કેન્સર અચાનક નથી થતું, જો આ આદતો અપનાવી લેશો તો આ બીમારી તમારું કંઈ બગાડી નહીં શકે!
આજે વિશ્વભરમાં લાખો લોકો કેન્સરની ઝપેટમાં છે. તેમાંથી કેટલાક જંગ જીતી ગયા છે, તો કેટલાકને જીવ ગુમાવવો પડ્યો છે. કેન્સર અચાનક નથી થતું, તે વર્ષોની ખોટી આદતોનું પરિણામ હોઈ શકે છે. અવારનવાર આપણી રોજિંદી કેટલીક મોટી ભૂલો જ કેન્સરનું જોખમ વધારે છે. પરંતુ સારી વાત એ છે કે, યોગ્ય લાઈફસ્ટાઈલ અને સાવચેતીઓથી અનેક પ્રકારના કેન્સરને રોકી શકાય છે.
કેન્સરથી બચવાના અસરકારક ઉપાયો
- તંબાકુથી સંપૂર્ણ અંતર: સિગારેટ, બીડી, ગુટખા, પાન-મસાલા કેન્સરનું સૌથી મોટું કારણ છે. તેનાથી મોઢા, ફેફસાં, ગળા અને પેટનું કેન્સર થઈ શકે છે.
- હેલ્ધી ડાયટ અપનાવો: રોજ લીલા શાકભાજી, ફળ અને આખા અનાજ ખાઓ. ફાઈબરયુક્ત ખોરાક આંતરડાના કેન્સરથી બચાવે છે. વધુ પડતું તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ ઓછું કરો.
- નિયમિત કસરત: રોજ ઓછામાં ઓછી 30 મિનિટ વોકિંગ અથવા યોગ કરો. મેદસ્વીપણું સ્તન, કોલોન અને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારે છે.
- દારૂનું સેવન ટાળો: દારૂ લિવર, સ્તન અને મોઢાના કેન્સરનું જોખમ વધારે છે.
- તડકાથી સુરક્ષા: તેજ તડકામાં લાંબો સમય રહેવાથી સ્કિન કેન્સરનું જોખમ રહે છે. ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન અથવા ઢાંકેલા કપડાં પહેરો.
- સમયસર તપાસ (સ્ક્રીનિંગ): સ્તન કેન્સર માટે મેમોગ્રાફી અને સર્વાઈકલ કેન્સર માટે પેપ સ્મીયર ટેસ્ટ ડોક્ટરની સલાહ મુજબ કરાવો.
- રસીકરણ: સર્વાઈકલ કેન્સરથી બચવા માટે HPV રસી અને લિવર કેન્સર માટે હેપેટાઈટીસ-B ની રસી જરૂર લવડાવો.
આ ભૂલોને કારણે વધે છે કેન્સરનું જોખમ
- તંબાકુનું થોડું-થોડું કે ક્યારેક જ સેવન કરવું પણ નુકસાનકારક છે.
- પેકેટ વાળો ખોરાક, વધુ પડતું મીઠું અને કેમિકલયુક્ત વસ્તુઓનો વધુ ઉપયોગ.
- મેદસ્વીપણાને નજરઅંદાજ કરવું, કારણ કે વધેલું વજન હોર્મોનલ અસંતુલન પેદા કરે છે.
- શરીરમાં ગાંઠ, સતત ખાંસી, અચાનક વજન ઘટવું કે લોહી આવવું જેવા લક્ષણોને અવગણવા.
- મોડી રાત સુધી જાગવું અને તણાવ લેવો, કારણ કે નબળી રોગપ્રતિકારક શક્તિમાં કેન્સરના કોષો વકરી શકે છે.
- પ્રદૂષણ, ધુમાડો અને જંતુનાશકો જેવા હાનિકારક રસાયણોથી બચાવ ન કરવો.
- ફેમિલી હિસ્ટ્રી (વારસાગત જોખમ) હોય તો પણ નિયમિત તપાસ ન કરાવવી.
કેન્સરના પ્રારંભિક સંકેતો
- શરીરમાં કોઈપણ જગ્યાએ અસામાન્ય ગાંઠ.
- લાંબા સમય સુધી દુખાવો રહેવો અથવા ઘા ન રુઝાવો.
- વગર કારણે અચાનક વજન ઓછું થઈ જવું.
- મળ-મૂત્ર કે ખાંસીમાં લોહી આવવું.
સાચો ખોરાક, એક્ટિવ લાઈફસ્ટાઈલ અને સમયસર તપાસ દ્વારા કેન્સરના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

