ઉત્તરી કિવુમાં મોતનું તાંડવ: કોલ્ટન માઈનિંગ વિસ્તારમાં ભૂસ્ખલનથી સેંકડો પરિવારોમાં માતમ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

પૂર્વી કોંગોમાં મોટી દુર્ઘટના: કોલ્ટન ખાણ ધસી પડતા ઓછામાં ઓછા 200 લોકોના મોત

પૂર્વી કોંગોના ઉત્તરી કિવુ પ્રાંતમાં એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. અહીં રુબાયા કોલ્ટન (કોલંબાઈટ-ટેન્ટાલાઈટ) ખાણકામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં અનેક ખાણો ધસી પડી હતી, જેમાં ઓછામાં ઓછા 200 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.

ભારે વરસાદને કારણે સર્જાઈ તબાહી

M23 વિદ્રોહી જૂથ દ્વારા નિયુક્ત ગવર્નરના પ્રવક્તા લુમુમ્બા કંબેરે મુયિસાએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે આ ઘટના બુધવારે (28 જાન્યુઆરી) ભારે વરસાદને કારણે બની હતી. મુયિસાએ ઉમેર્યું, “અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી કેટલાક હજુ પણ કાદવમાં ફસાયેલા છે અને તેમને બહાર કાઢી શકાયા નથી.” મૃતકોમાં ખાણકામ કરતા મજૂરો, બાળકો અને બજારમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે. કેટલાક લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે.

- Advertisement -

gaza.jpg

M23 વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળની ખાણો

અંદાજે 20 થી વધુ ઘાયલોની સારવાર સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં ચાલી રહી છે, જેમને શનિવારે એમ્બ્યુલન્સ દ્વારા નજીકના શહેર ગોમામાં ખસેડવામાં આવશે. ગવર્નરના એક સલાહકારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 227 હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રુબાયા ખાણો એપ્રિલ 2024 થી M23 વિદ્રોહીઓના કબજામાં છે. આ વિસ્તાર વિશ્વના કુલ કોલ્ટન ઉત્પાદનનો લગભગ 15% હિસ્સો ધરાવે છે, જે સ્માર્ટફોન, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય આધુનિક ટેકનોલોજીમાં વપરાતા ‘ટેન્ટલમ’ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

- Advertisement -

ઘટના બાદ ખાણકામ પર પ્રતિબંધ

દુર્ઘટનાની ગંભીરતાને જોતા M23 દ્વારા નિયુક્ત ગવર્નરે આ વિસ્તારમાં નાના પાયે થતા ખાણકામ પર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે ખાણની આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓને અન્ય સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે.

gaza2.jpg

માનવીય સંકટ અને સુરક્ષાનો અભાવ

પૂર્વી કોંગો દાયકાઓથી હિંસાનો ભોગ બનેલું છે, જ્યાં સરકારી દળો અને રવાંડા સમર્થિત M23 જેવા સશસ્ત્ર જૂથો વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહે છે. આ પ્રદેશ ખનિજોથી સમૃદ્ધ હોવા છતાં, મજૂરોની સુરક્ષાનો અભાવ અને વરસાદની મોસમમાં ભૂસ્ખલન જેવી આપત્તિઓ અહીં સામાન્ય છે. આ કરૂણ ઘટનાએ ખાણકામ મજૂરોની અસુરક્ષિત સ્થિતિ અને માનવીય સંકટને વધુ ઊંડું બનાવ્યું છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.