૈસાની લેતી દેતીના હિસાબો સહિતની વગેરે વિગતો પ્રાપ્ત થઈ છે. અરજી વિલંબિત ન થાવ તે માટે સ્પીડમનીથી રૂપિયા લઈ ખંડણીનું રેકેટ સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડીથી કરતા હતા.
અદાલત
અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સ્પેશિયલ અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ્યા. મોરીને ઘરેથી 67.50 લાખની રોકડ રકમ મળી આવી હતી. ઈડીએ તેની ધરપકડ કરી હતી. પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ.સોજીત્રાએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને પહેલી જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણી અને અનિરુદ્ધ ખંભોજ હતા.
એનએ શાખા
ત્રણ દિવસ પહેલા જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે અચાનક NA (બિનખેતી) શાખાને વિખેરી નાખી હતી. હતી. NA શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી. ઉપરથી ઠપકો મળ્યા બાદ બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ જાણકારી કલેક્ટર પાસે આવી ગઈ હતી, જેને કારણે શંકા વધુ ઘેરી બની હતી.
જમીન કોની
દસાડા, લખતર અને ચોટીલા તાલુકાના કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદન સહિત જમીનને લગતા કૌભાંડ અંગે અરજદાર દ્વારા સ્થાનિક કક્ષાએ ઉકેલ નહીં આવતા પીએમઓ કાર્યાલય સહિત ઉચ્ચ કક્ષા તેમજ તકેદારી સમિતિ સમક્ષ રજૂઆત કરી હતી.
વિડીનો વિવાદ
લખતરના બલભદ્રસિંહની જમીન મુદ્દેમાં ભ્રષ્ટ્રાચારની આશંકાને લઈ તપાસ શરૂ કરી છે. બલભદ્રસિંહની કૌટુંબિક જમીનના વિવાદમાં કૌભાંડની આશંકા છે. કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે 3 વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. લખતર એસ્ટેટ થાનના વિડી વિસ્તારમાં 3,600 વીઘાથી વધુ જમીન ધરાવે છે. આ કેસ 2023 થી કોર્ટમાં પેન્ડિંગ છે. જિલ્લા કલેક્ટરના પીએ જયરાજ સિંહ લખતરના છે. આ વિડમાં કરોડો રૂપિયાની જમીન પર સર્વે નંબરોમાં નામ ઉમેરવામાં આવ્યા હોવાની શંકા છે.
બલભદ્રસિંહ
બલવીરસિંહ ઝાલાના નામે લખતરમાં રાજમહેલ, ખેતરો, જમીનો, સોનુ-ઝવેરાત, હવેલીઓ સહિતની મિલકતો હતી. 7 પુત્રોને ભાગ આપ્યો ન હતો. તેમના નિધન બાદ મિલકતો ઈન્દ્રસિંહ ઝાલાના નામે થઈ હતી. તેમના સાત ભાઈઓ હતા. 1970માં લખતરના ઠાકોર ઈન્દ્રસિંહ ઝાલાનું નિધન થતા તેમના એકમાત્ર પુત્ર બલભદ્રસિંહ ઝાલાને તમામ મિલકતો મળી. ઈન્દ્રસિંહ ઝાલાના સાત ભાઈઓને લખતર સ્ટેટની પ્રોપર્ટી ન મળતા દાવો કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના પૂર્વ ઠાકોરની વડીલો દ્વારા વારસામાં મળેલી સ્થાવર અને જંગમ મિલકત વંશજોને ન મળતા 1000 કરોડનો દાવો સુરેન્દ્રનગરની અદાલતમાં કરવામાં આવ્યો. મિલકતમાં સીધી લિટીના વારસદારોને કોઈ પણ પ્રકારનો મિલકતમાંથી ભાગ આપવામાં ન આવતા પાર્ટીશનનો દાવો કરવામાં આવ્યો હતો.
મિલકત બલભદ્રસિંહ ઈન્દ્રસિંહ ઝાલા પાસે છે. બલવીર સિંહ ઝાલાના સીધી લીટીના વારસદારો દ્વારા સુરેન્દ્રનગરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રૂ. 1000 કરોડનો દાવો કરાયો છે. જામનગરથી અનિલ જી. મહેતા અને વકીલો સાથે રાખી સિધી લિટીના વારસદારોએ મિલકતમાં ભાગ આપવા માટે અદાલતમાં દાવો કરાયો હતો.
વાદી રાજ લખતરવી નામથી ઓળખાતા મોટા ગજાના કવિ છે.
પૃથ્વીરાજસિંહ
રાજવી પરિવારના સભ્ય પૃથ્વીરાજસિંહે જાહેર કર્યું હતું કે, બલભદ્રસિંહજીની કૌટુંબિક જમીનનો વિવાદ અદાતમાં ચાલી રહ્યો છે. સ્મશાનની જમીનનો વહીવટ કરી નાંખ્યો હતો. ઈડીની ખબર નથી.
ચંદ્ર મોરી
ચંદ્રસિંહ મોરીની ક્લાર્ક તરીકે નિમણૂંક થઈ હતી. અંદાજે અઢી-ત્રણ વર્ષથી તેઓ મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો. વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને તપાસ કરી હતી.
EDએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરી.
ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAની ઓથોરિટી હતી અને મોરીના ઘરેથી 50થી વધુ જમીનોની સીટો મળી આવી હતી.
ED એ PMLAની કલમ 17 હેઠળ ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી, નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના રહેણાંક પરિસરમાં રુ.67.50 લાખની રોકડ રકમ બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. નિવેદનમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું છે, કે જપ્ત કરાયેલી રોકડ એ વૈધાનિક જમીન-ઉપયોગની (statutory land-use) અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.
લાંચનો ગુનો
કલેક્ટર ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી હતી.
જયરાજ ઝાલા
આ જમીન કૌભાંડમાં કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલાની સંડોવાયેલો હતો. જયરાજ ઝાલા લખતર ગામમાંના વતની છે. બલભદ્રસિંહની જમીન મુદ્દે પીએ જયરાજસિંહની સાઠગાંઠ સાથે કૌભાંડની આશંકા છે. ખોટા નામ ઉમેરવામાં આવ્યા હોવાની શંકા હતી. કડીમાં લખતરના રહેવાસી અને કલેક્ટરના પી.એ તરીકે રહેલા જયરાજસિંહ ઝાલાના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ભાજપની ફરિયાદ
દરોડાના એક દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનામાં તળાવ ઉંડા કરવા કે નદી નાળા સાફ સફાઇ કરવાના કામો થયા વગર જ પુર્ણ થયા હોવાનુ બતાવી દીધાના લોકોએ આક્ષેપ કર્યા બાદ પુરાવા સાથે ભાજપના જ જિલ્લા પંચાયત સદસ્યએ પુરાવા ફોટા રજૂ કર્યા હતા.
16 નવેમ્બરે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વાવડી ગામે ડેપ્યુટી કલેક્ટર અને ખેડૂત વચ્ચે રકઝક થઈ હતી. પાવરગ્રીડની કામગીરી બંધ રાખવા કોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં કામગીરી માટે ડેપ્યુટી કલેક્ટર પહોંચ્યા હતા. વીજપોલ અને વાયર નાખવાની કામગીરી કરતા આક્રોશ ફેલાયો હતો. ખેડૂતો પૂરતું વળતર આપવા માટે માંગણી કરી રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં 12 બ્રિજ બંધ કરવા કલેક્ટરે આદેશ કર્યો છે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કલેક્ટર દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરાયું હતુ અને કલેક્ટર રાજેન્દ્ર પટેલે તમામ બ્રિજનું નિરીક્ષણ કરીને આદેશ કર્યો છે, જર્જરીત બ્રિજ ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દાન
2024માં 80 તોલાનો સોનાનો હીરાજડિત હાર બલભદ્રસિંહ ઝાલા દ્વારા થાન વાસુકી દાદાના મંદિરે અર્પણ કરાયો હતો. વાસુકી દાદાને પોતાના રાજકુલના આરાધ્ય માને છે.
અવસાન
ડિસેમ્બર 2024માં બિમારીથીપીડિતા બલબદ્રસિંહ ઝાલાનું 93 વર્ષની ઉમરે અવસાન થયું હતું. લખતરની પ્રગતિ માટે જુદા જુદા ટ્રસ્ટો પણ બનાવ્યા હતાં. જળાશય ટ્રસ્ટ, બાળકો માટેનું ટ્રસ્ટ હતા.
ઝવેરાની ચોરી
ઓક્ટોબર 2018માં રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મહેલમાંથી ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામીજી, ભગવાન રઘુનાથજી અને દેવી જમુનાની મૂર્તિઓને શણગારેલા પ્રાચીન સોના અને ચાંદીના દાગીના, જેની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા હતી જે, ચોરાઈ ગયા હતા. પરંતુ તેની વાસ્તવિક કિંમત તેનાથી ઘણી વધારે છે કારણ કે તે પ્રાચીન વસ્તુઓ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ કિંમત છે.
ચોરી થયેલા માલમાં ઠાકોરજીની પંચધાતુની મૂર્તિઓ, સોનાની પ્લેટ, સોનાના વાટકા, સોનાની લાકડીઓ, સોનાની ટ્રે, સોનાના ચશ્મા, સોનાની ફ્રેમવાળો અરીસો, હીરા અને મોતી જડિત સોનાનો મુગટ, હીરા અને મોતી જડિત ગળાનો હાર, સોનાનો બોલ, ચાંદીની પ્લેટ અને ચાંદીના વાટકા, ચાંદીના ચમચી, ચાંદીના ઘરનું મોડેલ, ચાંદીની ગાયના મોડેલ, ચાંદીનો પોપટ, ચાંદીનો મોર અને ચાંદીના રમકડાં હતા.
મહેલની અંદરના ગર્ભગૃહની ચાવી મંદિરની બહાર રાખવામાં આવતી હતી. કોઈ અંદરના વ્યક્તિએ ચોરી કરી હોવાની શંકા હતા. લખતર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર એમ કે ઇશરાની હતા.
બલભદ્રસિંહ ઝાલાના ભત્રીજા હરપાલસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોર પકડાયા
ઓક્ટોબર 2028માં બે લૂંટારુઓની ધરપકડ કરી હતી. પાટડી તાલુકાના તેમના વતન સેડાલા ગામમાંથી ભાણાજીખાન જાટમાલેક અને હયાતખાન જાટમાલેકને પકડી પાડ્યા હતા. ગામના એક જર્જરિત ઘરમાં લૂંટનો માલ છુપાવ્યો હતો. પાંચ કિંમતી ધાતુઓથી બનેલી પાંચ મૂર્તિઓ અને 114 ચાંદીના ઘરેણા જપ્ત કર્યા હતા. પાટડી તાલુકાના ખેરવા ગામના ઝવેરીઓ મુકેશ મંડલિયાને 1 કિલો વજનના સોનાના દાગીના વેચી દીધા હતા . સુરેન્દ્રનગરના નાયબ પોલીસ અધિક્ષક એ. બી. વલંદ હતા.
મહેલની અંદરની કિંમતી વસ્તુઓ વિશે કેવી રીતે માહિતી મળી અને તેઓએ ચોરીનું કાવતરું કેવી રીતે ઘડ્યું.
ચોરાયેલા પ્રાચીન સોના અને ચાંદીના દાગીના ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામીજી, ભગવાન રઘુનાથજી અને દેવી જમુનાની મૂર્તિઓ પર શણગારવામાં આવ્યા હતા.
બલભદ્રસિંહ ઝાલા સવારે પૂજા કરવા આવ્યા હતા. ચોરોએ મહેલના ત્રણ રૂમોને નિશાન બનાવ્યા હતા.
ચોરી કરેલી વસ્તુઓમાં સોનાની પ્લેટ, સોનાના વાટકા, સોનાની લાકડીઓ, સોનાની ટ્રે, સોનાના ચશ્મા, સોનાની ફ્રેમવાળો અરીસો, હીરા અને મોતી જડિત સોનાનો મુગટ, હીરા અને મોતી જડિત ગળાનો હાર, સોનાનો બોલ, ચાંદીની પ્લેટ અને ચાંદીના વાટકા, ચાંદીના ચમચી, ચાંદીના ઘરનું મોડેલ, ચાંદીની ગાયના મોડેલ, ચાંદીનો પોપટ, ચાંદીનો મોર અને ચાંદીના રમકડાંનો સમાવેશ થાય છે.
2020
13 ડિસેમ્બર 2020ના રવિવારે બલભદ્રસિંહ ઈન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી. સોનાની 9 વાંસળીઓની ચોરી થઈ હોવાની શક્યતા હતી. પોલીસ ફરિયાદમાં કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
શ્રીનાથજીની હવેલીમાં તસ્કરો દ્વારા મોડીરાત્રે ચોરી કરવાના ઈરાદે હવેલીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતાં અને રાજમહેલના ખાનગી સીક્યોરીટી એજન્સીના સીક્યોરીટી ગાર્ડ પર હુમલો કરી મુંઢ માર મારી નાસી છુટયાં હતાં.
સીસીટીવી કુટેજમાં રાત્રે 12 વાગ્યે બે તસ્કરો ગેરકાયદેસર હવેલીમાં પ્રવેશ્યા હતાં. સીસીટીવી કેમેરા સાથે ચેડા કરતાં પણ નજરે પડયાં હતાં. લખતર પીએસઆઈ એચ.એમ.રબારી હતા.
રાજમહેલની ઠાકોરજીની હવેલીમાં ચોરીના બનાવો અગાઉ બન્યા હતા. બે વર્ષમાં ત્રીજી વખત ઠાકોરજીની હવેલીમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બન્યો હતો. ઓક્ટોબર 2020માં તસ્કરો દ્વારા રાજમહેલમાં ઘુસીને ચોરી કરવાનો કર્યો હતો.
ઇતિહાસ
લખતરની સ્થાપના ઇ.સ. 1604માં થઇ હતી.
ઠાકુર અભયસિંહજી, વજીરાજજી, શેષમલજી, ગોપાલસિંહજી, કરણસિંહજી, અભેરાજજી, રાયધનજી, સંગ્રામજી, ચંદ્રસિંહજી, પૃથ્વીરાજજી, વજીરાજજી, કરણસિંહજી દ્વિતિય, બલવીરસિંહજી,
ઇન્દ્રસિંહજી 1947 હતા.
મુઘલ સલ્તનતના સમયમાં લખતરનું મહત્વનું દેશી રાજ્ય હતું. થાન જીતી લીધેલું. તે પછી વજેરાજજી સત્તા પર આવ્યા. 1727માં જામ તમાચીજીએ ગાદી સંભાળી. તે પછીના ગાળામાં મુઘલ સૂબા બાબી સલાબત મોહમ્મદખાન અને શેર બુલંદખાને લશ્કરી મદદ મોકલેલી. 1807માં ઠાકોર પૃથ્વીરાજજી સત્તા પર આવેલા.
આ રાજ્યની સર્વપ્રથમ મોજણી 1833માં પ્રો. વકીલ અને લાકડાવાળાએ કરી હતી. 1846માં ઠાકોર કરણસિંહજી(ત્રણ માસના હતા)ને સત્તા પર બેસાડેલા. 1947 સુધી સત્તા પર રહી શકેલા.
