Video: આ યુવતીના વીડિયોમાં એવું તો શું દેખાયું કે લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે?
આજકાલ જેને જુઓ તે ‘ડિજિટલ ક્રિએટર’ બનવાની ઈચ્છા ધરાવે છે. બને પણ કેમ નહીં, આખરે તેમાં પૈસા અને પ્રસિદ્ધિ જે છે! પરંતુ કદાચ કન્ટેન્ટ ક્રિએટર બનવાની હોડમાં લોકો એ ભૂલી રહ્યા છે કે પબ્લિક પ્લેસ (જાહેર સ્થળ) અને પર્સનલ સ્ટુડિયો વચ્ચે મોટો તફાવત હોય છે. તાજેતરમાં એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક રાહદારી પર માત્ર એટલા માટે ભડકી ગઈ કારણ કે તે તેના વીડિયો ફ્રેમની વચ્ચે આવી ગયો હતો. આ વીડિયો જોઈને હવે ઈન્ટરનેટ પર લોકો આ યુવતીની જોરદાર ઝાટકણી કાઢી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો? વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી જાહેર સ્થળ પર પોતાનો ફોન સેટ કરીને વીડિયો બનાવી રહી છે. જેવી તે પોઝ આપવાનું શરૂ કરે છે, પાછળથી એક વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. આ જોઈને મેડમનો પારો સાતમા આસમાને પહોંચી જાય છે અને તરત જ તે ‘સિવિક સેન્સ’ (નાગરિક શિષ્ટાચાર) પર જ્ઞાન આપવાનું શરૂ કરી દે છે.
Why the world is not stopping when she is shooting insta reel. pic.twitter.com/MAkMg7PFoe
— maithun (@Being_Humor) January 22, 2026
વીડિયોમાં યુવતીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “ઝીરો સેન્સ છે, ઝીરો! કોઈ વીડિયો બનાવી રહ્યું છે અને તમે વચ્ચે ઘૂસી જાઓ છો? ક્યાં છે સિવિક સેન્સ?” આટલું જ નહીં, તે આગળ કહે છે, “વળી પાછા માફી પણ નથી માંગતા! મને આવી નાની-નાની વસ્તુઓ બહુ પરેશાન કરે છે.”
લોકોએ કરી ટ્રોલ પરંતુ જેવો આ વીડિયો વાયરલ થયો, યુવતીનું વર્તન જોઈને નેટીઝન્સ દંગ રહી ગયા. રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે, રાહદારીઓને શિષ્ટાચાર શીખવનારી આ મહોતર્મા પોતે ભૂલી ગઈ છે કે તે પોતાના ઘરમાં કે પર્સનલ સ્ટુડિયોમાં નથી, પરંતુ રસ્તા પર છે.
એક્સ (ટ્વિટર) હેન્ડલ @Being_Humor પરથી શેર કરાયેલા આ વીડિયો પર કોમેન્ટ્સનો પૂર આવ્યો છે:
- એક યુઝરે લખ્યું, “આ તો ઉલટા ચોર કોટવાલને દંડે જેવું થયું.”
- બીજાએ કહ્યું, “અરે મેડમ! રસ્તો ચાલવા માટે હોય છે, રિલબાજી માટે નહીં. એટલે તમારું આ જ્ઞાન તમારી પાસે રાખો.”
- અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, “આ તો પાપા કી પરી છે!”