India US ટ્રમ્પ અને મોદીની ‘જાદુઈ જપ્પી’: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ડીલ, હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે ભારત!

3 Min Read

India Us ન્યૂઝ ડેસ્ક: રવિવારની મોડી રાત્રે જ્યારે આખી દુનિયા ઊંઘવાની તૈયારીમાં હતી, ત્યારે વોશિંગ્ટનથી એક એવા સમાચાર આવ્યા જેણે ચીન અને રશિયા સહિતના દેશોના કાન સરવા કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક એવી ‘મેગા ટ્રેડ ડીલ’ થઈ છે, જે આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થાનો નકશો બદલી શકે છે.

મોદીની મિત્રતા અને ટ્રમ્પનો ટેક્સ-કટ

ડોનાલ્ડ ટ્રમ્પ જે હંમેશા ભારત પર ‘ટેક્સ કિંગ’ હોવાનો આરોપ લગાવતા હતા, તેમણે આ વખતે ઉદારતા બતાવી છે. ભારતીય સામાન પર જે ૨૫% જેટલો મસમોટો ટેક્સ લાગતો હતો, તેને ઘટાડીને સીધો ૧૮% કરી દીધો છે. આનો સીધો અર્થ એ છે કે હવે સુરતના હીરા હોય કે અમદાવાદનું કાપડ—અમેરિકામાં વેચવું હવે વધુ સસ્તું અને સરળ બનશે.

- Advertisement -

રશિયાને લાગ્યો ઝટકો, ભારત હવે અમેરિકાથી તેલ મંગાવશે

આ ડીલનો સૌથી મોટો વળાંક રશિયાનું તેલ છે. ટ્રમ્પે જાહેરાત કરી કે પીએમ મોદી રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે. ટ્રમ્પનું માનવું છે કે આનાથી રશિયાની આર્થિક કમર તૂટશે અને યુક્રેન યુદ્ધ જલ્દી ખતમ થશે. હવે ભારત પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અમેરિકા તરફ નજર દોડાવશે.

૪૧ લાખ કરોડનો ‘બાય અમેરિકન’ પ્લાન

ભારતે પણ મિત્રતા નિભાવવા માટે મોટું દિલ રાખ્યું છે. પીએમ મોદીએ ખાતરી આપી છે કે ભારત અમેરિકા પાસેથી લગભગ $૫૦૦ બિલિયન (૪૧ લાખ કરોડ રૂપિયા) થી વધુની કિંમતનું એનર્જી, ટેકનોલોજી અને કોલસો ખરીદશે. આટલો મોટો ઓર્ડર મળવો એ ટ્રમ્પના ‘અમેરિકા ફર્સ્ટ’ મિશન માટે મોટી જીત ગણાય.

- Advertisement -

આમાં સામાન્ય ભારતીયને શું ફાયદો?

૧. મોબાઈલ-ગેજેટ્સ સસ્તા થશે: જો ભારત પણ અમેરિકી વસ્તુઓ પર ટેક્સ ઘટાડશે (જેની વાત ચાલી રહી છે), તો આઈફોન જેવા અમેરિકી પ્રોડક્ટ્સ સસ્તા થઈ શકે છે. ૨. નોકરીની તકો: આઈટી અને ફાર્મા કંપનીઓ અમેરિકામાં વધુ બિઝનેસ કરી શકશે, જેનાથી ભારતમાં નવી નોકરીઓ ઉભી થશે. ૩. વૈશ્વિક વટ: આ ડીલ સાબિત કરે છે કે વૈશ્વિક રાજનીતિમાં હવે ભારતની વાત સાંભળ્યા વગર અમેરિકા પણ રહી શકે તેમ નથી.

ટ્રમ્પે મોદીને પોતાના ‘શ્રેષ્ઠ મિત્ર’ કહીને નવાજ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ મૈત્રી ભારતની માર્કેટમાં કેટલી તેજી લાવે છે!

Share This Article