સેલવાસમાં બિલ્ડરોને મોકળું મેદાન: એન્વાયરમેન્ટ ક્લિયરન્સ વિના જ ધમધમતા બાંધકામો, તંત્ર કેમ મૌન?
યુનિયન ટેરેટરીમાં આવતા સેલવાસમાં બિલ્ડરોને મોકળું મેદાન આપી દેવામાં આવ્યું તેમ લાગે છે. સેલવાસમાં હાલ બે બિલ્ડરોનાં બાંધકામને લઈ વિવાદો ઉભા થયા છે. આ બન્ને બિલ્ડરોએ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ વિનાજ બાંધકામ શુર કરી દેતાં સંધ પ્રદેશના વહીવટી તંત્રની સામે મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે.
જાણવા મળ્યા મુજબ અને સેલવાસમાંથી મળતી માહિતી પ્રમાણે સેલવાસમાં પેલેડિયમ હાઈસ્ટ્રીટ, 9 ડેવકોન એલએલપી, ક્રિષ્ના ટાવર્સ, રાજશ્રી ઈન્ફ્રાએ એન્વાયરમેન્ટ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરીને બિલ્ડીંગનું નિર્માણ શરુ કરી દીધું છે. નિયમો મુજબ બાંધકામ શરુ કરતાં પહેલાં એન્વાયરમેન્ટનું એનઓસી લેવું ફરજિયાત હોય છે પંરતુ બન્ને બિલ્ડરોએ એનઓસી મેળવ્યા વિના જ બાંધકામ શરુ કરી દીધું છે. બાંધકામ શરુ કર્યા બાદ એન્વાયરમેન્ટનાં ક્લિયરન્સ માટે બન્ને બિલ્ડરોએ અરજી કરી છે. હવે નિયમ જો કોઈ બિલ્ડર કે ડેવલોપર એન્વાયરમેન્ટનું ક્લિયરન્સ લીધા વિના બાંધકામ શરુ કરે છે તો તેને સીધી પેનલ્ટી ફટકારવામાં આવે છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સના નિયમોનું જે વાયોલેશન થયું છે એમાં મસમોટી પેનલ્ટી ફટકારવાની જોગવાઈ રહેલી છે.
હવે એ જોવાનું રહ્યું કે બંને ડેવલપર પર સંઘ પ્રદેશ દમન દીવ દાદરાનગર હવેલીના સરકારી બાબુઓ ક્યારે પેનલ્ટી મારશે? આ એક ચર્ચાઈ રહેલો પ્રશ્ન છે. એવું ચર્ચાય છે કે બન્નેમાંથી એક બિલ્ડર પર સ્થાનિક મોટા નેતાનો હાથ છે અને સેલવાસનાં મોટાભાગના કન્સ્ટ્રક્શનના કામો આ બિલ્ડરના ખોળામાં જઈને પડી રહ્યા છે.
