Video: ‘ટામેટું આપો નહીંતર પોલીસ બોલાવીશ…’ પાલતુ પોપટની અનોખી ધમકીએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ
સોશિયલ મીડિયા પર અત્યારે એક પાલતુ પોપટ અને તેની માલિકણ વચ્ચેની વાતચીતનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પોપટ તેની માલિકણ પાસે ટામેટાની માંગણી કરી રહ્યો છે અને જો ટામેટું ન મળે તો પોલીસ બોલાવવાની ધમકી આપી રહ્યો છે!
ઇન્ટરનેટ પર અવારનવાર પ્રાણીઓ અને પક્ષીઓના રમુજી વીડિયો વાયરલ (Animal Viral Video) થતા રહે છે, પરંતુ આ પોપટનો અંદાજ જોઈને લોકો આશ્ચર્યચકિત પણ છે અને હસી-હસીને લોથપોથ પણ થઈ રહ્યા છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ પક્ષી પણ જેલમાં મોકલવાની ધમકી આપી શકે? આ વાયરલ વીડિયોમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.
શું છે વીડિયોમાં?
માઇક્રોબ્લોગિંગ સાઇટ X (અગાઉ ટ્વિટર) પર @alianadim નામના હેન્ડલથી શેર કરવામાં આવેલો આ વીડિયો નેટિઝન્સમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાંજરામાં બેઠેલો પોપટ તેની માલિકણ પાસે ખૂબ જ પ્રેમથી ટામેટાની માંગણી કરે છે. પરંતુ જેવી માલિકણ તેને ટામેટું આપવાની ના પાડે છે, પોપટનો પારો સાતમા આસમાને પહોંચી જાય છે.
वीडियो में तोता अपने मालिक से पुलिस बुलाने की बात करता दिख रहा है।
उसका अंदाज़ और शब्द लोगों को हैरान भी कर रहे हैं, हँसा भी रहे हैं।😍😊
यही वजह है कि ये वीडियो सोशल मीडिया पर तेज़ी से वायरल हो रहा है। pic.twitter.com/WqshS4IHI0
— Aalia Nadim (@aalianadim) January 7, 2026
સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
આ વીડિયોને અત્યાર સુધી હજારો વખત જોવામાં આવ્યો છે. લોકો પોપટની આ ક્યૂટ હરકત પર રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે:
- એક યૂઝરે લખ્યું, “આ તો ખુલ્લેઆમ બ્લેકમેલિંગ છે!”
- બીજાએ કહ્યું, “ઓ બાપ રે! હવે તો પોપટથી પણ ડરીને રહેવું પડશે, ખબર નહીં ક્યારે પોલીસ બોલાવી લે.”
- અન્ય એક યૂઝરે આશ્ચર્ય સાથે લખ્યું, “આ પોપટ તો માણસોની જેમ દલીલો કરી રહ્યો છે.”
આ વીડિયો દર્શાવે છે કે પક્ષીઓ પણ કેટલા સમજદાર અને નકલખોર હોય છે. જોકે, દયાળુ માલિકણ માટે આ ધમકી ડરામણી ઓછી અને રમુજી વધુ હતી.